SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આપની ચાહનાને ચાર ચાંદ લાગ્યા છે. આપશ્રીએ કાવ્ય કલામાં એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે. પરમાત્મ્ય ભક્તિ અને આત્માને ઉપદેશ તલ્લીન થઈ જાઓ છો ત્યારે ખાવા પીવાનું પણ ભુલી જાઓ છો. આપની કૃતિઓ નીચે મુજબ છે રાજેન્દ્રકોષમાં આ ઉપર, ભવ ભાવ સ્વભાવ, ભક્તિ સુધા, ભક્તિ સંગમ, પ્રભુગુણ પુષ્પાંજલી, પારસમણી, ભગવાન મહાવીરે શું કહ્યું, જયંતસેન સતસઈ નમો તનસે, નમો મનસે, પાનસર ઇતિહાસ આમ આપે લગભગ ૫૦ પુસ્તકોનું લેખન કાર્ય કર્યું છે. આપની એક કૃતિ જયંતસેન સતસઈ ખુબજ પ્રેરણા દાયક છે તેનો એક દૂહો નીચે મુજબ છે. જૈન, હિન્દુ યા શિખ હો; યા હો મુસલમાન દેહ ભેદ, જયંતસેન આતમ એક સમાન. બીજા એક શ્રેષ્ઠ કૃતિ ભગવાન મહાવીરે શું કર્યું તેમાં જિનમત પ્રદર્શિત શાશ્વત સત્ય સિધ્ધાંતનો ટુંક સાર છે. અને ભવ ભાવ સ્વભાવની કૃતિમાં ભક્તને ભગવાન મેળવવાની તાલાવેલી અને ભક્તનો ઉત્કટ ભાવ પ્રદર્શિત કરે છે આમ આપની દરેક કૃતિઓ કંઈને કઈ વિશિષ્ટતા લઈને આવે છે. આપશ્રીને ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિની સમાચારી તથા તેઓના અમુક ગ્રંથોને પ્રકાશીત કર્યા છે તેમાં ‘રાજેન્દ્ર જયોતી’ તથા તેમના ઉપરના કાવ્યો સ્તવનો, થોયો અને તેઓશ્રીનું કથાગીત તથા ગુરુગુણએકવીશા વિગેરે પ્રકાશીત કરી ગુરુદેવ રાજેન્દ્ર સૂરિનું નામ અબાલ વૃદ્ધ જૈન જૈનેતરના હૈયામાં વહેતું મુક્યું છે, અને ગુરુદેવ રાજેન્દ્ર સૂરિ રચિત અભિધાન રાજેન્દ્ર કોષના પુનઃમુદ્રણનું મહાન કાર્ય કરાવી જગત ભરના વિદ્વાનોની જ્ઞાન તૃષાને છીપાવી. છે. સાદગીપૂર્ણ જીવન એ પૂજ્ય ગુરુદેવ (મધુકર) નું ધ્યેય છે. વિચારોમાં ઉચ્ચતા છે. શાંતિ અને ગંભીર મુખ મુદ્રા આ આપનો ચિર સ્થાયી ભાવ છે. પ્રતિકુળ વાતાવરણમાં પણ આપ હંમેશાં પ્રસન્ન ચિત રહો છો. આપ શ્રમણ સંસ્કૃતિ સભ્યતા ધર્મના પ્રતિક છો. આધ્યાત્મ માર્ગમાં આપની ઘણી રિચ છે. શ્રમણ સંસ્કૃતિની રક્ષા એ આપનું પરમ ધ્યેય છે. સ્ક્રિન વાણી તથા અન ભક્તિનું મહત્વ છે વિદ્યા, વિનય, વિવેક, અને સાધુ જીવનની સૌમ્યતા આપનામાં ભરેલી છે. જીવોની રક્ષા કરવી એ આપનું લક્ષ્ય છે, ઈન્સાનમાં આવી માનવતાનું દર્શન કરાવવું. પાશવી પ્રવૃત્તિઓ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, લોભ, મોહ, માયા, મત્સર, વિગેરે અઢાર પાપ સ્થાનક જીવનમાંથી હટાવીને સદ્કાર્ય ધર્મ કાર્યમાં લોકોને પ્રવૃત્ત કરવા. ઉપદ્યાન, તપ, જૈન ધર્મ, વિદ્યા પ્રચાર, જાતી સુધાર, દહેજ મનાઈ ભુત અદ્ભુત, ઉંચ નીચ, અસ્પૃશ્યતાને દૂર કરીને દરેક જીવને સદાચાર, સમભાવ, સમાજવાદ, મૈત્રી ભાવ, તથા ધાર્મિક પંથે વાળવા પ્રયત્નશીલ રહેલા છો. આપશ્રી અનેકાન્તવાદ ધર્મના પ્રખર હિમાયતી છો. વનની સુરક્ષા માટે આયુર્વેદનો ઉપદેશ સ્વાસ્થ્યના નિયમોની જાણકારી, સ્વદેશી વસ્તુઓનું ગ્રહણ કરવું ખાદી પ્રચાર, દેશ ભક્તિ, પ્રભુ ભક્તિ, સાધર્મિક સેવા. જાની ભાવ મિટાવીને વિગેરે સમાજ તથા ધાર્મિક ઉપયોગી અનેક કાર્યો કરાવીને રાષ્ટ્રના કલ્યાણકારી કાર્યોમાં ધનિક તથા ધાર્મિક વર્ગને અગ્રેસર બનાવવો. દરેક ગામમાં પાઠશાળા, કન્યા વિદ્યાલય, જૈન ધર્મ વિદ્યાલય, છાત્રાલય, ગુરુ કુળ, પરબ, હોસ્પીટલની સ્થાપના કરવી વિગેરે જન ઉપયોગી કાર્ય કરાવવું અને ઉપરોક્ત દરેક કાર્યમાં રૂચિ રાખવી એ શ્રીપર્ક સ્વાસ સહિર નિકાવાગુજરાતી વિભાગ FOOT FORG Jain Education International આપનું કર્તવ્ય છે. નમસ્કાર મહામંત્રની આરાધના કરવી કરાવવી આપનું પરમ લક્ષ્ય છે. આટલું મહત્વપુર્ણ કાર્ય કરવા છતાં પ્રાતઃકાલ ઉઠીને પ્રભુ સ્મરણ, નમસ્કાર મહામંત્રનું આરાધન, સ્વાધ્યાય સુત્રો, ધાર્મિક ગ્રંથોનું અધ્યયન, મૌન વ્રત, બપોરના ટાઈમે અધ્યયન કરવું શિષ્યોને ભણાવવા અને જ્ઞાની વિદ્વાનો સાથે ધર્મની ચર્ચા તથા પર્વના દિવસોમાં ઉપવાસ આયંબિલની તપશ્ચર્યા વિગેરે અનેક સ્વકલ્યાણની ક્રિયાઓ પણ કરો છો આમ આપ, સ્વ પર કલ્યાણના પરમ હિતેચ્છુ છો. એ સંઘ તથા સમાજના, તથા રાષ્ટ્રના અભ્યુદય ઉત્થાન અને ઉત્કર્ષ માટે આર્નિશ જાગૃત એવા આપશ્રીને પુજ્ય ગુરુદેવ રાજેન્દ્રસૂરિની સતત પ્રેરણા તથા શાસન દેવની સહાય મળતી રહે એજ મનો કામના. '' આપ શાસક પ્રભાવક છો. આપે કેટલાંય જિન મંદિર તથા ગુરુમંદિર વિગેરેની પ્રાણ પ્રતિષ્ઠા તથા અંજનશલાકા કરાવી છે. ઉપધાન, છરી પાર્ક સંઘ, ધાર્મિક શિબિર, નમસ્કાર મહામંત્રનું આરાધન, ચાતુર્માસ દરમિયાન ભા. તપની આરાધના, મંદિરો તા. નીર્થોના જિર્ણોદ્વાર વિગેરે અનેક ધાર્મિક લોકપયોગી કાર્યો કરાવ્યા આમ આપે ભારતભરમાં લગભગ ૮૦૦૦૦ (એસી હજાર કીલોમીટર નો) પગપાળા (પગે ચાલીને) પ્રવાસ કરી ભગવાન મહાવીરનો સંદેશો ઘેર ઘેર પહોંચતો કર્યો અને પૂજય ગુરુદેવ રાજેન્દ્રસૂરિનું નામ લોકોના હૈયામાં મઢી દીધું. ધન્ય છે આપના પ્રભાવશાળી જીવનને (અનુસંધાન પાના ૪. ૨૭ ઉપરથી) રહ્યા છો, અને હું આપશ્રીનો શિષ્ય હોવા છતાં આપશ્રી મને ઉંમરની દૃષ્ટિથી વડીલ તરીકે માની આપશ્રીનું વ્યક્તિગત કોઈ કાર્ય કરવા દેતા નથી તે આપશ્રીની મહાનતા છે. આપશ્રી સાથે આઠ ચોમાસા થયા અને છે. ચોમાસા પૂ. મુક્તિર્ય વિજય સાથે કરવાનો પ્રસંગ આવ્યો. મારી ફરજ શિષ્ય તરીકે આપશ્રીની સેવા કરવાની છે. પણ તે ન કરવા દેવી તે આપશ્રીની મહાનતા છે પણ હું તો આપશ્રીનો ઋણી છું. તેવી જ રીતે મારા વડીલ અને લઘુ ગુરુ ભ્રાતાઓ મારી સાથે વડીલ તરીકેના સંબધ સાચવે છે તે પણ તેઓશ્રીની પણ મહાનતા છે. આપશ્રીએ મને આપશ્રી સાથે રહેવાનું કહ્યું છે તો મારી પણ ભાવના આપશ્રી સાથે રહેવાની છે અને તે માટે મારી ટુંકી ઉંમરમાં મારું શ્રેય કેમ થાય તે જવાબદારી આપશ્રીની છે માટે મને યોગ્ય માર્ગદર્શન આપી મારૂં કલ્યાણ ક૨વામાં સહાયભૂત બનશો તેવી ખાત્રી છે, મારી અત્યાર લગી આપશ્રી સાથે રહેતાં કંઈ પણ ભૂલ અવિનય થયો હોય તો માફી ચાહું છું અને આપશ્રી માફી આપજો. વડીલ યા લઘુ ગુરુ પાતાઓ પ્રત્યે કોઈ પણ જાતનો દુર્ભાવ થા અવિનય થયો હોય તો માફી ચાહું છુ અને તેઓશ્રી મને માફ કરશે. · આપશ્રીની નિશ્રામાં રહી સમાધિ મરણની પ્રતીક્ષા કરૂં એવી ભાવના નમસ્કાર મહામંત્રની આરાધના અને આપશ્રીના આશીર્વાદ થી જરૂર સફળ થશે એવી આશા રાખું છું. સાધુ યા સાધ્વી સમાજમાં પણ મને જે કોઈ સહાયભૂત બન્યા હોય તેમનો હું ઋણી છું. આપશ્રી બધા કાર્યો કરવામાં સફળતા પ્રાપ્ત કરો અને આપશ્રી દીવધુ ભોગવી તેવી અભિલાષા સેવું છું verb e ૩૬ For Private & Personal Use Only माया देखत फँस गया, देह रूप कंकाल । जयन्तसेन जग में वह रहा सदा कंगाल || www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy