________________
સાડાબાર વર્ષની ઉગ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલું અને કયું બાહ્ય તપ કર્યું તેની વાત હોંશે હોંશે કરનારાઓ પણ, એ સમય દરમ્યાન, દિવસે, ૫ખવાડિયાં અને મહિનાઓ સુધી આહારને ત્યાગ કરીને ભગવાને અપ્રમત્ત ભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત કરતા નથી - કોઈ વાર કદાચ કરે છે તે પણ શુન્યમનસ્કપણે. એટલે ભગવાને ઘોર ઉપસર્ગો સહન કર્યા એની વાત કરે ત્યારે પણ ભગવાનની પ્રબળ ઈચ્છા શકિત કે સહનશકિત જ એમની આંખ સામે તરવરે છે, ભગવાનની ઊંડી અંતર્મુખતા - આત્મલીનતા નહિ પરંતુ હકીકત એ છે કે પરિષહ, ઉપસર્નાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિ, ઊંડી અંતર્મુખતા કે આત્મલીન વૃત્તિના બળે, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણા સૌને અનુભવ છે કે આપણે કોઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે આજુ બાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધિર બની જઈએ છીએ. આપણા માથા ઉપર જ ટીંગાતા ઘડિયાળના ટકોરા પણ આપણને તે સમયે સંભળાતા નથી ! એ જ રીતે શરીરમાં કંઈ પીડા હોય તે પણ આવી જ કોઈ રસમય પ્રવૃત્તિમાં આપણે પરોવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું? તેમ “ધ્યાનાદિ અંતરંગ સાધનાના બળે જ્યારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે બહાર શરીરને શું થઈ રહ્યું છે એને બોધ આત્મલીન સાધકને હોતો નથી.”
આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે. (જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર શ્લેક ૯-૧૦). મહાવીર પ્રભુએ દારૂણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણ ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાને મુખ્ય ફાળે હતો - આ વાત જે ઉપદેશકોના હૈ ધ્યાન બહાર રહેતી હોય તે રોતાજને સુધી તે એ પહોંચે જ શી રીતે?
આના ફળસ્વરૂપે જેન સંધના સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટા ભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે, એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરિષહ - ઉપસર્ગ સહન કરવાના મનેરો જાગે છે; કિંતુ, કેવળ સહનશકિત અને ઈચ્છાશકિતના જોરે જ નહિ પણ ઊંડી અંતર્મુખતાના કારણે જ ઉપસર્ગો અને પરિષહીને સમભાવે પાર કરી જવાય એ તથ્યથી અજાણ હોવાના કારણે, પરની ચિતા મૂકી દઈ પ્રભુની જેમ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કોડ એને થતા નથી. પણ હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેંચ્યા વિના ચાલશે નહિ.
ત્યાગી વર્ગે પણ આજે માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન - મનન અને સાહિત્ય સર્જન કે ઉપદેશથી સંતોષ માનવો પરવડે તેમ નથી. સાધનાને હવે પ્રાયોગિક રૂપ અપાવું જોઈએ. શ્રમ
એ એ ભૂલવું ન જોઈએ કે જૈન ધર્મ નિર્દિષ્ટ સઘળીએ બાહ્ય- વી. નિ. સં. ૨૫૦૩
ચર્ચાનું લક્ષ ચિત્ત શુદ્ધિ, સમત્વને વિકાસ તથા ધ્યાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મદર્શન અને અંતે સ્વરૂપ રમણતા છે. “આત્મશાન અર્થે ધ્યાન આવશ્યક છે અને ધ્યાનની પૂર્વ તૈયારી રૂપે બાકીનું બધું, વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે છે. (ઉપમિતિ, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬) પૂર્વ તૈયારી : સ્વાર્થ વિસર્જન અને ચિત્ત શુદ્ધિ
પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને પછીથી એમની સાથે ઉમેરાતાં વ્રત - નિયમ અને ધાર્મિક અનુષ્ઠાને વ્યકિતના જીવનમાંથી વિચાર વર્તન ને સ્થૂલ અશુદ્રિએને દૂર કરીને ક્રમશ: સ્વાર્થવૃત્તિ, વાસનાઓ અને વિકારોને ક્ષીણ કરી તેના ચિત્તને નિર્મળ, શાંત અને ધર્મધ્યાનને યોગ્ય બનાવવા માટે છે. અર્થાત ધ્યાન સુલભ બને એવી મનેભૂમિકા ઘડાય એ આ સમગ્ર ચર્યાને ઉદેશ છે. વ્રત, નિયમ અને ધાર્મિક અનુષ્ઠાને પાછળ રહેલ આ હેતુ ખ્યાલમાં રહે, ‘તે જ', તેનું હાર્દ હાથમાં આવે.
વ્યવહારશુદ્ધિ અને ચિત્તશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડ પૂરાં કરવાથી કે શાસ્ત્રોકત અર્થાત પોતાના સંપ્રદાયને માન્ય દાર્શનિક સિ વાતની માન્યતાને મનમાં કટ્ટરતાથી ઠાંસી લેવા માત્ર જન થઈ જવાતું નથી. એ જૈન છે. કે જે કંદમૂળ નહિ ખાય'ની જેમ “એ” બેટું નહિ બોલે, એ અન્યાય - અનીતિ નહિ આચરે એ જૈન છે.” એવી છાપ પણ ઉપસવી જોઈએ.
મહાવીર પ્રભુના માર્ગને અનુસરવા ઈચ્છતી વ્યકિત માટે સૌથી પહેલો નિયમ એ છે કે તેણે ન્યાય, નીતિ અને પ્રામાણિક વ્યવસાયથી આજીવિકા રળવી. શ્રેયાથી અર્થાત માર્ગાનુસારી માટેના નિયમમાં આ પ્રથમ નિયમ છે અને, શ્રાવકના આગવ્રતમાં પહેલા અહિંસા વ્રતમાં એટલે જ નિયમ છે કે નિરપરાધ ત્રસ જીવને ઈરાદાપૂર્વક ન માર. ઉપલક દષ્ટિથી સામાન્ય લાગતા આ નિયમમાં મને વૈજ્ઞાનિક દષ્ટિએ ઊંડું રહસ્ય છુપાયેલું છે. વ્યકિતની, સમાજની, દેશની અને વિશ્વની શાંતિ, ઉન્નતિ, સુવ્યવસ્થા, અને આબાદીનું બીજ તેમાં રહેલું છે. કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને અશાંતિને ઉગમ વ્યકિતગત સ્વાર્થમાંથી છે. વ્યકિતને સ્વાર્થની પકડમાંથી મુકત કરી તેના અંતરમાં નિ:સ્વાર્થ વૃત્તિને ઉઘાડ કરવાની યોજના રૂપ આ અને તે પછીના અન્ય અણુવ્રત છે. જેની સ્વાર્થવૃત્તિ પ્રબળ હોય તે વ્યકિત અહિંસક ન રહી શકે. અહિંસાને મૂળ સ્રોત પ્રેમ છે. સ્વાર્થ આવે ત્યાં નિર્મળ પ્રેમ પાંગરી ન શકે. કોઈ વ્યકિત દેખીતી રીતે કંઈ હિંસા કરતી ન હોય પણ તેનું ચિત્ત સ્વાર્થથી અતિદૂષિત હોય તે તે સ્વાર્થપૂર્ણ અતિ મલિન "વિચારથી ખદબદતું રહેવાનું. જ્ઞાનીઓ આવી વ્યકિતની બાહ્ય
અહિંસાનું બહુ મૂલ્ય આંકતા નથી, અશુદ્ધ ભાવ એ જ પારમાર્થિક દષ્ટિએ હિંસા છે, હિંસા અહિંસાને આધારે માત્ર સ્થૂળ કર્મ નથી પણ આંતરિક વિવેક છે. અહિંસાનું લક્ષ તે નિર્વિક૯૫ ઉપ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org