________________
ગુજરાની જેને સંસ્કૃતિ
પાટણની સત્તા નબળી પડતાં જ વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના પ્રયત્નના પરિણામે ધોળકાના વાઘેલા રાણા વીરધવલની સત્તા મજબૂત થઈ. સેંકડો અજોડ પ્રાસાદો અને હજારો લેકેપગી કામ કરી ચક્રવર્તી કરતાં પણ વધારે કીર્તિ મેળવનાર આ બે ભાઈઓએ સમસ્ત ગુજરાતને ફરીથી આર્ય સત્તા નીચે આપ્યું. આખા ભારતવર્ષમાં જે વખતે ઈસ્લામ સત્તા સર્વોપરી હતી, દિહી, કનોજ, અજમેર, બંગાળ અને બિહાર જેવાં મેટાં રાજ હારીને જ્યારે ઇસ્લામ સામ્રાજ્યને
એક ભાગ બન્યા હતા ત્યારે આ બે ભાઈઓએ ગુજરાતને સ્વતંત્ર બનાવ્યું, એટલું જ નહિ પણ દિલ્હીના સુલતાનની સવારી થતાં ગુજરાતમાં તે લશ્કર પ્રવેશ કરે તે પહેલાં જ આરાવલી ડુંગરોમાં તેમનો સામનો કરી બાદશાહના અજેય લશ્કરને જીતી લીધું. પાછળથી તક મળતાં બાદશાહની માતાની સરભરા કરી બાદશાહ સાથે મૈત્રી બાંધી, અને તેની પાસેથી સરસ આરસ પથ્થરો માગી લઈ, તેની જૈન મૂર્તિઓ ઘડાવી જૈન ધર્મને ઉત્કર્ષ કર્યો.
ગુજરાતના છેલ્લા સ્વતંત્ર હિંદુ રાજા વાઘેલા રાણું કર્ણદેવના પ્રધાન માધવ અને કેશવ નાતે નાગર બ્રાહ્મણ હતા. કમનસીબે કર્ણદેવની નીતિ બગડી અને માધવને દગો દઈ, તેને રાજધાનીથી દૂર કરી કર્ણદેવ તેની સ્ત્રીને બળાત્કારે ઉપાડી ગયો. માધવથી આ સહન ન થયું અને કર્ણદેવના વેરનો બદલો વાળવા તેણે દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીનને આશ્રય લીધે. માધવની મદદ, ગુજરાતને કુસંપ અને કર્ણદેવના દુષ્ટ સ્વભાવને લીધે ગુજરાત પડ્યું. સેંકડો વર્ષ સુધી અસાધારણ કુનેહ અને બહાદુરીથી જેન મંત્રીઓએ જાળવી રાખેલી ગુજરાતની સ્વતંત્રતા નષ્ટ થઈ.
ગુર્જરભૂમિને મુસલમાનોન-અલ્લાઉદ્દીન ખીલજીના હસ્તનો સ્પર્શ થયો ત્યારથી ગુજરાત નવા જગતમાં દાખલ થયું વિજય મળવાથી ઉન્મત્ત થએલા ધર્મઝનૂની મુસલમાને પાણીના રેલાની માફક ગુજરાતના દરેકે દરેક ભાગમાં ફરી વળ્યા. પ્રાણી માત્રને અભય આપનાર જૈનસંસ્કૃતિથી પોષાએલો અને તેનાથી સમૃદ્ધ બનેલે ગુજરાતને બગીચો સૂકાવા લાગે. છેલ્લાં છસો વર્ષમાં શાંતિના યુગમાં સ્થપાએલાં અનેક ભવ્ય શહેરે, સુંદર પ્રતિમાઓ, ભવ્ય પ્રાસાદે અને કળાના અદ્વિતીય નમૂનાઓ, ધાર્મિકતાની ઝનૂની ભાવનાઓને લીધે ધર્મઝનૂની મુસલમાનોએ સારાસારનો વિચાર કર્યા વિના નષ્ટ કર્યા. સર્વ પ્રાચીનતા મૂળમાંથી જ ખળભળી ઊઠી. સર્વને આઘાત થયો-પૂર્વે કદી નહિ થએલો એવો પ્રબળ આઘાત થયો. જીવન બદલાયું-જીવનના માર્ગ બદલાયા; સાહિત્ય બદલાયું–સાહિત્યની ભાષા બદલાઈ. આ બધું એ કાળમાં થયું. સ્વતંત્ર ગુજરાતના પરાધીન જીવનનો આરંભકાળ તે આ જ. ઉલગખાનનાં* પગલાંની સાથે જ આ નવા અનુભવનો આરંભ થયે હતું અને તે દિનપ્રતિદિન વિશ્રામ પામતો હતો.
ના સત્તાહીન થએલા જેને અને તેમને વારસામાં મળેલા સ્થાપત્ય, કળા તથા જ્ઞાન પણ આ નાશમાંથી મુક્ત રહ્યાં નહિ. જેન મંત્રીશ્વરે. મહારાજાએ અને શ્રેષ્ઠીઓએ બંધાવેલા સેંકડો પ્રાસાદે ઝનૂની મુસલમાનોએ તોડી નાખ્યા જેન, શૈવ કે વૈષ્ણવ મંદિરે જમીનદોસ્ત થયાં. તેના સુંદર પથ્થરો અને કારીગરીના નમૂનાઓ મસ્જિદનાં ચણતરમાં ખડકાયા. સેંકડો જેન મૂર્તિઓના ભુક્કા થઈ તેનાં
* જિનપ્રભસૂરિ જણાવે છે કે “ વિ. સં. ૧૩૫૬ માં સુલતાન અલ્લાઉદ્દીનને નાનો ભાઈ ઉલગખાન દિલ્હીનગરથી ગુજરાત પર ચઢ.”
-વિવિધ તીર્થકલ્પ, પૃષ્ઠ. ૩૦.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org