________________
પૂ. સ્વ. મુનિરાજશ્રી કીતિસાગરજી મ. સા. ની
ઉ ૫ કા રસ્મ તિ
કચ્છના મુકુટમણીસમા શ્રી ભદ્રેશ્વર જૈન મહાતીથની નીકટમાં આવેલા મુંદ્રા તાલુકાના લાખાપુર ગામમાં વિ. સં. ૧૫૩ ના શ્રા. વદ ૮ ના પિતાશ્રી કુંવરજી આણંદજીના પત્ની દેમતબાઈની કુક્ષીથી કરમશીભાઈને જન્મ થયો હતો કે જેઓ પછીથી પૂ. અચલગચ્છાધિપતિશ્રી ના શિષ્ય પૂ. મુનિશ્રી કીતિસાગરજી મ. સા. ના નામે સુપ્રસિદ્ધ થયા હતા...... તથા ૫૦ વરસથી અધિક જેમનો દીક્ષા પર્યાય હતો..............
૮૩ વરસની જૈફ વય સુધીમાં પણ જેમણે જૈન આગમોના વાંચન-મનન અને ચિંતનમાં અભિરૂચિ દાખવી હતી..........
સં. ૨૦૨૮ થી ૨૦૩૧ સુધીમાં તેઓશ્રી સહ ચાર ચાતુર્માસે અને વિહારે દરમ્યાન મને તેઓશ્રીની વૈયાવચ્ચ અને સાનિધ્યને લાભ પ્રાપ્ત થયું હતું........
સં. ૨૦૩૬ ના માગસર વદ ૨ બુધવાર તા. પ-૧૨-૭૯ના જેઓ જૈન આશ્રમ તીર્થ (નાગલપુર) મુકામે સ્વસ્થ થયા.... તથા...પ્રાચીન સાહિત્યનાં વાંચન અને રક્ષણ માટેની એમની અમૂલ્ય પ્રેરણાએ મારા જીવનમાં અનેક શુભ ભાવનાઓ જન્માવી . તે મારા વડીલ ગુરુબંધુ, આગમપ્રજ્ઞ, પરમનિરપૃહી, અપ્રમત્તારાધક પ. પૂ. સ્વ. મુનિરાજ શ્રી કાંતિસાગરજી મ. સા. ના અગણિત ઉપકારની સ્મૃતિ નિમિત્તે તેઓશ્રીના ચરણોમાં ભાવભરી અનંતશઃ વંદના.....
સં. ૨૦૩૯ માગસર વદ ૨, જીરાવલિ પાર્શ્વનાથ તીથ ( દેરાસર લેન, ઘાટકોપર (પૂર્વ), ( મુંબઈ-૪૦૦ ૦૭૭.
આવી કલાપ્રભસાગર ની કેટિ કોટિ વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org