________________
પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો
વિક્રમની ૧૭ મી સદીમાં વાચક મુલશલાભ
જેસલમેરના યાદવ રાઉલ હરરાજના વિનોદ માટે માધવાનલ કથા તથા ઢેલામારૂની મનહર ચા પાઈ રચનાર વાચક કુશલલાભ. હીરવિજયસૂરિ
જેણે મોગલ સમ્રા મહાન શહેનશાહ અકબ્બર પર પિતાનાં ઉત્તમ ચારિત્ર્ય અને વિદ્વત્તાને અપૂર્વ પ્રભાવ પાડ્યો, ચુસ્ત હિંસકોને અહિંસાના નિર્દોષ માગે વાળ્યા, સમ્રાના આધીન વિવિધ દેશેવાળા મહાસામ્રાજ્યમાં પ્રતિવર્ષ છ છ મહિના પર્યન્ત અમારિ ( અહિંસા ) નાં ફરમાને ફરી વળતાં આયરામાં પણ તેની બહુ અસર થઈ, જેણે ઉત્તમ ઉપદેશ આપી પ્રાણિમાત્રને અભયદાન અપાવ્યું. સેંકડો કેદીઓને તથા પાંજરામાં પૂરેલા પશુ-પક્ષીઓને મુક્ત કરાવ્યા, જલચર ને પકડવા નખાતી જાળો પણ બંધ કરાવી. અનિષ્ટ કર-વેરામાંથી જન-સમાજને મુક્ત કરાવ્યા જેન વે. તીર્થસ્થાનો સુરક્ષિત રહી જેમને સ્વાધીન કરનારાં ફરમાને પ્રાપ્ત થયાં. “ જગદગુરુ ” જેવું ગૌરવશાલિ પદ-બિરૂદ જેમને સમ્રાટે સુગ્યતા વિચારી સમપ્યું. જેમના પરિવારના ઉ. ભાનુચંદ્ર, ઉ. સિદ્ધિચંદ્ર અને ઉ. શાંતિચંદ્ર જેવા અનેક સમર્થ વિદ્વરત્નોએ પાતશાહના ચિત્તને આકર્થે; તે સુયશસ્વી મહાન જૈનાચાર્ય હીરવિજયસૂરિ. વિજયસેનસૂરિ
જેણે રાજનગરમાં ખાનખાન નામના નવાબની સભામાં જૈનધર્મની સ્થાપના કરી જય મેળવ્યું. પાતશાહ અકમ્બરના આમંત્રણથી જેઓ લાહોર પધાર્યા અને તેમને કાશ્મીરી રાજ-મહેલમાં મળ્યા. સમ્રાની રાજસભામાં જેણે અનેક વાદીઓને યુક્તિપ્રયુક્તિથી નિરુત્તર કરી જય-વાદ પ્રાપ્ત કર્યો; “ સવાઈહીર ” પદથી જેનું સન્માન થયું, જેના સદુપદેશથી પાતશાહે ફરમાનપૂર્વક ગાય, બળદ, ભેંશ તથા પાડાઓને મારવાનું અટકાવ્યું, મરેલાનું ધન લેવાનું બંધ કર્યું અને બંદી પકડવાનું બંધ કર્યું. વિદ્વાન નંદિવિજય જેવા પરિવારે જેનો સાથ પૂર્યો, દીવના ફિરંગીઓ અને અનેક રાજાઓએ તથા સૂબાઓએ જેનું સન્માન કર્યું તે પૂર્વોક્ત ગુના પટ્ટધર વિજયસેનસૂરિ.૨ પસુંદરગણી
પાતશાહ અકબ્બરની સભામાં મહાપંડિતને જીતવાથી જેને ક્ષેમ (રેશમી વસ્ત્ર), ગામ, સુખાસન ( પાલખી ) વિ. પ્રાપ્ત થયું હતું તે પદ્મસુંદર ગણી.
૧ વિશેષ માટે જુઓ હીરસૌભાગ્ય વિ. ૨ , ,, વિજયપ્રશસ્તિ વિ.
[શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org