________________
- -
-
- 9 -
S
a
ndeshnews
કoy & seedહew૪૮પ
જબૂસ્વામી ચરિત
(પદ્યાનુવાદ)
(કાવ્ય કિંવા ળા છંદ ) જિન ચોવિસ અને ગુરુતણે ચરણ નમીને, જંબૂસ્વામીતણું ચરિત સુભગ્ય સુણીને, સરસ્વતીને સામે રાખી રચું કહાણીજંબુસ્વામી તણા ટૂંકમાં ગુણની વાણી. ૧ જંબૂઢીપે ભરતભૂમિમાં મુખ્ય નગર છે, રાજગૃહ કરી પૃથ્વી પર જે ધારું ખ્યાત છે. રાજ્ય કરે ત્યાં શ્રેણિક ભૂપતિ, જે પુરુષોત્તમ, એને મંત્રી અભયકુમાર શાણો ને સત્તમ. ૨ વર્ધમાન આવ્યા ત્યાં એક દિવસ વિહરતા, શ્રેણિક ચાલ્યા વંદવા ઘણી ભક્તિ ધરંતા, માર્ગે પળમાં મહારાજ કેવું ભાળે છે ! ભોગ તજી પ્રસન્નચંદ્ર, તપ નહીં કરે છે. ૩ ધન્ય ધન્ય એ માતા ! એ કષિને પ્રશંસના લળે. દુર્મુખ વચને ચળતાં ધ્યાને કુમાર્ગમાં પળે. ધર્મલાભ નવ કહે : થયો મુનિ, અભાગિયો ત્યાં, એ રંક અને રાય સહુ માને છે જયાં. ૪ વધમાનસ્વામીને પૂછયું શ્રેણિકે નમી : પ્રસન્નચંદ્રનું મરણ થતાં કયાં રહેશે જનમી ? મન જાણીને પ્રસન્નચંદ્રનું સ્વામી કહે છે : સપ્તમ નરકે જન્મ ધારશે નક્કી એ છે. ૫ બીજે પ્રશ્ન “મનુજ' ન બોલ્યા, ત્રીજે તો ત્યાં, દુદુભિ દેવતણાં વાગ્યાં, સુરવર ચાલ્યા જ્યાં, શ્રેણિક પૂછે : “હે સ્વામી ? કયાં એહ જાય છે?' કેવળમહિમા પ્રસન્નચંદ્રનો દેવ કરે છે.' ૬
શીઆર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org