SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એકાન્તરષ્ટિવાળા અંધશ્રદ્ધા લોકોએ પહોંચાડ્યું છે ! 31 વ્યાધિને જાણવી જરૂરી છે. ભોગવવી નહિ. માં ઓલા વ્યાધિને જાણનાર તેને દૂર કરી શકે છે, તેને ભગવનાર તો તેમાં વૃદ્ધિ જ કરશે ! અનેકાન્ત ‘જાણવાની' ક્રિયા છે. એટલે કે જાગવાની ક્રિયા છે. અનેકાન્ત એટલે જાગૃતિ અને એકાન્ત એટલે મૂર્છા. એકાગ્રતા કરતાં અનેકાન્ત વિશેષ કલ્યાણકારી છે. એકાગ્રતા તો બગલામાં અને ચોરમાં ય ક્યાં નથી હોતી ? અનેકાન્તદ્રષ્ટિ વિનાની એકાગ્રતા ય કોઈ વાર માનવીને અનિષ્ટ પરિણામ તરફ વાળી દે FIR Wiese છે. અનેકાન્તની સમન્વય દ્રષ્ટિ માત્ર ધર્મોને જ નિહ. સંસારના ક્ષેત્રે પણ અત્યંત મહત્વની છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે સંસારમાં જ અનેકાનો વિશેષ અગત્યની છે. એક બહેન સૌને કહેતાં હતાં કે, મારી દિકરીને તેના સાસરે ભરપૂર સુખ છે. મારી દીકરી તો સાસરે ય સ્વર્ગનું સુખ ભોગવે છે ! સવારે નવ વાગ્યા સુધી નિદ્રા માણે છે ! એનો પતિ એનો પડ્યો બોલ ઉપાડે છે ! ગમે તેટલા પૈસા ખરચે તો ય કોઈ એને પૂછનાર નથી !" દાઉદ PSIPS એ જ બહેનનો દીકરો પરણ્યો અને ઘરમાં નવી વહુ આવી. પછી થોડા દિવસ બાદ એમણે બળાપો કાઢવાનું શરૂ કર્યું. “મને વહુ સારી ના મળી ! ખૂબ આળસુ છે. સવારે નવ વાગ્યા સુધી પથારીમાં ઘોઈ જ કરે છે ! મનાવે તેમ ખર્ચ કરે છે. સાથે ઉડાઉ છે. એનો પતિ, એટલે કે મારો દીકરો સાવ વહુઘેલો છે ! એની વહુને એ કાંઈ કહેતો જ નથી !" k પોતાની દીકરી માટે અને પોતાની પુત્રવધૂ માટે સમાન બાબતોમાં આવો વિરોધી અભિપ્રાય આપનાર એ બાર્ડનની સંકુચિત દ્રષ્ટિ જ એમના ઘેરા વિષાદનું કારણ હતું ! 38 માત્ર સાસુઓ જ એવી હોય છે તેવું પણ નથી. પુત્રવધૂઓ પણ તેમની સાસુ અને પોતાની માતા પ્રત્યે આવો જ ભેદનીતિવાળો વ્યવહાર કરતી હોય છે. પોતાનો દીકરો ભણવામાં પ્રથમ નંબર લાવે તો તેની માતા ગૌરવથી કહેશે કે, “અમારો દીકરો તો પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે. તમામ વિષયોમાં એ આગળ જ હોય. મને તો ખ્યાલ હતો જ કે તેનો પ્રથમ નંબર જ આવશે !" પરંતુ જો પોતાનો દીકરો નાપાસ થાય અને પાડાશીનો દીકરો પ્રથમ નંબર મેળવે તો એ તરત જ કાણું મોં કરીને કહેશે, "જવા દોને વાત હવે... એનો દીકરો તો પરીક્ષામાં ચોરી કરવામાં ખૂબ ચાલાક છે ! ને એનો બાપ પણ પૈસા આપીને પોતાના દીકરાનો પહેલો નંબર ખરીદી આવ્યો છે !” એકાન્તરિષ્ટ આપણી સહિષ્ણુતાને પીંખી નાખે છે. પછી તો બીજાનું સુખ પણ આપણા માટે અસહ્ય બની જાય છે. આપણી પાસે મોટ૨ નથી. એની આપણને કશી વેદના નથી. પણ પાડોશીને ત્યાં મોટર આવે એટલે આપણો બળાપો અને અજંપો શરૂ થઈ શ્રી નવતરોના િઅખિલ ગુજરાતી વિભાગ ADIP BH Jain Education International પર જાય છે ! અરે, આપણે ત્યાં જે સુખ છે, તે સુખ ઉપર પણ આપણે નીં એકાધિકાર ભોગવામાં માગીએ છીએ ! સંપત્તિ સુખનું સાધન છે એવો એક સામાન્ય ખ્યાલ છે. પણ કોઈ વ્યક્તિ ધન-સંપત્તિ લઈને જતી હોય અને કોઈ ગુંડો તે પડાવી લેવા માટે તેની હત્યા કરે તો એ સંપત્તિ એના સુખનું સાધન બની કે એના મૃત્યુનું નિમિત્ત બની ? અથવા તો ઇન્કમટેક્સ વગેરેના પ્રશ્નોને કારણે તેને અનિદ્રાનો ઉપદ્રવ લાગુ પડે તો એની સંપત્તિ એના માટે તો દુઃખનું જ સાધન બની ગણાય ને ! સુખ કોઈ વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ કે સંયોગોમાં નથી. સુખ કોઈ સ્થળ વિશેષમાં પણ નથી. સુખ તો સમાધાનમાં છે. સમન્વયમાં જે સુખ છે, તે અન્યત્ર ક્યાંય નથી ! એક પુરુષને બે પત્નીઓ હતી. પુરુષ હમેશાં એક પત્નીની છે ગેરહાજરીમાં બીજીની પ્રશંસા કરતો અને બીજીની ગેરહાજરીમાં પહેલીની પ્રશંસા કરતો. ધીમે ધીમે બન્ને સ્ત્રીઓને આ વાતનો ખ્યાલ આવી ગયો. બન્ને સાથે મળીને પતિ પાસે ગઈ અને પૂછ્યું કે, “અમારા બેમાંથી કોણ વિશેષ ગુણવાન છે તે સ્પષ્ટ કર્યો.” સંઘર્ષની માત્ર આવી ગઇ. હવે શું કરવું ? પતિએ તરત જ સમાધાનનો અભિગમ સ્વીકારી લેતાં કહ્યું, “ તમે બન્ને પરસ્પર કરતાં અધિક ગુણવાન છો. તમે બન્ને મને પરસ્પર કરતાં વધુ પસંદ છો !” પત્નીઓ શું બોલે ? Burle સંઘર્ષની ક્ષણ પસાર થઈ ગઈ. કોઈ વિકલ્પ જ ન રહ્યો, પછી કોઈ શું બોલે ? આપણે જ્યારે કોઈ એક શાસ્ત્રને, કોઈ એક વ્યક્તિને કે કોઈ એક સત્યને અનુસરીએ છીએ ત્યારે અનેક વિકલ્પો રહી જાય છે, વિકલ્પો વિરોધ જગાડે છે. અનેકાન્ત દ્વારા નિર્વિકલ્પ કક્ષાએ પહોંચી શકાય છે. પછી કો વિરોધ રહેતો નથી. આપણે અવિરોધને પામીએ છીએ ! અવરોધ રહિત થવાથી જ આપણા કલ્યાણનો પંથ સરળ બને ને ! વિરોધથી મોટો કોઈ અવરોધ નથી. અને તમામ વિરોધોનો એક માત્ર ઉપાય છે. · અનેકાન્ત. 17397 મધુકર-મૌક્તિક જો કે કામ ઘણું કઠણ છે. છતાં પરિણામ ઘણું જ સુખદ આવે છે. વ્યાઘ્રમુખી પ્રવૃત્તિ દેખીને ગભરાવવાની જરૂર નથી. જ્યારે જેટલા પ્રમાણંમાં કટુતા કૂચ કરતી જશે ત્યારે તેટલા પ્રમાણમાં તેના સ્થાને મધુરતા વધવા માંડશે અને એનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ મૃદુતાનો આવિર્ભાવ થયો. અને સાથે જ સ્થિીકરણ થવા માંડશે. પછી ... સહજમાં જાગૃત્તિ આવશે. Je dé જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ ‘મધુકર’ For Private & Personal Use Only माया ममता में रहा, तज समता का साथ । जयन्तसेन जग से वह जाता खाली हाथ ॥ www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy