________________
શ્રી આત્મારામજી અને શ્રી યાન'દૃષ્ટ.
એકે પંજાબથી આવીને ગુજરાતને પાવન કર્યું; ખીજાએ ગુજરાતમાંથી વિદાય લઈ પંજાબને પુનિત કર્યું.
અને ક્રાંતિકાર હતા, અને ધર્મ-પ્રવર્તક હતા, અને સત્યાગ્રહી હતા, અને શાર્યરત હતા, દઢાગ્રહી હતા, કર્તવ્યનિષ્ઠ હતા. અનેનાં શરીર સુદૃઢ અને ખળ-પાષક ગ્રામ્યજીવન અને ગ્રામ્ય-હવાપાણીથી ખંધાયાં તેમ જ પાષાયાં હતાં.
બંનેની શરીર–સંપત્તિ અદ્ભુત હતી. આત્મારામજીને એ સંપત્તિ વારસામાં મળી હતી, દયાનંદજીએ પરાક્રમવડે એને સાધી હતી. બ ંનેએ સાધુતા લીધા પછી પણ બેઉની એ સંપત્તિ એવી જ રહી હતી, ખીલી હતી અને એનાવડે અનેક માનવીએ મુગ્ધ થયા હતા.
આત્મારામજી સાધુ થયા પછી સાધુ તરીકે અખાડામાં, કસરતમાં કે કુસ્તીમાં માનતા નહાતા, ન માને એ સ્વાભાવિક હતું; છતાં વિહાર, આહાર-સંચમ, દેહને કામળ ન નવા દેવાની તાલાવેલી અને બેઠાડુપણાના અભાવ-એટલાં વાનાં એમણે એવાં કેળવ્યાં કે એમના દેહ પણ સામર્થ્ય અને પ્રભાથી ઝળકી રહ્યો. સ્વામી દયાનઢજીએ અખાડાની, કસરતની અને કુસ્તીની તાલીમ લઈને દેહરત્નને સબળતા અને શક્તિથી તેજસ્વી કરી દીધુ.
અનેને મન ઇન્દ્રિય-સંયમ, પાતપાતાની શાસ્ત્રમાન્યતા મુજબ મેટામાં મેાટી વસ્તુ હતી. બ્રહ્મચર્ય સાધુ તરીકે તા હાય જ; પણ ગૃહસ્થને અડગ અને તીવ્ર ઉપદેશ કરવામાં અને એટલા જ ચુસ્ત અને તીવ્ર રાગી હતા.
બ ંનેની છબીઓ નીરખેા, ન્યાળી ન્યાળીને જુએ. ઘઉંવર્ણો લાલ ચહેરા, પ્રતાપભયું સામ્ય માતુ, તેજભરી શાંત છતાં ધ્યેય માટે અડગ ઉગ્ર આંખા, શૈા ખેલ ખેલે તે શત્રુનું હૈયું પણ જોઇને થીજી જાય એવી વિશાળ સ્નાયુબદ્ધ છાતી, લાંબા કરત હાથ, ઉદાર ઉત્તર અને પથથી ન થાકે એવા, અધમતાને કચડવા તત્પર, છતાં કરુણાભર્યા ધમધમાટવાળાં પગલાં પાડી, અજ્ઞાનની છાતી ધ્રુજાવે એવા ચરણુ અને ઉગ્ર છતાં શાંત, તેજે સરળ છતાં આગ્રહી નિશ્ચયે તપતું ભાલ, એ ય વિભૂતિઓમાં શરીરસમૃદ્ધિ એક જ, પલટી પલટાઇ જાય એવી.
શ્રી સુશીલ લખે છે કે:
“ અને પેાતાનાં વસ્ત્રો બદલાવી નાંખે તે! કદાચ કાઈને પણ ભ્રાંતિ ઉપયા વિના ન રહે. બંનેના દેહગઠનમાં એટલું સરખાપણું હતુ કે દયાનંદજી આત્મારામજી તરીકે અને આત્મારામજી દયાનંદજી તરીકે એળખાઇ જાય.
""
અને વાચનમાં ભડવીર, વિચાર અને આચારમાં યુક્તિ-પ્રયુક્તિ વાપરનારા વ્યવહારુ; છતાં એકરૂપ અને વિદ્વત્તાના સાગર હતા.
: ૨૬ :
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org