________________
વિનય
ડૉ. રમણલાલ ચી. શાહ
જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈ પણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂનો ઘણો તરીકે ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનય ગુણની મીમાંસા વિવિધ દષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસના ચણતરના પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે વિનયગુણ જીવમાં હોવો અનિવાર્ય મનાયો છે.
‘દ્વત્રિશદ્ધાત્રિશિકા'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ॥ ..
વિનય કર્મોનું ત્વરિત વિનયન કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે એમ જ્ઞાનીઓ કહે છે.
વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિનય. ‘નય' શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર, વિ. એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે ‘વિશેષપણે સારું વર્તન.' એનો બીજો અર્થ થાય છે “સારી રીતે દોરી જવું,’ ‘સારી રીતે રક્ષણ કરવું', જીવન-વ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, નિર્દભતા, નિરભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. સાચો વિનય વશીકરણનું કામ કરે છે.
‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે
(૧) વિશેન નતીતિ વિનાઃ |
જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.
(૨) વિનીયતે-ગાની કર્મ વેન સ વિનાઃ |
જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.
(૩) પૂ૫ બાવરઃ વિનાઃ | પૂજ્યો પ્રત્યે આદર એ વિનય.
(૪) ગુorઘપુ નીચેરિઃ વિનાઃ |
ગુણાવિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય.
(૫) રત્નત્રયવસ્તુ નીવૈવૃત્તિઃ વિનાઃ |
રત્નપત્ર (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય.
(૬) વાવ-વિનયનંઃ વિનાઃ | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (૭) વિશષે વિવિધ વા નો વિનાઃ | વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય.
જે કમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય.
विनयति क्लेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः ।।
આઠ પ્રકારનાં ક્લેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય.
अनाशातना बहुमानकरणं च विनयः । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય.
જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ જીવનમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ઘર્ષ મૂનમૂતા વંટના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખતે નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને નમો પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં પદને નમસ્કાર છે અને પદમાં રહેલા ગુણોને નમસ્કાર છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પોતાના કરતાં નીચેના પદવાળી વ્યક્તિને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ઉવન્નાયા પદ બોલે અને નમો નો સર્વસાહૂણં પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે. કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિના રહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org