________________
કર્મ વચ્ચે કેવું યુદ્ધ જામે છે. છેવટે અનંત શકિતત આત્મા કેવા પ્રકારનાં પરિણામેથી બળવાન કર્મોને કમજોર બનાવી પોતાના પ્રગતિ માર્ગને નિષ્ક ટક બનાવે છે, કયારેક કયારેક પ્રગતિશીલ આત્માને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે, કયા કર્મને બંધ, ઉદય કઈ અવસ્થામાં અવયંભાવી, અને કઈ અવસ્થામાં અનિથત છે, આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક ગુણોના આચ્છાદક કર્મને કયા કમથી હટાવી શકાય, જીવ કર્મફળ સ્વયં ભગવે છે કે ઈવરાદિ અન્ય કોઈની પ્રેરણાથી, સર્વથા કર્મ સંબંધથી સદાના માટે રહિત આત્માઓ કરતાં અન્ય કંઈ પણ વિશેષતાવાળી અન્ય કોઈ વ્યકિત હોઈ શકે ખરી? હોઈ શકતી ન હોય તે નહિ હોવાનું કારણ શું? એક જીવે બાંધેલ કર્મ અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરાં? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નનું સંતોષકારક બુદ્ધિગમ્ય સુખદ સમાધાન તથા શરીર-વિચાર અને પાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શકિતથી તેને યોગ્ય અણુસમૂહો ખેંચાય છે? આકર્ષિત તે અણુસમૂહોમાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવ પ્રયત્ન અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો કેવી રીતે ભાગ ભજવે છે? પ્રાણી માત્રની શરીર રચના, વિવિધ ચૈતન્યશકિત, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઈન્દ્રિયોની જૂનાધિકતા, ઈન્દ્રિયો આદિ સંયોગે હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખ-દુ:ખનાં સંયોગોની અનુકૂળતા, આત્મબળની હાનિ-વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતા, કર્મસમૂહને હટાવવા જૈન ધર્મના આરાધકોમાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતોને હૃદયગમ્ય ખુલાસો જૈનદર્શન-કથિત કર્મ વિજ્ઞાન દ્વારા જ મળી શકશે. જૈન દર્શનમાં કર્મવાદનું સ્થાન:
કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જેનદર્શન તે માત્ર કર્મવાદી જ છે. પરંતુ માત્ર કર્મવાદી જ છે, એમ માની
લેવું તે ભૂલ ભરેલું છે. કેમ કે કાર્યની ઉત્પત્તિમાં જૈનદર્શન એકલા કર્મને જ કારણ માનનાર નથી પરંતુ કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરુષાર્થ એ પાંચે સમવાયી કારણોને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને આવી ભ્રામક માન્યતા ઉભવવાનું મુખ્ય કારણ એ છે, કે ઉપરોકત પાંચ કારણો પૈકી કર્મનું સ્વરૂપ, શેષ ચાર કારણો કરતાં અતિ વિશાળ રૂપે જેન શાસ્ત્રમાં વર્ણવાયેલું જોવામાં આવે છે અથવા પ્રચલીત છે. કર્મવાદની સિમિત જાણકારી
વર્તમાન જૈન આગમમાં તે કર્મવાદનું સ્વરૂપ અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે. કર્મવાદનું મૂળ તો જૈનદર્શનમાં, લુપ્ત થયેલ દષ્ટિવાદ નામના બારમા અંગના ચૌદ પૂર્વવાળા ચેથા પૂર્વમાં છે. તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વ પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારો પરંપરાએ ઉતરી આવેલ છે અને સંઘરાઈ રહ્યા છે. ઉપરોકત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલ કર્મવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાદનું સ્વરૂપ સંપૂર્ણપણે તો નહિ, પણ અમુક અંશે તો જાણી સમજી શકાય છે. વર્તમાન કાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન એ કર્મવાદ અત્યંત વિશાળ બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે.
કર્મ સત્તા ઉપર વિજય મેળવીને જીવે પરમાત્મ પદ પ્રાપ્ત કરવા માટે ધર્મતત્ત્વની અદ્ભુત શકિતઓને ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તેનું સચોટ પ્રતિપાદન જૈનદર્શનમાં સરળ અને સુંદર રીતે સમજી શકાય તેવી રીતે કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ દશ્ય જગતની રચના કોણ કરે છે? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકીકત પણ જૈન દર્શનકથિત આ કર્મવાદ ઉપરથી વાસ્તવિક રીતે સમજી શકાય છે.
૩૨
રાજેન્દ્ર જયોતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org