________________
શ્રો, હીરાલાલ રસિકદાસ કાપડિયા કેટલીક વાર સંશોધક મહાશય સ્વપરસમયના જ્ઞાતા ને વિદ્યાવ્યાસંગી હોવા છતાં તેમને અમુક અવતરણનાં મૂળ સ્થળ શોધી કાઢવામાં સફળતા મળતી નથી.
અવતરણમાં મૂળ સ્થળો પત્તો નહિં લાગવાનું એક કારણ એ જણાય છે કે જે ગ્રંથમાંથી એ ઉતારે કરાયો હોય તે ગ્રંથ ક્યાં તો લુપ્ત થઈ ગયેલ હોય અથવા તે કેઈક ભંડારમાં હજુ પડી રહેલા હોવાથી અપ્રાપ્ત સ્થિતિમાં હોય. અવતરણેને પહોંચી વળાય તેટલા અભ્યાસને અભાવ એ કારણ તો દેખીતું જ છે. એને દૂર કરવા માટે એક માર્ગ એ છે કે જે અવતરણોનું સ્થળ પુષ્કળ પરિશ્રમ કરવા છતાં પણ એકલે હાથે નહિ શધી શકાયું હોય તેની એક યાદી કઈ પ્રસિદ્ધ માસિકમાં છપાવવી અને એનું મૂળ જણાવવા માટે વિશિષ્ટ વિદ્વાનોને વિજ્ઞપ્તિ કરવી.
આંક–આંક” શબ્દના અડસટ્ટો, ઘડિયા કે પાડા, જાડાઈ કે પાતળાઈનો હિસાબ, ઝીણાં છિદ્રવાળી ચાળણું, નિશાની, ભાવ, મૂલ્ય, સંખ્યા અને સીમા એમ વિવિધ અર્થો થાય છે. તેમાંના આ શીર્ષક હેઠળ છેલ્લા બેને જ અત્ર વિચાર કરવામાં આવે છે. અમુક ગ્રંથમાં કેટલાં અવતરણો હોવાં જોઈએ એને માટે કોઈ નિયમ નથી. એ તે અવતરણ રજુ કરનારની મુનસફી ઉપર આધાર રાખે છે. ગ્રંથ ના હોય અને તેમાં પ્રબ અવતરણે આપેલાં હોય, જ્યારે ગ્રંથ મોટો હોય છતાં બહુ જ થોડાં અવતરણે એમાં હોય, ઘણુંખરું મહાકાય ગ્રંથમાં વિશેષ અવતરણ મળી આવે છે અને એ સ્વાભાવિક છે. જેમકે લોકપ્રકાશમાં લગભગ ૭૦૦ ગ્રંથની સાક્ષી અપાયેલી છે.
અંતમાં આ પ્રમાણે અવતરણોને અંગે જે કેટલીક બાબતોને અહીં ટૂંકમાં ઉલ્લેખ કરાવે છે તેનું નિમિત્ત કારણ બહુશ્રત શ્રી વિજયાનંદસૂરિના વિવિધ ગ્રંથમાં ઉપલબ્ધ થતા અનેકવિધ અવતરણનું અવલોકન છે એમ સૂચવતો અને એ સ્વર્ગસ્થ મહાનુભાવના જે વિવિધ ને યથાસ્થિત ગુણેથી આકર્ષાઈને આ સ્મારક અંક યોજવામાં આવ્યું છે તે સદ્દગુણેથી સૌ કોઈનું હૃદય પલ્લવિત બને એવી અભિલાષા પ્રદર્શિત કરતો હું વિરમું છું.
૧ દાખલા તરીકે જુઓ તત્ત્વતરંગિણીની પત્તવૃત્તિ. શતાબ્દિ ગ્રંથ ] .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org