SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ustedesesodesesteststestestroteskestustedestestesestestestedestestestostestestestostestede dedestestede desteste se stesse sostes k સૂરિ જ્ઞાન ભંડારના સંગ્રહની પ્રત પરથી કરલે શ્રી નાહટાને અનુમાન મુજબ આ રાસની બીજી પ્રત કલકત્તાના એક સંગ્રહમાં પણ છે, પણ દુઃખની એ વાત છે કે, “શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસ'ની ન તે મૂળ પ્રતે મળી છે કે ન આ કૃતિ અગે માહિતી મળી છે. આ રાસની અન્ય પ્રતે મળે તે શુદ્ધ પાઠ તૈયાર કરી શકાય. આમ છતાં, આ રાસ પરથી કરેલી કેટલીક વિગતોની સંક્ષિપ્ત તારવણી આ પ્રમાણે છે: પ્રારંભમાં, કવિશ્રીએ “ભૂજ (કચ્છ)ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મ ગ રૂપે યાદ કરે શ્રી ધર્મમૂર્તિસૂરિના પટ્ટધર ક૯યાણસાગરસૂરિનું શુભ નિર્વાણુરાસ રચું છું.” તેમ જણાવેલ છે. લાડાના શ્રીમાલી નાનિંગ કોઠારીનાં પત્ની નામિલદેની કુક્ષિથી સં. ૧૬૩૩ વૈ. સ. ૬ ના કેડનકુમારને જન્મ થયેલે. પહેલી ઢાળમાં કેડનકુમારની દીક્ષા પછીની વિગતો આ પ્રમાણે છે : શ્રી ધર્મમૂર્તિસૂરિ પાસે કેડનકમારે ૧૪ર માં દીક્ષા લીધી. બાલમનિ શ્રી કલ્યાણસાગરજી વિદ્યાવંત, વિવેકી અને બુદ્ધિશાળી હતા. બાળ છતાં સંવેગી વૈરાગી હતા. તેમનો દેહ સુકેમળ તેમ જ સુવર્ણ જેવો તેજસ્વી હતો. સં. ૧૬૪૯ માં તેમને આચાર્યપદ અપાયેલ મહેતા ગોવિંદજીએ આડંબરપૂર્વક મહોત્સવ કરેલે. શ્રી કલ્યાણસાગરસૂરિ વીસ વર્ષની યુવાન વયમાં જ “યુગપ્રધાન, ભટ્ટારક' જેવા માનવંતા બિરુદથી પ્રશંસાતા હતા. તેમણે વસુધા પર વિચરી અનેક જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી. અનેક રાજાઓને પ્રતિબક્યા. તેમના ઉપદેશથી શત્રુંજયાદિ તીર્થોના સંઘે નીકળ્યા હતા. તેઓએ શિષ્યોને કયાધ્યાય, વેણારીસ (વાચનાચાર્ય) ઇત્યાદિ પદે આપી ગ૭ની શોભા વધારી હતી. તેઓએ અનેકને લઘુ અને વડી દીક્ષા આપી હતી. અનેકને વ્રતધારી શ્રાવકા બનાવ્યા હતા, તથા અને કેને આલેચના આપી ભવસમુદ્રથી તાર્યા હતા. તેમના દર્શનથી વેતાંબરે તેમ જ દિગંબર પણ સંતોષ પામતા હતા. ખંભાતમાં મુનિ શ્રી અમરસાગરજીને સૂરિપદથી અલંકૃત કરેલા. અમરસાગર સરિના પદ-મહોત્સવમાં અજાહરાના દેશી લહુએ ઘણું ધન ખરચેલું. ત્યાંથી તેઓ દીવબંદરે ચોમાસું રહ્યા. ચોમાસા બાદ ભૂજ સંઘના તથા રાજાના આગ્રહથી અને આદરથી ઘણુ સાધુઓ સાથે તેઓ કરછ પધાર્યા. રાજ અને સંઘે ભાવપૂર્વક ભવ્ય સામૈયું કરેલું અને નગરમાં પધરાવ્યા. આગ્રહપૂર્વક બીજા વર્ષે પણ તેડાવ્યા અને ઘણું સંઘે દર્શનાર્થે આવ્યા, તેમ જ ઉદારતાપૂર્વક મહોત્સવ આદિમાં ઘણું ધન ખયું . કવિ કહે છે કે, “પર્યુષણ પર્વ પણ ખૂબ જ આરાધનાપૂર્વક પસાર થયા. પણ, આ સુદ તેરસના જે હકીકત બની તે શાક તજીને સાંભળે. જેમના યશને ચંદ્ર કિરણ રૂપે જગમાં ગાતો હતે, એવા શ્રી કલ્યાણસાગરસૂરિએ સંઘને પિતાની પાસે તેડાવ્યા. પ્રથમ પિતાના પટ્ટધર સમેત મુનિઓને શીખ આપી : “વત્સ ! દરેક મુનિઓ પર સરખી દષ્ટિ રાખજે. વચનથી પણ કોઈને દુભવશે નહિ. તેથી ગરછ ખૂબ જ સારી રીતે ચાલશે. તુજ વચને સંભળાવે તે પણ મન માં ઉપશમ ધરજે દરેક કામ વિચારીને કરજે. શુભ કાર્યોમાં નિર્ભય અને ટેકવાળા હો. હે મુનિએ ! તમે ગુરુની આજ્ઞામાં રહેજે. પંચાચાર સારી રીતે પાળજે. હે સંધ! તમે સૌ અધ રીતે જિન ધર્મને માનજે. હમણાં જેમ આજ્ઞા માને છે, તેમ સાધુઓને માનશે, તે શાસનશોભા વધશે.’ ' સૂરિજીની ઉપરોક્ત શીખ બધા સાંભળી રહ્યા હતા. બધાનાં મનમાં થયું કે, આજે ગુરુદેવ કેમ બધાને સાથે સમજાવે છે ? શ્રી સંઘે પ્રશ્ન પૂછતાં ગુરુએ કહ્યું: ‘આજે અંગકૂરણના જ્ઞાનથી તેમ જ થી શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ3DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy