________________
sostestestosto testostestade dedastadestedsbodestasustastastelesstastestestostestedastasteddddddddedestastostadetostestadastesbadestedestastastastestasL35
રાગ ત્યાગ વિના જતો નથી. જ્યાં સુધી જાય નહિં, ત્યાં સુધી સંસારથી મુક્તિ કયારે? ભેગરાગના અનાદિ અનાદિ સંસ્કારે જડમૂળથી ઉખેડવા માટે કેટલાય ભવોના અભ્યાસની આવશ્યક્તા છે. બાળક ચાલતાં પડી જાય તે ચાલવાને અભ્યાસ છોડાવી શકાય નહીં. કેઈમાં વ્યકિતગત ત્રુટિઓ, ખલનાઓ હોય તે પણ આત્મપ્રગતિના આ મહામાર્ગે વારંવાર ચાલવાને અભ્યાસ જરાયે છેડી શકાય નહીં. કેઈ એક વ્યકિતના દોષને કારણે જાહેર અહિત કરાય નહિ, કે જેથી અનેક આત્માઓ બાલવયથી જ પવિત્ર સંસ્કાર અને આચારોથી વંચિત બની રહે, અને અનેકેની આત્મપ્રગતિ રૂંધાઈ જાય. મોક્ષરૂપ મહેલમાં પહોંચવા મુમુક્ષુએ જે અપ્રમત્તયોગથી ક્ષપકભાવે ગુણશ્રેણીના ઉચ્ચ અને ઉચ્ચતર પગથિયાં ચઢવાનાં છે, તેમાંનાં પાંચ પગથિયાં વટાવ્યા પછી છઠ્ઠ ગુણઠાણું મુનિ ધમનું આવે છે. તે ગ્રહવાસમાં રહી પ્રાપ્ત કરી શકાતું નથી. એ માટે તે સમકિત વગેરે ગુણોની સપાટી પર પગલાં પાડી, દીક્ષાના પ્રથમ પગથિયે ચડવું જ જરૂરી છે. આ એક એક પગથિયું ચઢે, તે માનવ ઉપર ઉપરના પગથિયે પહોંચે અને શ્રેણી માંડીને કેવળજ્ઞાન મેળવી મોક્ષને પ્રાન્ત કરી શકે છે.
જે આત્માઓ અન્ય લિગમાં કે અન્ય સંજોગોમાં મોક્ષને વર્યા છે, તેમાં પણ તેમણે પૂર્વજન્મમાં પાળેલ દીક્ષા, તે પૂર્વે કરેલ વ્રતસ્વીકાર અને તે દ્વારા કરેલ સુંદર અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ જ મુખ્ય કારણ તરીકે રહેલ હોય છે.
આ બાબત સમજવા છતાં વિરોધીઓનો એક જ સૂર હોય છે કે, બાળક આ બધું શું સમજે? પણ આજના વૈજ્ઞાનિક યુગમાં બાળકને જ્ઞાન અગર સમજ કેટલી હોય છે, તે તે પ્રગટ જ છે! આજે ૧૩-૧૪ વર્ષના કિશોરો મેટ્રિક ( S. S. C.) પણ પાસ કરે છે. વળી અનેકવિધ અભ્યાસક્ષેત્રમાં તેમની બુદ્ધિનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. એવા સમયમાં આપણે કેટલાક શ્રાવકે જે એમ કહે કે, અઢાર વરસની અંદરનાં બાળકે દીક્ષામાં શું સમજે, તે એ વિચારણું હકીકતો સાથે બંધબેસતી નથી.
આઠ વર્ષની વયે દીક્ષા લઈ શકાય છે અને બાલદીક્ષિત ગુરુકુલવાસમાં પ્રગતિ કરી શકે છે. એ ભવભીરૂ પરમાપકારી શાસ્ત્રકારે જાણતા હતા, માટે જ તેમણે આવી આજ્ઞા કરી છે. આવી દીક્ષાઓ પણ માબાપની રજા વગર અપાતી નથી અને તેથી સામાજિક અહિતને પ્રશ્ન ઉપસ્થિત થતું નથી. લેનાર સમજ અને ભાવથી દીક્ષા લે છે અને વડીલો ખુશીથી તેનું હિત સમજીને સંમતિ આપે છે. એમને એમ રજા વગર તે દીક્ષા અપાતી જ નથી. દીક્ષા તે દુલભ છે, તેથી દીક્ષા લેનારા પણ અલ્પ હાય છે.
અને શ્રી આર્ય કરયાણામસ્મૃતિગ્રંથ કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org