________________
પાશ્વનાથ તીર્થ (શાંતાક્રુઝ) વિ. સ્થળોના જિનાલયના જિનબિંબ પ્રવેશ અંજનશલાક પ્રતિષ્ઠા, દવજદંડ શતાબ્દિ વિ. મહત્સવમાં સિવાય દીક્ષા મહોત્સવ સમુહ વરસીતપના અને ઉજમણાદિના મહોત્સવમાં તથા તીર્થોના નાના મોટા છરી પાળતા સંઘે, જ્ઞાનસત્રમાં પણ ઉપસ્થિત રહ્યા અને કચ્છ, રાજસ્થાન ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉગ્રવિહાર કર્યા. તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૦ માં રાયણમાં ભ. શ્રી મહાવીરદેવની ૨૫૦૦ મી નિર્વાણ સંવત્સરીની સ્મૃતિને યાદગાર મહોત્સવ, ૨૦૩૩ માં કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે શ્રી ક. દ. ઓ. જૈન મહાજન તરફથી અનંતનાથ દેરાસરમાં અને શ્રી ક. વિ. ઓ. દે. જૈન મહાજન તરફથી ભાતબજાર લાલવાડી, ઘાટકેપરમાં મહોત્સ, મુલુંડ-ભાંડુપમાં મહોત્સ, મુલુંડમાં કલ્પસૂત્ર (સચિત્ર) ગ્રંથનું ઉદ્દઘાટન, મુલુડમાં અંજન શલાકા–પ્રતિષ્ઠા, પરેલ, ગોરેગાંવ અને બોરીવલીના જિનાલયોના પ્રતિષ્ઠા આદિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિતિ, ૨૦૩૬ માં ડોંબીવલીમાં સમહર્ષીતપ પારણ મહોત્સવ પ્રસંગે નિશ્રા, તથા ત્યાંના સંપૂર્ણ આયંબિલ ખાતા પર ઉદાર દાન મળતાં “માતુશ્રી
પુરબાઈ ખીમજી ભુલા વીરા”ના નામ માટેના દાનની જાહેરાત વગેરે અનેક પ્રસંગે... ચાતુર્માસના સ્થળ:
સં. ૨૦૨૬ થી ૨૦૩૯ સુધીમાં અનુક્રમે બીદડા, મોટા આસંબિયા, બાડા, ભુજપુર, રાયણ, નવાવાશ, બાડમેર (રાજ.), ઘાટકોપર, (મુંબઈ શરૂ) માટુંગા, ગોરેગાંવ, મુલુંડ, માટુંગા, મહાલક્ષ્મી. ઉપરોકત કેટલાક મહેન્સના પ્રસંગે, ચાતુર્માસમાં, જ્ઞાનસત્રમાં, અને ચાતુર્માસિક રવિવારમાં પ્રવચને, જાહેર પ્રવચન દ્વારા સુંદર ધમપ્રેરણાનું અમપાન કરાવેલ છે. જ્ઞાનસત્ર અને શ્રી આ. ૨. જૈન યુવક પરિષદના માધ્યમથી યુવાનો અને બાળકોમાં ધાર્મિક-સંસ્કૃતિક જાગૃતિ આણેલ છે. વિદ્યાપીઠ, જ્ઞાનસત્ર વિ. ના અનુમોદનીય ફતે માટે સુંદર પ્રેરણા આપેલ છે. શિ :
વૈયાવચ્ચપ્રેમી મુનિશ્રી પુણ્યોદયસાગરજી, વિદ્વાન મુનિશ્રી કમલપ્રભસાગરજી, વૈયાવચ્ચે પ્રેમી મુનિશ્રી ધમપ્રભસાગરજી, ઉગ્ર તપસ્વીરત્ન મુનિશ્રી નયપ્રભસાગરજી, તેમજ ૨૦૩૯ ના દ્વિ. કા. સુ. ૭ ને તેઓના સાનિધ્યમાં બે મુમુક્ષુઓઃ મુમુક્ષુ કશેકુમાર, મુમુક્ષુ
લુકાશકુમાર દીક્ષા સ્વીકારનાર છે. તપશ્ચર્યા :
પૂ. મુનિરાજશ્રી હાલમાં એકાંતરા પ૦૦ આયંબિલને તપ કરી રહ્યા છે. જે લગભગ પૂર્ણ થવા આવેલ છે. સાથે સાથે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી શ્રી મહાનિશીથસૂત્ર સુધીના બહગ પણ પૂર્ણ કરેલ છે. અગાઉ નવપદ, વીશ સ્થાનકની ત્રણ ઓળી વિ. તપશ્ચર્યા પણ કરેલ છે.
આમ ઉત્તમ આરાધક, અધ્યાત્મરસિક, અનેરી પ્રતિભાથી ઝળહળતા શાંતમૂતિ પૂજ્ય મુનિરાજશ્રી જૈન શાસન અને અચલગચ્છના ગૌરવરૂપ છે. આર્ય સંસ્કૃતિ, અહિંસા જૈન શાસન અને સમ્યગજ્ઞાનની ઉન્નતિ માટેની તેઓની મહાન ભાવનાઓ ખૂબ જ પ્રેરક છે.
છે
!
લાલવાડી (મુંબઈ) ૨૦૩૯ દ્ધિ. ફ. વ. ૫
) )
-મુનિ સૂર્યોદયસાગર -મુનિ ગુણરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org