________________
૫૪
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ
વરસ્વામીની શક્તિથી પોતાનો સાધુસમુદાય હવે સુપરિચિત થઈ ગયો હશે એમ વિચારી થોડા દિવસ પછી આચાર્ય ભગવંત પાછા ફર્યા. વરસ્વામી સહિત સૌને વિનયપૂર્વક ગુરુવંદન કર્યાં. ગુરુ મહારાજે તેમના સ્વાધ્યાય વિશે પૂછ્યું ત્યારે સૌ શિષ્યોએ બહુ ઉમળકાથી પોતાની સંતોષકારક પ્રગતિના સમાચાર આપ્યા. વળી શિષ્યોએ સ્વીકાર પણ કર્યો કે વજસ્વામી બાળક છે એમ માની શરૂઆતમાં તેમની અવજ્ઞા કરવાનો ભાવ હતો. પોતાની ભૂલ બદલ તેઓએ ગુરુ મહારાજ પાસે ક્ષમાયાચના કરી. તેઓએ કહ્યું, ‘વજસ્વામી ઉંમરમાં ભલે નાના હોય, પણ પોતાની જ્ઞાનશક્તિ વડે તેઓ સમસ્ત ગચ્છના ગુરુ થવાને પાત્ર છે. અમે સહુ આપને આપીએ છીએ એવું જ માન તેમને આપતા હતા. હવેથી અમારા વાચનાદના વજસ્વામી રહે તેવી આપને વિનંતી કરીએ છીએ
આવાં વાચનો સાંભળી ગુરુ મહારાજે પ્રસન્નતા અને ધન્યતા અનુભવી. એમણે શિષ્યોને કહ્યું, ‘વજ્રસ્વામી ભલે બાળક હોય, પણ તેઓ વિદ્યાવૃદ્ધ છે. માટે મારી અનુપસ્થિતિમાં હું હવે તેમને જ વાચનાચાર્ય તરીકે સ્થાપીને જઈશ.'
જૈનશાસનની પરંપરા પ્રમાણે વજ્રસ્વામીને કાયમ માટે વાચનાચાર્ય તરીકે નીમી શકાય નહિ, કારણ કે તેમણે ગુરુ મહારાજ પાસેથી વિધિસર વાચના લીધી નહોતી. તેઓ તો માત્ર પરોક્ષ રીતે શ્રવણ કરીને જ શ્રુત ભણ્યા હતા. એટલા માટે વજસ્વામીને વિધિસરની વાચના આપવાની આવશ્યક્તા હતી. વજસ્વામી જાણકાર હતા, એટલે ગુરુએ ‘સંક્ષેપાનુષ્ઠાનરૂપ ઉત્સારકલ્પ' (એટલે · સંક્ષેપમાં અનુષ્ઠાન કરાવી લીધું. તદુપરાંત પૂર્વે અપઠિન એટલે કે વજસ્વામીએ પૂર્વે નિત શીખેલું એવું પુતજ્ઞાન પણ અર્થસતિ શીખવાનું ચાલુ કર્યું. વજસ્વામીએ બાકી રહેલું શ્રુતજ્ઞાન બહુ ઝડપથી મહા કરી લીધું.
આ અધ્યયન દરમિયાન ક્યારેક એવું પર બનતું કે વધસ્વામીને ભણાવતાં ભણાવતાં અને તેમની સાથે ચર્ચા કરતાં કરતાં ગુરુ મહારાજની પોતાની કેટલીક શંકાઓ નિર્મૂળ થવા લાગી. આવું થવાનું એક કારણ એમ મનાય છે કે વજસ્વામી પાસે પદાનુસારી લબ્ધિ હતી. એટલે સૂત્રની શરૂઆત થાય ત્યાં જ વજસ્વામીને ગણધર ભગવંતોએ રચેલું મૂળ સૂત્ર આવડી જાય. ગુરુ મહારાજ પાસે શ્રુતપરંપરાથી પ્રાપ્ત થયેલો પાઠ હોય, એથી એમાં પરંપરાપ્રાપ્ત શ્રવણ-ઉચ્ચારણ દોષને કારણે કોઈક સ્થળે કાંઈક પાઠફેર થઈ ગયો હોય એવો સંભવ રહેતો. આવી કેટલીક શંકાઓનું સમાધાન વજ્રસ્વામીની પદાનુસારી લબ્ધિના કારણે થયું હતું.
ગુરુ મહારાજે દષ્ટિવાદ નામના બારમાં અંગનો જેટલો ભાગ પોતે જાણતા હતા તે પણ વજસ્વામીને શીખવી દીધો, કારણ કે વયંસ્વામીના વખતમાં બારણું અંગ લુપ્ત થવા લાગ્યું હતું.
ત્યારપછી એક વખત ગુરુ મહારાજ આચાર્ય ભગવંત સિંહગિરિ પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં કરતાં દસપુર નામના નગરે પધાર્યા. ત્યાં તેમણે જાણ્યું કે ભદ્રગુપ્ત નામના આચાર્ય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન છે. તેઓ દસ પૂર્વના જ્ઞાતા છે. વળી આર્ય સિંહગિરિના જાણવામાં આવ્યું કે તેઓ કોઈ સાધુને દસ
Jain Education International
પૂર્વ ભણાવવાની ભાવના ધરાવે છે, પરંતુ એવી કોઈ સુપાત્ર વ્યક્તિ તેમને હજુ સુધી મળી નથી, કારજા કે દસ પૂર્વ શીખવાં એ ઘણી જ કઠિન વાત હતી. આચાર્ય સિંહગિરિએ વિચાર્યું કે પોતાના શિષ્ય વજસ્વામી પાસે પદાનુસારી લબ્ધિ છે. તેથી તેઓ અવશ્ય દસ પૂર્વ બહુ ઝડપથી ભત્રી લેશે. પોતાના બીજા કોઈ શિોમાં એટલી શક્તિ જણાતી નહોતી. આમ વિચારી આચાર્ય સિંહગિરિએ વિદ્યાપ્રાપ્તિ અર્થે વજસ્વામીને ભદ્રગુપ્તાચાર્ય પાસે મોકલ્યા. વજ્રસ્વામીએ ઉજ્જયિની નગરી તરફ વિહાર કર્યો.
આ બાજુ એવી ઘટના બની કે ભદ્રગુણાચાર્યને એક શુભ સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં કોઈ અતિથિએ આવીને પોતાના હાથમાં રાખેલા પાત્રમાંથી ખીરનું પાન કર્યું અને પરમ તૃપ્તિ અનુભવી. પ્રભાતે ભદ્રગુપ્તાચાર્યે સ્વપ્નની વાત પોતાના શિષ્યોને કહી. તેમણે શિષ્યોને કહ્યુંકે ‘આ સ્વપ્નનો સંકેત મને એવો લાગે છે કે કોઈ બુદ્ધિમાન તેજસ્વી મુનિ અતિથિ રૂપે આવીને મારી પાસેથી દસ પૂર્વનાં સર્વ સૂત્રો અર્થ સાથે શીખી લેશે.'
સ્વામી વિર કરતાં કરતાં વધની નગરી પાસે આવી પહોંચ્યા. નગરીની બહાર રાત્રે રોકાઈને પ્રભાતે તેઓ ભદ્રગુપ્તાચાર્યના ઉપાશ્રયે જવા નીકળ્યા. તેઓ ઉપાશ્રય તરફ ચાલી રહ્યા હતા. બરાબર તે જ વખતે ઉપાશ્રયમાં બિરાજમાન ભદ્રગુપ્તાચાર્યને દૂરથી જાણે તેજના પુંજ જેવું કોઈ આવતું હોય એવું જણાયું. ત્યાર પછી જાણવા મળ્યું કે કોઈ બાલમુનિ ઉપાશ્રય તરફ આવી રહ્યા છે. એ સમયે વજસ્વામીની એક તેજસ્વી બાલમુનિ તરીકેની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. એટલે આવનાર મુનિની દેદીપ્યમાન આકૃતિ જોઈને તે વજસ્વામી જ હોવો જોઈએ એવી તેમને ખાતરી થઈ. વજસ્વામીને આવકારવા ભાચાર્ય બહુ આતુર થઈ ગયા. વજસ્વામી જેવા પાસે આવી પહોંચ્યા કે વંદન કરવાનો સમય પણ તેમને આધ્યાવિના ભગુભાચાર્યે બાલમુનિને ઊંચકી લીધા. પોતાના ખોળામાં બેસાડ્યા. અત્યંત વાત્સલ્યભાવ દર્શાવ્યો. પછી કુશળ સમાચાર પૂછ્યા. તે પછી વજ્રસ્વામીએ વિનયપૂર્વક વંદન કરીને કહ્યું, ‘ભગવંત, મારા ગુરુ મહારાજની આજ્ઞાથી અહીં આપની પાસે હું દસ પૂર્વનું અધ્યયન કરવા આવ્યો છું. માટે કૃપા કરીને મને એની વાચના આપશો.’
આવી સુપાત્ર વ્યક્તિ મળતાં ભદ્રગુપ્તાચાર્યના હર્ષનો કોઈ પાર રહ્યો નહિ, કારણ કે સુપાત્રના અભાવે સમગ્ર જૈન સમાજમાં દસ પૂર્વનું જ્ઞાન લુપ્ત થતું જતું હતું. દસ પૂર્વના જ્ઞાતા એક માત્ર ભદ્રગુપ્તાચાર્ય જ હવે વિદ્યમાન હતા. તેમણે વજસ્વામીને અત્યંત ભાવથી અને ઉલ્લાસપૂર્વક દસ પૂર્વનું અધ્યયન ચાલુ કરાવ્યું.
કેટલાક સમય પછી અધ્યન પૂર્ણ થતાં ભદ્રગુણાચાર્યની અનુજ્ઞા લઈ વજસ્વામી સિંહગિરિ આચાર્ય પાસે પાછા આવ્યા. ગુરુ મહારાજને પોતાના શિષ્ય દસ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા તેથી અત્યંત આનંદ થયો, કારણ કે પોતાના કરતાં પોતાના બાલ શિષ્ય ઘણી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે સમારંભ યોજાવીને વસ્વામીને દસપૂર્વી અથવા દસપુર્વધર તરીકે વિધિસર જાહેર કર્યા. દસપૂર્વધરની માન્યતા મળતાં જ તે અવસરે મંકદેવોએ વજસ્વામી
જ
For Private & Personal Use Only
www.jainelibrary.org