________________
શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ જૈનસંઘનું બંધારણ કરવા અને જૈન શાસ્ત્રોને પુનરુદ્ધાર કરવા વીર નિર્વાણ સંવત ૯૮૦ માં દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે એક મહાપરિષદ પણ અહિંયા મળેલી.
સમય જતાં વલ્લભીપુરનું પણ પતન થયું. વઢીયાર પરગણામાં મહાતીર્થ શ્રી શંખેશ્વરની છાયામાં આવેલા પંચાસરના ચાવડા રાજા બળવાન થયા. તેમની સમૃદ્ધિથી લલચાઈ કલ્યાણનગરના રાજા ભૂવડે બે વખત ચઢાઈ કરી, ચાવડારાજ જયશિખરીને હરાવી માર્યો અને ગૂર્જરભૂમિ ઉપર પિતાની સત્તા સ્થાપી. પણ આથી કાંઈ ચાવડા વંશના ઐશ્વર્યને અંત આવ્યું નહિ. યુદ્ધના અંત પહેલાં વનમાં મોકલી દીધેલી જયશિખરીની ગર્ભવતી રાણી રૂપસુંદરીએ ચંદુર ગામ પાસે વનરાજ નામના બાળકને જન્મ આપે છે. આ ઉત્તમ લક્ષણાવાળા બાળકને જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વાદમાં એક શ્રાવિકાને ત્યાં આશ્રય અપાવ્યો. ગુરુની સંભાળ નીચે યોગ્ય ઉમરે પહોંચતાં જ બહાદુર વનરાજે પરાક્રમ અને ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ ચંપક શ્રેણીની સલાહ તથા બહાદુરી, શ્રીદેવી શ્રાવિકાના આશીર્વાદ અને અણહિલ રબારી જેવાં ગૂર્જ સંતાનની સહાનુભૂતિથી સેલંકીઓને હાંકી કાઢવ્યા અને જૈન જ્યોતિષીઓએ આપેલા શુભ મુહૂર્તો પાટણ શહેર વસાવી ત્યાં રાજધાની કરી
ગુજરાતના આ પાટનગર ઉપર શ્રી શીલગુણસૂારના શિષ્ય જૈનાચાર્ય શ્રી દેવચંદ્રસૂરિના આશીર્વાદ ઢળ્યા. ગાદી ઉપર સ્થિર થતાં જ ગુરુના ઉપકારનો બદલો વાળવા મહારાજા વનરાજે પંચાસરથી ગુરુમહારાજને નિમંત્રી સમસ્ત ગૂર્જર સામ્રાજ્ય તેમના ચરણે ધર્યું. અકિચન મુનિરાજે સદધર્મ સમજાવી ધર્માર્થે ઉપયોગ કરવા તે સામ્રાજ્ય વનરાજને પાછું સોંપ્યું. ગુરુમહારાજની ઈચ્છાનુસાર પંચાસરા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર પાટનગરમાં બંધાવ્યું. જેનોના હાથે અને તેમની મદદથી સ્થપાએલા આ પાટનગરના અને તેના મહારાજ્યના સાત સે વર્ષના ઇતિહાસમાં જૈનસંસ્કૃતિનું સ્થાન મહત્ત્વનું કહી શકાય.
જૈનાચાર્યના આશીર્વાદ પામેલી પાટણની ગાદી ઉપર આવનાર ચાવડા, સોલંકી અને વાઘેલા રાજાઓમાં જેનધર્મ બહુમાન પામે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવનું જૈનધર્મ તરફનું આસ્તિકતાનું વલણ તથા ગૂર્જરેશ્વર કુમારપાળને જૈનધર્મ સ્વીકાર ઈતિહાસપ્રસિદ્ધ છે. આ સમય દરમ્યાન ચંપક શ્રેણી, મંત્રી વિમલ, મહેતા મુંજાલ, ઉદયન મંત્રી, સાંતૂ મહેતા, મહામાત્ય વસ્તુપાલ, સેનાપતિ તેજપાલ વગેરે જેન મંત્રી તથા દંડનાયક, શ્રી વર્ધમાનસૂરિ શ્રી હરિભદ્રસૂરિ, માલધારી શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી આમ્રદેવસૂરિ, શ્રી શાંતિરિ, શ્રી સૂરાચાર્ય વગેરે જેન વિદ્વાન અને ગુજરાતના સર્વાગ સંપૂર્ણ “સિદ્ધહૈમવ્યાકરણના રચનાર કલિકાલસર્વજ્ઞ મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ જેવા મહાનાયકે થઈ ગયા. આ સમય દરમ્યાન પ્રાંતભરમાં રાજ્યાશ્રયથી, મંત્રીઓના ખર્ચે અગર શ્રેષ્ઠીઓની લક્ષ્મીવડે હજારે ભવ્ય ચૈત્ય ગુજરાતમાં ઠેર ઠેર બંધાયા તથા ગ્રંથભંડારો સ્થપાયા, જેમાંના કેટલાકની જોડી તે જગતભરમાં મળવી મુશ્કેલ છે.
છેલ્લા સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયમાં મુસલમાન સત્તા ભારતમાં સ્થપાઈ અને જે ભીમદેવના હાથે પિતે સખત હાર ખાધી હતી તે જ ભીમદેવને માંહોમાંહેના કુસંપ અને અવિચારીપણાથી નબળા પડેલ જોઈ મુસલમાનોએ પાટણ ઉપર આક્રમણ કર્યું અને રાજપૂત સત્તાને સખત ફરકે માર્યો. મુસલમાનેએ પાટણ જીત્યું, પણ ગુજરાતમાં સ્થિર થઇને રાજસત્તા સ્થાપી શક્યા નહિ. શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org