________________
[1o1osedsed કded debbies areers bec: હકક કકdeos
નવ વાડાનું સમ્યગુ પાલન કરે. (૮) મેથુન વિરમણ વ્રતઃ મનવચનકાયાના ત્રિકરણ
ગથી બ્રહ્મચર્યનું પાલન કરે, (પ) પરિગ્રહવિરમણ વ્રત : કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ, તેમ જ ધર્મોપકરણ પુસ્તક ઠવણ પોથી, કાપડ, વસ્ત્ર, પાત્ર, દડાસન વગેરે સાધુજીવનનાં ઉપકરણનો પણ સંગ્રહ ન કરે, તેમ પિતાની પાસે જરૂર પૂરતા ઉપકરણો : હોય, તેના પર પણ મૂછ કરે નહિ, વિશેષની અભિલાષા રાખે નહિ. પાંચ આચાર :
(૧) જ્ઞાનાચારઃ જ્ઞાન ભણે, ભણાવે. વાચના, પૃચ્છના, દેશના પ્રતિબોધ આપે. સૂત્રસંપાદન કરે, શાસ્ત્ર લખે, લખાવે; જ્ઞાનવિજ્ઞાનનાં પુસ્તકો છપાવે, ભણનારને સહાય આપે, ધાર્મિક સૂત્રોના પુસ્તકો, નોકરવાળી, પાટલી, અનાનુપૂર્વી વગેરે જ્ઞાનનાં ઉપગરણ કરાવે અને તેની પ્રભાવના કરાવે. જેની પાઠશાળા અને જૈન વિદ્યાપીઠની સ્થાપના કરાવે. ગ્રીષ્મ શિબિર જેવું આયોજન કરી નવા નાગરિકોને ધર્મજ્ઞાન તરફ પ્રેરણા આપે. આર્થિક સ્થિતિમાં સીદાતા (પીડાતા) જૈન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે ઇત્યાદિ. (૨) દર્શનાચાર : શુદ્ધ સમ્યક્ત્વ પિતે પાળે અને સમ્યફથી પડતાને સ્થિર કરે. અનેક આત્માઓને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય તેવાં સ્થાન સંઘ મારફતે ઊભાં કરાવે જેમ કે જિનમંદિર, જીણોદ્ધાર, તીર્થ પટ, ઉપાશ્રય કરાવે. દર્શનશુદ્ધિનાં પુસ્તકો લખાવે. (૩) ચારિત્રાચાર : પિોતે શુદ્ધ ચારિત્ર પાળે અને અન્યને પળાવે અને શુદ્ધ ચારિત્ર પાળનારની અનુમોદના કરે અને પ્રોત્સાહન પણ આપે. સમ્યગ ચારિત્ર મોક્ષદાતા છે, એમ માની ચારિત્રના આચારમાં જરાયે ક્ષતિ ન રાખે. ચારિત્રપાલન માટે સર્વસ્વનો ભોગ આપે. સતત ચારિત્રપાલનનું જતન રાખે. (૪) તપાચાર : તપના આત્યંતર છ ભેદ અને બાહ્ય છ દે, એમ બાર પ્રકારના તપને પોતે કરે, અન્ય પાસે કરાવે અને બીજાને અનુમોદે. છ અત્યંતર તપ : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ છે. બાહ્ય તપ: અનસન, ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા છે. યથાશક્તિ તપ કરે, તપમાં શક્તિ ફરવે. (૫) વીર્યાચારઃ ધર્મક્રિયામાં છતી શક્તિ ગોપવે નહિ, તથા સર્વ આચાર પાળવામાં વીર્ય શક્તિ સંપૂર્ણ પણે ફોરે, ક્રોધવૃત્તિને શમાવે, અને દ્વેષથી નિવારે. નવું ભણતાં, આગળનું ગણતાં, અર્થવિચાર પૂછતાં, કહેતાં આળસ ન કરે. દેવયાત્રા, ગુરુયાત્રા કરે, ધર્મવંતની વિપત્તિ ભાંગે. શાસનના પ્રત્યેક શુદ્ધ કાર્યમાં છતી શક્તિ ફેરવે. ઉપરના પાંચ આચાર પાલનના પાંચ ગુણો.
પાંચ સમિતિ ઃ (૧) ઇર્ષા સમિતિ એટલે સાડા ત્રણ હાથની ભૂમિ પર આગળ
વIC D ( શ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org