________________
"श्री पोपटता पुंज्लामा शाट
[ બંને ધર્મવીરોની તુલના લેખકે શબ્દછટાથી તેમજ બંનેના જીવનના ઊંડા પ્રદેશમાં ઊતરી, તલસ્પર્શી વિચારદષ્ટિથી કરી છે. વિચારક તે સમજી શકશે. લેખ કે, મિતભાષી, વિચારોત્પાદક છે અને સમભાવદષ્ટિથી વિચારવા યોગ્ય છે.–સંપાદક ]
ઈતિહાસ-લેખકે લખે છે કે પંજાબ-પાંચાલ અને ગુજરાત બે ય દેશને સંબંધ જૂનો છે. કઈ ક૯પના કરે છે કે શક કે પ્રથમ પંજાબમાં પેઠા અને ત્યાંથી એક શાખા ગુજરાતમાં આવી. આમ એક જ જાતિની બે શાખા ગુજરાતમાં અને પંજાબમાં રહી, ઊગી ને આથમી; પણ એથી ય વધારે કલ્પના તો દોડે છે ગુજ૨ લોક વિષેના ઈતિહાસની તેઓ પણ પંજાબમાં પ્રવેશ્યા, સ્થિર થયા અને પાછા ગુજરાતમાં આવ્યા. અને એ પ્રાંતને પિતાનું નામ દઈ તેના સંજ્ઞાદાતા થયા. આજે પણ પંજાબમાં ગુજરાત નામનો નાનકડો પ્રદેશ છે.
આમ બેય પ્રાંતને સંબંધ હોવાની કેટલી ય કલ્પના છે, પણ બે ય પ્રદેશની ભાગોલિક સ્થિતિ જુદી છે. એથી બંનેના વ્યાપાર-વ્યવહાર નિરનિરાળા બની ગયા છે. એક સૈનિકના શૈયે ખડતલ બનેલ પ્રાંત છે, તે બીજે વેપારની કુશળતાએ અતિકેમળ બની રહેલા પ્રદેશ છે.
બે ય પ્રદેશને પવિત્ર કરનાર કેટલીક વિભૂતિઓને ઈતિહાસ પણ રોમાંચક અને બોધક છે. ગુજરાતની કેટલીક અદ્દભુત વિભૂતિઓનાં જીવન તપાસીએ તો જણાશે કે કૃષ્ણચંદ્ર મથુરામાં ઊગ્યા, પણ ગુજરાતમાં સાહસ શોર્ય પામ્યા અને ત્યાંથી જ ભારતમાં પ્રકાશ્યા અને આથમ્યા પણ ગુજરાતમાં. મીરાંબાઈ મેવાડમાં ઊગ્યા, ભક્તિ પામ્યા પણ પ્રગટ થયા ગુજરાતમાં અને “બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર” જેવી અમર કાવ્ય તૃક ગુજરાતને ચરણે ધરી વિલીન બન્યાં ગુજરાતમાં. શ્રી સહજાનંદ સ્વામી અયોધ્યાથી આવીને પંથપ્રવર્તક બન્યા ગુજરાતમાં. એવી જ રીતે ગુજરાતની કેટલીક વિભૂતિઓ પરદેશમાં ઝળકી. શ્રીમદ્ વિજયાનંદસૂરિ કે આત્મારામજી જેમ પંજાબમાંથી આવીને ગુજરાતમાં ઝળક્યા, તેમ સ્વામી શ્રી દયાનંદ સરસ્વતી ગુજરાતમાંથી જઈને પંજાબમાં પ્રકાશ્યા. શતાબ્દિ ગ્રંથ ]
: ૨૫ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org