________________
પંડિત લાલચંદ્ર ગાંધી જિનચંદ્રસૂરિ
આષાઢાષ્ટાહિકાના અમારિ ફરમાનદ્વારા, તથા ખંભાતના સમુદ્રનાં માછલાં વિ. જલચરની રક્ષાના ફરમાન દ્વારા અકબર પાતશાહે જેમના વચનનું માન જાળવ્યું અને અને જેમને “ યુગપ્રધાન ” પદ આપી સત્કત કર્યો, તે મંત્રીશ્વર કર્મચંદ્રના મહામાન્ય જિનચંદ્રસૂરિક તથા આચાર્ય જિનસિંહસૂરિ, ઉ. સમયસુંદર ગણી વિ. તેમનો વિદ્વાન પરિવાર. વિજયદેવસૂરિ
ઈડરગઢમાં કલ્યાણમલ્લ રાજાને પ્રતિબોધનાર, ઇડરગઢનું રણમલ્લ ચાકી નામનું શિખર જેમના ઉપદેશથી રાજાએ નવીન ચૈત્ય સ્થાપવા સંઘને પ્રસારિત કર્યું, તથા પાતશાહ જહાંગીર સિલેમશાહે જેને માનપૂર્વક આમંત્રણ આપી મંડપપત્તન (માંડવગઢ) માં ‘મહાતપા” બિરૂદ આપી બહુમાન અષ્ણુ, તથા મેવાડના હિન્દુ છત્રપતિ મહારાણા જગતસિંહે ( કર્ણરાજ પુત્રે ) જેમને આમંત્રણ કરી ઉદયપુરમાં પીછેલા નામના સરોવરમાં મહોદ્યાનથી વિભૂષિત, પહેલાના રાણાઓએ કરાવેલા “ દલવાદલ ” નામના મનહર મહેલમાં સન્માનિત કર્યા. પી છલા અને ઉદયસાગર સરોવરોમાં નખાતી જાળો જેમના સદુપદેશથી અટકાવી. જન્મ-માસ ભાદરવામાં તથા રાજ્યાભિષેકના વાર ગુરુવારે હિંસા નિવારી. વરકાણા તીર્થને કરમુકત કર્યું, મચિંદ દુર્ગમાં જીર્ણોદ્ધાર કરાવ્યો-પ્રતિષ્ઠા વિગેરે અનેક સત્કર્તવ્યે કરાવનાર વિજયદેવસૂરિ કલ્યાણસાગરસૂરિ
વિ. સં. ૧૬૪૯ માં આચાર્ય પદ તથા ૧૬૭૦ માં ગચ્છશપદ મેળવનાર કચ્છના અધિપતિને પ્રતિબંધ આપી શિકાર (આહેડા) મુકાવનાર અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ. ચંદ્રકીર્તિસૂરિ
સાહિ સલેમરાજે જેને આદરપૂર્વક સન્માનિત કર્યા હતા, તે ચંદ્રકીર્તિસૂરિ (હર્ષકીર્તિસૂરિના ગુરુ).
વિક્રમની ૧૮મી સદીમાં. વિજયરત્નસૂરિ
વિ. સં. ૧૭૩૨ માં જેમને સૂરિપદ પ્રાપ્ત થયું, વાગડ દેશના રાઉલ ખુમાણસિંહની સભામાં જેણે વાદીઓને જીત્યા, અવધાનોથી પ્રસન્ન કર્યા, રાણીઓએ મોતીના સાથી પૂરી જેમને સન્માન આપ્યું. કઈ બાલકના અપહરણથી સંન્યાસી-ફકીરના આગમનને
૩ વિશેષ માટે જુઓ મંત્રિ કર્મચંદ્ર-પ્રબંધ વિ.
૪ ,, ,, વિજયદેવ–માહાત્મ્ય વિ. શતાબ્દિ ગ્રંથ)
* ૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org