________________
.
[૭૪]codebate obsceboosticedes.com.brotestoboosebeesweeeeee આચાર્ય દેવશ્રી ગૌતમસાગર સુરીશ્વરજી મ. સા. વિજય રાજયે આ રીતે દશ વાર બેલી પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ને “ અચલગચ્છાધિપતિ” અને “આચાર્ય તરીકે જાહેર કર્યા. આ રીતે દીર્ઘ સમયથી ચર્ચાતા પ્રશ્નને સુખદ અંત આવ્યો અને શ્રી પૂજેનાં નેતૃત્વને પડદો પડયો. પરમ ત્યાગી અને સમર્થ ગચ્છનાયક પ્રાપ્ત થતાં શ્રી સાધુ-સાવી સમુદાયમાં તથા શ્રી સંધમાં આનંદ વ્યાપી રહ્યો.
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તે પરમ ત્યાગી અને અનેક આત્માઓનાં દીક્ષાદાતા તારક ગુરુવર્ય હતા. નિત્ય તપસ્વી અને જ્ઞાનધ્યાનમાં લીન હતા. છેલ્લા કેટલાક ગચ્છનાયકે પૈકી શ્રી વિવેકસાગરસૂરિ શ્રી જિનંદ્રસાગરસૂરિને ગરછનાયક બનાવતી વખતે જ ગચ્છાધિપતિ અને સરિ તરીકે જાહેર કરાયા હતા. તેમણે ન તે વડી દીક્ષા
સ્વીકારી હતી, કે વડી દીક્ષા માટેના યંગ કર્યા હતા. તેમ જ ગ૨છને પ્રાણસ્વરૂપ સાધુ-સાધ્વી સમુદાય પણ તેઓની-શ્રીપૂજેની આજ્ઞામાં કેમ રહે? ત્યાગી નહીં, એવા શ્રીપૂજો જે આચાર્ય, સુરિ કે ગચ્છનાયક તરીકે જાહેર થયા, તે પરમ ત્યાગી અને અચલગચ્છના પ્રાણસ્વરૂપ અને સમર્થ કર્ણધાર પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. તે ગચ્છાધિપતિ અને આચાર્ય તરીકે જાહેર થયા, તે આપણું સંધના ઇતિહાસ માટે ગૌરવને જ વિષય કહેવાય. પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. સાહેબે ગરછમાં નવચેતના આણું. વિદ્યમાન અચલગચ્છને શ્રી ચતુર્વિધ સંઘ પૂ. દાદાશ્રીને કદાપિ ન ભૂલી શકે. - પૂ. દાદાસાહેબ શ્રી સંઘમાં જે જાગૃતિ આણી, તેમાં પિતાની આજ્ઞાવતી સાધુ- સાધ્વી સમુદાયમાં કરેલું જીવન ઘડતર એ મુખ્ય જાગૃતિ હતી. શરૂમાં સંવિજ્ઞ અને ત્યાગી તરીકે તેઓ એક જ હતા. તેમાંથી અદમ્ય પુરુષાર્થ આદરી શૂન્યમાંથી વિરાટનું સર્જન કરી દીધું. મુમુક્ષુ દીક્ષાર્થીઓને તથા સાધુ-સાધવજીના જીવનઘડતર માટે તેઓએ નિયમ નકકી કર્યા હતા. | નિયમ નં. ૧૫ મુજબ તેમ જ અનુભવીઓના કહેવા મુજબ પૂ. દાદાશ્રીએ હાજરી-નિયમ પત્રકો તૈયાર કરેલાં. તેઓનાં અજ્ઞાવતી સાધુ-સાધ્વીજીઓ તે પત્રક પૂરતાં. બાદ તે પત્રનું પૂ. દાદા ગુરુદેવશ્રી નિરીક્ષણ કરતા. આ નિયમમાં કેમ કચાશ છે ? અમુક ખાટલા સ્વાધ્યાય કેમ ન થયું ? ઇત્યાદિ અંગે પૂછતા. આલોચના આપીને તેને નિયમોમાં દૃઢ રહેવા માર્ગદર્શન–સૂચનાઓ આપતા. સંભવતઃ અહીં પ્રસ્તુત થતી કતિની નકલો કરાવી, તે વખતનાં સાધુ-સાધીજીએને પાઠવવામાં આવેલ હોય ! આ કૃતિથી પૂ. દાદાશ્રીના હૃદયમાં રહેલ ઉત્કટ ત્યાગ અને ત્યાગી સમુદાયમાં સંયમની અપૂર્વ જાગૃતિ અર્થે તેઓશ્રી ની પ્રેરણુ અને લગન સ્પષ્ટ સમજાઈ આવે છે. આવા પરમ યોગી, પરમ તારક પૂ. દાદાશ્રીને કેટ કેટ વંદના ! છે :- અહીં પ્રસ્તુત થતી “૩૮ સેનેરી શિખામણે” એ નામે આ કૃતિની મૂળ હસ્ત લિખિત પ્રત શ્રી અનંતનાથજી જન દેરાસર ( ખારેક બજાર ) મુંબઈના જ્ઞાનભંડારમાંથી મળી આવી હતી. પ્રત નં. ૩૨૦૪ છે." કુલ ૭ પત્ર છે પ્રતની હાલત સારી છે. આ પ્રત પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. પિતાને હાથે જ લખે છે. આ પ્રતનાં અંતિમ પત્રને બ્લેક આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ પ્રત
સ્થા સંવત કે કઈ તિથિમાં લખાઈ તે માહિતી મળી શકી નથી. અક્ષરશઃ અને શકયતઃ શુદ્ધ લખાણ આપવા પ્રયત્ન કરે છે. “સોનેરી શિખામણે' શીર્ષક મેં આપ્યું છે. - આશા છે કે આ કૃતિ અનેકને માટે પ્રેરણારૂપ બનશે.
- સંપાદક]
છેર શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org