________________
Geets] odશ્ન.
GUsevises-slassl-desses...q-lefterferest:/૪
જી .
s>sl»lesless-solossis .ssed sesses »[... - કહે ધર્મ મુનિના ને એના વેણ વિચારે, બે ઉપવાસે પારણાં અશી આંબિલ ધારે. લાવી આપે દઢધર્મા ત્યાં ખાનપાન જે, અંત:પુરમાં રહ્યો છતાં આચરે શીલ એ. ૧૪ નવા ખડ્ઝની તીક્ષ્ણધારથી કર્મો કાપે, મોહ, કામ, ભવ તણાં સગાંને છેટે થાપ; બાર વર્ષને અંતે આયુષ પૂર્ણ કરે છે, દેવલોક પાંચમે કુંવર શિવ દેવ બને છે. ૧૫ કઈ માતાને પેટ જીવ એ જન્મ પામશે ? કયા પિતાનો વંશ એહથી શોભા ધરશે ?ત્રાષભદત્ત છે શેઠ ધારિણી પત્ની નામી, ત્રિલોકને આનંદપ્રદ સુત જંબૂસ્વામી. ૧૬ ઊડ્યા દેવ અનાઢય એહ હરખે નાચે છે : ધન્ય, ધન્ય અમ કુળ પુત્ર એ જન્મ ધરે છે. વિમાન પરથી ચવ્યો ધારિણી-ઉદરે આવ્યા. સ્વપ્ન આવતાં ઋષભદત્તને હરખ ન માયો. ૧૭ જમ્પો સુત દસ દિશા મહીં અજવાળાં કરતો, જંબૂ સ્વામી નામે ગુણ-ગણ સઘળા ગ્રહો;
આઠ વર્ષનો થતાં આશરો ગુરુનો લે છે, - વિરાગ પામી બ્રહ્મચર્યને નિયમ ધરે છે. ૧૮
યૌવન આબે કન્યા કેરાં માગાં આવે; બીજા ઉંમરલાયક દુહિતા તહીં ભળાવે; ‘આમ કરીશું, તેમ કરીશું” એમ પટાવે, ‘સાંજે પરણી સવારમાં વ્રત છો લે’ કહાવે. ૧૯ ટાળે નહિ માતાની આજ્ઞા : પરણી ભાવે; આઠે કન્યા એક સાથે પરણી ગૃહ આવે. આઠે મૃગનયનીને સમજણ દેવા બેઠો; પ્રભવ ચાર પાંચસે ચોર સહ ત્યાં તવ પેઠો. ૨૦
એ શ્રી આર્ય કયાણગમસ્મૃતિગ્રંથ હિDE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org