________________
ધર્મવીર શ્રી બૂરાયજી મહારાજ અમરસિંહજીના પરમ ઉપાસક હતા, પરંતુ બુટેરાયજી સાથેની ચર્ચા પછી અમરસિંહજી ઉપરની તેમની શ્રદ્ધા ઊઠી ગઈ અને બુટેરાયજીના પરમ ઉપાસક બન્યા.
પંજાબ કે પંજાબ બહારની ચર્ચાઓમાં, વાદવિવાદમાં બુટેરાયજીનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરી આવતું, તે એ જ કે ગમે તેવો વિકટ કે કઠિન પ્રસંગે ઉપસ્થિત થયા હોય, ગમે તેવી ગરમાગરમ ચર્ચા ચાલતી હોય, સભાનું વાતાવરણ ગમે તેવું સંક્ષુબ્ધ બન્યું હાય, હરિફ પક્ષ આવેશમાં આવી ગમે તેમ બોલતો હોય છતાં પોતે લગારે કટુતા ન આવવા દેતા કે ન ગરમ થતા. પૂરેપૂરો વાણીને સંયમ જાળવી શાન્તિથી સામા પક્ષની દલીલ સાંભળી, સત્ય લાગે તેટલું નિ:સંકોચભાવે સ્વીકારી, સામાની દલીલને યુક્તિ, શ્રુતિ, તર્ક અને દલીલોથી સચોટ જવાબ આપતા. તેમની નિષ્પક્ષ દલીલો સાંભળી સામે પક્ષ તેમને બની જતો. તેમની નમ્રતા, મીઠી વાણી અને પ્રત્યુત્તર આપવાની અસાધારણ તર્કશક્તિથી સામે પક્ષ સદા ય મ્હાત થતો. એમણે જિંદગીમાં કોઈ નથી કર્યો અને સત્ય સ્વીકારતાં કદી પાછી પાની પણ નથી કરી. એમણે સત્ય ધર્મ મેળવતાં અગણિત કો અને ભયંકર અપમાને હસ્તે મોઢે ઝીલ્યાં છે. અને તેથી જ તેઓ ધર્મવીર બન્યા છે. પંજાબના જેમાં ધાર્મિક ક્રાંતિની ચીણગારીના આદ્ય સર્જનહાર તેઓ જ છે. પંજાબમાં સત્ય ધર્મની ઝાંખી કરાવનાર પણ તેઓ જ છે.
ઉપર્યુક્ત ચર્ચા સારા પંજાબમાં ફેલાઈ ગઈ. જાહેરમાં આટલી ચર્ચા કરવા છતાંયે બુટેરાયજીએ મુહપત્તિ તોડી ન હતી. તેમને મજબત સાથીદારની પૂરેપૂરી આવશ્યકતા હતી. એવામાં સં. ૧૯૦૨ માં પસરૂના જીવિંદેશાના ભાણેજ મૂલચંદજીએ દીક્ષા લીધી. દૂધમાં સાકર ભળે તેમ આ શિષ્ય સુગ્ય હતો. સેલ વર્ષનો એ નવયુવાન મહાબુદ્ધિનિધાન, પરમ પુણ્યશાલી અને મહા તેજસ્વી હતો. એક જ વર્ષમાં ગુરુજીનો આશય જાયે અને પછી હિમ્મતપૂર્વક વિનયથી કહ્યું: “મુહપત્તિ બાંધવાની શ્રદ્ધા નથી તે શા માટે આત્માને છેતરે જોઈએ? ઊતારી નાંખો આ મુહપત્તિ.” બસ, અને ૧૯૦૩ માં ગુરુશિષ્ય મુહપત્તિ બાંધવી છેડી દીધી. આખા પંજાબના સ્થાનકમાર્ગીઓમાં આ સમાચારથી કટાના ધરતીકંપથી ય વધુ ભયંકર આંચકો લાગ્યો. એ ગુરુશિષ્યને આહારપાણ ન મળે, કઈ ચેમાસુ ન રાખે, કઈ સ્થાનકમાં ઉતરવા ન દે એવાં અનેક ફરમાને છૂટ્યાં, પરંતુ ધીરવીર બુટેરાયજી અને મૂલચંદજીએ કોઈનીયે પરવા ન રાખી. તેમને વેશપૂજા નહોતી જોઈતી; તેઓ સત્યના જ અથી હતા. ધીરે ધીરે સત્ય ધર્મને ઉપદેશ ફેલાવવા માંડ્યો. આત્માથી જનોએ સત્ય સ્વીકાર્યું. સત્ય ધર્મના ઉપાસકો વધ્યા. એમાં પ્રેમચંદજી શિષ્ય મળ્યા. કેટલાયે ગામોને સત્ય ધર્મની શ્રદ્ધા થઈ. શાસ્ત્રાર્થો કર્યા, ચર્ચાઓ કરી, ખુદ અમરસિંહજી સાથે ઘણીવાર ચર્ચા થઈ અને દરેક પ્રસંગમાં અમરસિંહજીને પાછી પાની કરવી પડી. તેમાંના બે પ્રસંગે ટૂંકમાં આપું છું.
•; ૭૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org