SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪૮] etectosectobs show best so kesexpected to bedste budson nated મનશુદ્ધ સ્પષ્ટ રીતે ઉલેખ્યું છે. બંને નામે સાપેક્ષ રીતે કાવ્યર્થને ઉપયુક્ત છે, છતાં કાવ્યમાં ઉલ્લેખાયેલું જ નામ રાખવાનું મેં પસંદ કર્યું છે. આ કાવ્ય જૈન મુનિવર શ્રી હેમકવિએ સં. ૧૭૭૬ ના ભાદરવા સુદ ૫ ના . રોજ બુરહાનપુરમાં રાજસ્થાની ભાષામાં રચ્યું. જન કવિ દાદરનું ઉપર્યુક્ત “પરમારપર પણ બુરહાનપુરમાં જ રચાયાનાં સ્પષ્ટ ઉલલેખે તે તે કાવ્યોમાં છે. આથી બુરહાનપુરની તે સમયની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું અનુમાન સહેજે કરી શકાય તેમ છે. કવિ વિધિ પક્ષ (અંચલ) ગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય હતા. વિ. સં. ૧૬૭૧ માં આગ્રાનિવાસી કુરપાલ અને સેનપાલ નામના બે ભાઈઓએ આગ્રામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું, તેની પ્રતિષ્ઠા આ જ કલ્યાણસાગરસૂરિએ કરાવી હતી. તેમના કેટલાક ગ્રંથની પ્રતિલિપિઓ કરાવ્યાના ઉલે તે તે ગ્રંથની પ્રાંતપુપિકાઓમાં આપેલા છે. તેઓ શ્રી ધર્મમૂર્તિસૂરિના શિષ્ય હતા, એવો ઉલ્લેખ તે પ્રશસ્તિ અને આ કાવ્યના પ્રાંતભાગના કળશમાં છે. આ કવિની બીજી કૃતિઓ જાણમાં આવી નથી. સંભવ છે કે, મારશાધિપતિપ્રજાતિવર્ણન નામની કૃતિના કર્તા આ હેમ કથિી જુદા નહિ હોય.૪ આ કાવ્યમાં જૈનાચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિને મહાવતોથી ચલાયમાન કરવા જતા કામદેવને રોકવા માટે રતિ અનેક રીતે વીનવે છે, પણ પત્નીનું કથન ન માનતાં કામદેવ રતિ સાથે પિતાની શસ્ત્રાદિક સામગ્રી પૂર્વક એ સંયમશીલ આચાર્યને વતભંગ કરવા પ્રયાણ કરે છે. પણ કામદેવ એ વિજયી તપસ્વીની સાત્ત્વિક ગુણુપ્રભા આગળ હતવીર્ય બની પરાજિત થાય છે. આ વસ્તુ સંકલના નારસં મત મહાકાવ્યના પ્રાથમિક વર્ણનની પ્રતિછાયા જેવી છે. તેમાં પણ શંભુને વ્રતભંગ કરવા કામદેવ પોતાની બધી તૈયારી સાથે જાય છે અને શંભુ તેને ભમસાત કરે છે, પણ કવિ તેનો અંત ભુ-પાર્વતીન "મિલન કરાવી મંગળસ્નેહની જયોતિ પ્રકટાવીને આપે છે. જ્યારે આ કાવ્યનો અંત એક દઢવતી સંયમશીલ શ્રમણ આગળ કામદેવનું કાંઈ જ ચાલતું નથી અને હતવીર્ય બને છે – એ દ્વારા કરે છે. શંભુ પોતાની તગુણ શક્તિને ઉપયોગ કરે છે, જ્યારે આચાર્ય સંયમદુર્ગ સમા સાત્વિક ગુણે દ્વારા જ મહરાજને અટકાવે છે. એક વેરનો બદલે લે છે, જ્યારે બીજા ઈન્દ્રિયવિજયી બની સામાને લજજાશીલ બનાવે છે. અહીં ૨. “ન સાહૂિલ્યસંશોધ” ખંડ ૨, અંક ૧, પૃ. ૨૫. ૩. “પ્રાહિત ઇટ્ટ' પૃ. ૧૭૩, ૧૪૭, ૧૪૮, ૧૪૫, ૨૬, ૨ ૬ ૬. ૪. “વૃદ્ધિપ્રાશ’ વર્ષ ૮૯, અંક ૨ માં મારી એ નામને લેખ. કઈ ક શ્રી આઈ કાયમelaખસ્મૃતિગ્રંથો * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy