________________
અવતરણનું અવલોકન પંક્તિ વગેરે અન્યત્ર ઉદ્દધૃત થયેલી જણાતાં તે એ ગ્રંથની છે એમ માનીને એટલા જ ઉપરથી જે ગ્રંથમાં એ અવતરણ ઉપલબ્ધ થયું હોય તેના સમયને નિર્ણય કરાય તો તે બ્રાતિમૂલક નીવડવાનો સંભવ છે; કેમકે સંગ્રહાત્મક ગ્રંથમાં કેટલીક વાર એની પૂર્વેના ગ્રંથની પંક્તિ વગેરે ગુંથી લેવામાં આવેલ હોય છે અને છતાં તે મતલબનો કશે ઉલ્લેખ ત્યાં હોતા નથી.
હસ્તલિખિત પ્રતિઓમાં કેટલીક વાર મૂળ લખાણની ઉપર કે નીચે અથવા તો આજુબાજુ રાખેલા હાંસિયામાં એ પ્રતિને ઉપગ કરનારે જે કાંઈ સેંધ્યું હોય તેને પણ આગળ ઉપર એ ઉપરથી નકલ કરનાર જે અજ્ઞાત હોય તો તેને ચાલુ ગ્રંથમાં મેળવી લે છે. આ પ્રમાણેની ભૂલને લીધે જે કઈ અવતરણ દાખલ થઈ ગયેલ હોય તો તે ગ્રંથ કે ગ્રંથકારના સમયનિર્ણયમાં ગેરસમજ ફેલાવે છે અને નિરર્થક ચર્ચાનો વિષય થઈ પડે છે.
આ ઉપરથી સમજાયું હશે કે અવતરણ પ્રક્ષિપ્ત છે કે કેમ અથવા તે અમુક જ ગ્રંથ માંથી ઉદ્ધત થયું છે કે તેની પૂર્વેના કોઈ ગ્રંથનું છે તેની પૂરતી તપાસ કરીને સમયનિર્ણય કરવો જોઈએ, જેથી વખત જતાં તે અપ્રમાણિક કરવાને ભાગે સંભવ રહે.
અવતરણ ગ્રંથના સંસ્કરણમાં પણ સહાયક થઈ પડે છે. આની પ્રતીતિ માટે એક જ ઉદાહરણ આપવું બસ થશે કે ભાંડારકરે-
પ્રાવધાસંશોધનમંદિર તરફથી પ્રસિદ્ધ થતા મહાભારતના સમીક્ષાત્મક સંસ્કરણ માટે એના વિદ્વાન્ સંપાદક મહાશય ર્ડો. વી. એસ. સૂકથનકરે મને સ્થાયી વિજ્ઞપ્તિ કરી રાખી છે કે મહાભારતને લગતાં જે કોઈ અવતરણાદિ મારાં જોવામાં આવે તે મારે એમને પૂરાં પાડવાં. પ્રસ્તુત સંસ્કરણ માટે અનેક સ્થળેથી હસ્તલિખિત પ્રતિઓ તેમને મળી છે, તેમ છતાં જ્યારે આ પ્રમાણે તેઓ વિજ્ઞપ્તિ કરે છે ત્યારે એ ઉપરથી અવતરણો ગ્રંથની પુનર્ઘટનામાં કે અમૂલ્ય ભાગ ભજવે છે તે સંબંધમાં વિશેષ કહેવાપણું રહેતું નથી.
અત્રે એ વાતની નેંધ કરવી આવશ્યક સમજાય છે કે ગ્રંથનું સંસ્કરણ કરતી વેળા તગત અવતરણમાં અનાવશ્યક પરિવર્તન કરાય છે તેથી વૈકલ્પિરૂપ ને પાઠાંતરને નાહક નાશ થાય.
સંશોધન-જ્યારે જ્યારે ખાસ કરીને પ્રાચીન ગ્રંથોમાં અવતરણ આવે છે ત્યારે ત્યારે તેના મૂળ સ્થળો શોધવા માટે વિશિષ્ટ અભ્યાસની આવશ્યકતા સંભવે છે.
૧. આવા કેટલાક ગ્રંથ તરીકે શ્રી હરિભદ્રસૂરિકૃત અનેક કૃતિઓ, તાર્યાધિગમસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા, સન્મતિ પ્રકરણની ટીકા તેમજ અન્યોગવ્યવદિકાઢાત્રિશિકાની ટીકા નામે સ્વાવાદમંજરીને અત્ર ઉદાહરણ તરીકે નિર્દેશ કરવો બસ થશે.
•: ૭૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org