SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ હહહહહહહહહહકકકકકકકકકકકકકકકક કકકડ [૩૫] ગણાગાંધી આદિ ગોત્રો અસ્તિત્વમાં આવ્યા. આ ગોત્રોના મુખ્ય પુરુષ અને વંશજોને શ્રી જયસિંહસૂરિની પ્રેરણાથી ઓસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યા હતા. આ રીતે ઓસવાળા અને ઉપરોક્ત ગોત્રોના વંશજો પણ વિધિ પક્ષ (અંચલ) ગચ્છની સમાચારને પાળતા હતા. શ્રી જયસિંહરિના પટ્ટધર શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી બેહડસખા, દેવાણંદસખા, હરિયા, ગઠી, ચા પાણી, ભૂલાણી, કેકલીઆ ઇત્યાદિ ગોત્રોના મુખ્ય પુરૂષ અને વંશજે જનધર્મી બન્યા હતા. - આ રીતે વિધિ પક્ષ (અંચલ) ગચ્છની સમાચારીને પ્રથમ અક્ષરદેહ આપવાનું શ્રેય ગચ્છના ત્રીજા પટ્ટધર શ્રી ધર્મઘોષસૂરિને ફાળે જાય છે. તેઓએ સં. ૧૨૬૩ માં પ્રાકૃત ભાષામાં પ્રશ્નોત્તર પદ્ધતિ” અપનામ “શતાદિકા” ગ્રંથની રચના કરેલી, પણ આ ગ્રંથની અવિદ્યમાનતા ખેદજનક છે. શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટધર અને “અષ્ટોત્તર તીર્થ માલા”ના રચયિતા શ્રી મહેન્દ્રસિંહસૂરિજીએ સં. ૧૨૯૪ માં સંસ્કૃતમાં ૫૩૪૨ કલેકપ્રમાણ “શતપદી ગ્રંથ” ની રચના કરી. શ્રી મહેન્દ્રસિંહસૂરિ નેધે છે, તે મુજબ શ્રી ધર્મઘોષસૂરિએ રોલ શતપદી ગ્રંથ સમજવામાં કઠિન પડે તેમ હતું. મહેન્દ્રસૂરિએ તે ગ્રંથમાં થોડાક પ્રશ્નો ઉમેરી, કેટલાક ફેરફાર કરી સરળ સંસ્કૃતમાં “શતપદી ગ્રંથ ૨. બૃહત્ શતપદી'ના નામે પ્રસિદ્ધ આ ગ્રંથ વિધિપક્ષ (અંચલ) ગની સમાચારી જાણવા માટે અતિ ઉપયોગી છે, એટલું જ નહીં, પરંતુ ગચ્છની સ્થાપના પછી થયેલ ગ્રંથ રચનાઓમાં આ ગ્રંથ વિરલ કોટિને છે. ગચ્છના પ્રાપ્ત ગ્રંથમાં પ્રથમ (રચિત) ગ્રંથરત્નનું સ્થાન પણ આ બૃહત્ શતપદી ગ્રંથને મળી શકે એમ છે. આ ગ્રંથની હસ્તપ્રત ઘણુ જેને જ્ઞાન ભંડારોમાં વિદ્યમાન છે. એક વિરલ તાડપત્રીય પ્રત ખંભાતના શ્રી શાંતિનાથજી જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. બીજી તાડપત્રીય પ્રત વડોદરામાં શ્રી કાંતિવિજયજી જ્ઞાન ભંડારમાં છે. એ પ્રતના ૧૬૩ પત્ર છે. અચલ ગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી મેરુતુંગસૂરિજીએ પણ સં. ૧૪૫૩ માં શ્રી ધર્મઘોષસૂરિજીના મૂળ ગ્રંથના ૪૫ વિચારો અને સાત નવા વિચારો ઉમેરી ૧૫૭૦ કલેકપ્રમાણ લઘુ શતપદી ગ્રંથની રચના કરી જે “શતપદી સારોદ્ધાર” તરીકે પણ ઓળખાય છે. શ્રી મહેન્દ્રસૂરિ રચિત “શતપદી ગ્રંથમાં ૧૧૭ વિચારો હેઈ પર વિચારવાળો આ ગ્રંથ લઘુ શતપદી' તરીકે પ્રસિદ્ધ છે. દાદાશ્રી ગૌતમસાગરજી મ.સા.ની સૂચનાથી કોડાય (કચ્છ)ના શ્રાવક છે. રવજી દેવરાજે આ બંને ગ્રંથોનો ગુજરાતી સાર સં. ૧૯૫૧ માં પ્રકાશિત કરેલ છે. આ શી આર્ય ચાણોન વિથ ગ્રી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy