________________
કર્મવાદની સામાન્ય રૂપરેખા
] લેખક : શ્રી ખૂબચંદ કેશવલાલ પારેખ (વાવ, બનાસકાંઠા)
ત્ર માનવની જ નહીં પરંતુ જીવમાત્રની દરેક પ્રવૃત્તિના
આ મૂળમાં સુખ કે પ્રસન્નતાની પ્રાપ્તિની જ ભાવના રહેલી હોય છે એ નિર્વિવાદ સત્ય છે. પ્રત્યેક જીવ, આ પ્રકારની પ્રવૃત્તિ પોતાની પરિણતીની આધારશીલા પર સ્વ- ક્ષયોપશમના સહારાથી કરે છે. આવી પ્રવૃત્તિ અને પરિણતી જેટલી ‘યથાવત’ સ્વરૂપે સમજવી જરૂરી છે એના કરતાં પણ વધુ સ્પષ્ટ રીતે આવી પ્રવૃત્તિ તથા પરિણતીના ઉદ્ભવ, ઉદય, પ્રભાવ તથા પરિણામની પરંપરાના મૂળ કારણ રૂપ ઑપાર્જીત કર્મ તથા અન્ય કર્મના સિદ્ધાંતને સર્વાગીણ રૂપે સમજવું જરૂરી છે. કર્મવાદની સર્વાગીણ સમજથી દરેક મનુષ્ય પોતાના વ્યવહારિક, ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં-વ્યવહારમાં શાંતિ-પ્રસન્નતા અને મૈત્રીને મધુર આનંદ અનુભવવા સમર્થ બને છે. આટલું જ નહીં પણ આવી સાચી સમજણથી, સમતાભાવની જાગૃતિથી સાંસારિક અને આત્મસાધનાની પ્રવૃત્તિમાં સંવાદિતાની સમતુલા પ્રાપ્ત થાય છે. આ સમતુલા, આત્માના કર્મ સાથેના સંબંધથી પેદા થતી પ્રવૃત્તિ અને પરિણામેની સાચી સમજણ માટેની સારાસારની વિવેકબુદ્ધી તથા ક્ષમતાનું સર્જન કરે છે.
આજને માનવ પૃથ્વીનું પરિભ્રમણ કરનાર સ્થળચર જ નથી રહ્યો; પરંતુ વિજ્ઞાને કરેલી યાંત્રિક શોધાના પરિણામરૂપ નૈતિક સાધનેની સહાયથી આધુનિક વર્તમાન યુગનો માનવ, સાગરના પેટાળના અતલ ઊંડાણમાં જઈને પણ, ધરતી પરના, સર્વ સાધનયુકત મહેલમાં જે મોજમજા માણે છે તેવી જ, મેજ અને આનંદ માણી શકે છે. આજને માનવ ધરતી પર રહીને જે રીતે અનેક પ્રકારની ઉપભેગની સામગ્રીને “આનંદ” લૂંટે છે એ જ રીતે અથવા એથી પણ અદકેરી ઉપભેગની સામગ્રીને ઉપગ આકાશમાં ઉડતાં ઉડતાં પણ કરી શકે છે. આ બધી વિજ્ઞાનની દેન અને ભેટ છે. ગઈકાલે જે દિવાસ્વપ્ન લાગતાં હતાં તે આજની અનુભૂતિ બની ગઈ છે. આજે જે અવાસ્તવિક કલ્પનાઓ લાગે છે તે આવતી કાલે વાસ્તવિકતા નહીં બને એમ કહેવાની હિંમત કરવી કે કહેવું એ આજના સમયમાં સમુચિત નથી જ. આવી ‘સુખદ’ નૈતિક સિદ્ધિઓનું શ્રેય આજના વિજ્ઞાનવાદ સિવાય બીજું કોઈ લઈ શકે તેમ નથી. આ વાસ્તવિકતા કોઈને ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ છે અને રહેશે એમાં શંકાને સ્થાન નથી.
આ નક્કર વાસ્તવિકતા સાથે એ પણ એટલી જ સત્ય હકીકત છે કે, આમ છતાં આજનું વિજ્ઞાન માનવને સુખ કે શાંતિનો અનુભવ કરાવવામાં તે શું પણ એને આભાસ કે ઝાંખી કરાવવામાં પણ સરિયામ રીતે નિષ્ફળ નીવડયું છે.
આજના વિજ્ઞાન પ્રાપ્ત કરેલી અનેક સફળતાઓ અને સિદ્ધિઓ માનવ માત્રને આશ્ચર્યમૂઢ બનાવી દે તેવી હોવા છતાં વિજ્ઞાનનું ક્ષેત્ર ભૌતિક ઉપલબ્ધિઓ પૂરતું જ સિમિત રહ્યું છે. વિજ્ઞાનનું આ એકાંગીપણુ માનવમાં રહેલા આત્માને કે આત્માના આલ્હાદ ને સ્પર્શી શકતું નથી જેના કારણે આવી અનેક સિદ્ધિઓ અને સફળતાઓ જીવને, માનવજગતને શાંતિ, શાશ્વત સુખ કે સ્વાશ્રયી પણ આપી શકતી નથી. વિજ્ઞાનની આ એક્ષમતામાં જ તેની નિષ્ફળતા અને પિકલતા (Hollowness) સમાયેલી છે.
સુખ અને શાંતિ સમતાયુકત ક્ષમતા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. આવી ક્ષમતા સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે સંસારમાં દરેક જીવને કર્મવાદની યથાર્થ સમજણ હોવી અનિવાર્ય છે. કર્મવાદની
યથાર્થ સમજણ જ આત્મશાંતિને માર્ગ પ્રશસ્ત કરી શકે તેમ છે. આવી સમજણથી આત્મસંવાદિતા દ્વારા હરકોઈ વ્યકિત પોતાની જાત પ્રતિનું જ નહીં પણ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને સમગ્ર જીવજગત પ્રતિનું તેનું ઉત્તરદાયિત્વ અદા કરવા શકિતમાન બને છે.
ભૌતિકવાદી દષ્ટિકોણથી જીવન વ્યતિત કરતો માનવ યા જીવ આત્માની અંદર રહેલી અનંતશકિતના સામર્થ્યને વિસરી જાય છે યા એનાથી અનભિન્ન રહે છે જેના કારણે સ્વોપાર્જીત કર્મોથી તેના આત્માને આવરતા કર્મના સ્વરૂપ તથા બંધનાથી અજ્ઞાત રહી તેની ઉપેક્ષા કરે છે. આ ઉપેક્ષાના ફળસ્વરૂપ અજ્ઞાન અને મિથ્યા પ્રવૃત્તિની આવી પરિણતીવાળો જીવ ઈદ્રિયજન્ય અનુકૂળતાઓ અને સુખમાં જ પોતાની રમણતા અને ઉદ્યમ રાખે છે. સ્વછંદતા અને સુખશીલતા એક જ સિક્કાની બે બાજુ છે. આવી પ્રવૃત્તિની સફળતાને પોતાના જીવનની સિદ્ધિ કે ઈતિશ્રી માની લે છે. આવી માન્યતા જીવને (માનવને) સ્વકેન્દ્રી (self - centered) બનાવે છે. આવું સ્વ-કેન્દ્રીપણું સ્વાર્થાભિમુખતાં લાવે છે. સ્વાર્થીભિમુખતા માનવમાં રહેલી આ સત સત ની વિવેકબુદ્ધિને યથાર્થ રૂપે કાર્યાન્વિત થવા દેતી નથી. અયથાર્થતાની આવી આસકિતથી આત્માના શાશ્વત મૂલ્યોને, નૈતિક તથા સામાજિક મૂલ્યોને કયાં તે દ્વારા થાય છે અથવા તે તેમાં અવાસ્તવિકતા આવે છે. અવાસ્ત વિકતા અને હાસ-ક્ષતિથી આત્માની પ્રવૃત્તિમાં ‘સ્વ-સ્વરૂપ” પ્રતિની પ્રિતી તથા નિષ્ઠામાં નિર્બળતા-પરાશ્રયીપણાની વૃત્તિ આવે છે. આ પરાશ્રયીપાશું પ્રત્યક્ષ વયવહારમાં અવ્યવસ્થાને આકાર આપે છે. જેના પરિણામે રાગ-દ્વેષ કષાય અને કલેશની પરિણતી સાકાર થાય છે. ફળ સ્વરૂપે માનવ માનવ વચ્ચેની મૈત્રીની શૃંખલા તૂટી જાય છે ને તેના સ્થાને અવિશ્વાસ અને વિષયવૃત્તિની વૃદ્ધિ થાય છે. આવી વિષમવૃત્તિઓને પ્રભાવ એક વ્યકિત સુધી સીમિત નથી રહેતો પણ સમાજમાં વ્યાપે છે. જેના પરિણામે પારિવારિક, સામાજિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ વિલુપ્ત થતી જાય છે. વૈયકિતક વિષમતાઓનું વિઘટન ન થતાં આ વિષમતાઓ કેવું વ્યાપક સ્વરૂપ ધારણ કરી વિનાશક પરિણામ લાવે છે તેનું આ સાક્ષાત ઉદાહરણપ્રમાણ છે.
આવી વિષમ વિકૃતિઓ આજના વિજ્ઞાનને પડકારતી ઊભી છે પણ આજ દિવસ સુધી વિજ્ઞાન આવી વિકૃતિઓ સામે લાચારી જ અનુભવી રહ્યું છે. આ નરાતલ સત્યને ઈનકાર કરવાનું સામર્થ્ય કોઈ પણ વૈજ્ઞાનિકમાં નથી.
વિરાટ ને વામન બનાવતા વિજ્ઞાનમાં એવું તે શું ખૂટે છે કે જેના કારણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોમાં આવી અસમર્થતા આવે છે?
આને જવાબ એક જ હોઈ શકે. આ જવાબ એ છે કે સર્વજ્ઞકથિત શાશ્વત સત્યોની ઉપેક્ષા અને અસત_
તની ઉપાસના, ઉપયોગ તથા અશાશ્વત મૂલ્યો પ્રતિની અજ્ઞાનમૂલક આસ્થા, આત્મા અને આત્માની અનંતશકિતઓની અસ્વિકૃતિ.
આત્મા અને એની અનંતશકિતઓનું ભાન કરાવતાં કર્મવાદના અજ્ઞાનના કારણે આજને માનવ-વિશ્વ અશાંત છે, દૈતિક સુખાની પ્રચૂરતા હોવા છતાં તેમાં પણ ઊંડે ઊંડે દુ:ખને અનુભવ થઈ રહ્યો છે.
ઈતિહાસ એવી અનેક હકીકતોને સાક્ષી છે; એટલું જ નહીં પણ આપણે ખુદ આપણાં રોજ-બરોજના જીવનમાં એ વાતને
વિ. નિ. સં. ૨૫૦૩
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org