________________
[૩oo]
Wજવા આચાર્યના ૩૬ ગણે : પંચંદ્રિય દમન ૫, બ્રહ્મચર્ય વાડ ૯, કષાયમુક્તિ ૪, પંચ મહાવ્રત પ, આચાર ૫, સમિતિઓ ૫, ગુપ્તિઓ ૩ – એમ કુલે ૩૬ ગુણે થાય છે.
પંચેંદ્રિય દમન : (૧) શેદિય ઃ ત્વચા કે શરીર, આચાર્ય ભગવંત ગમે તેવા સ્પર્શથી રાગ કે દ્વેષ, ખુશી કે નારાજગી મનથી પણ વ્યક્ત ન કરે તે. (ર) રસેંદ્રિય : જીભનો સ્વાદ જતો. આચાર્યશ્રી શરીરને ધારણ કરવા માટે અન્નપાણી લેવું પડે છે, એમ માની આહારના કેઈ પણ રસ કે સ્વાદથી જીભને સંતોષ કે નાખુશી ન આપે, છ વિગઈઓ અને પાંચ સ્વાદ (મીઠું, ખારું, કડવું, તીખું, તૂરું)માં રંસનાને લોલુપ ન રાખે. (૩) ઘ્રાણેદિય : નાક – સૂંઘવું. આચાર્યશ્રી સુગંધથી ખુશી ન થાય અને દુર્ગધથી ગુસ્સે ન થાય. અને સંજોગોમાં સમતા ધારે. સુગંધી પદાર્થ સાથે રાખે નહિ અને ઇન્દ્રિયને દુ:ખ લાગે તેવી પ્રબળ દુધમાં પણ અણગમો ધારે નહિ. (૪) કોદિય : કાન – સાંભળવું. આચાર્યશ્રી કર્ણપ્રિય મનહર પણ દુન્યવી ભૌતિક શબ્દ- ગીત, વાજિંત્ર ઇત્યાદિમાં કાનને લુબ્ધ ન થવા દે, તેમ જ અજ્ઞાની જનોનાં દુર્વચને કે ગાળે સાંભળી મન - વચનથી પણ દ્વેષ પ્રગટ ન કરે. (૫) નેત્રંદ્રિય : આંખ – જોવું. આચાર્યશ્રી મનરંજન આપનાર સાંસારિક ચિત્રો, નાટક, ભીંતચિત્ર જોઈ આંખને આ ન કરે, વળી સુખના પ્રસંગે હર્ષાશ્ર અને દુઃખના સમયે શેકા પ્રગટ ન કરે. તેમ જ સારું કે નરસું જોઈને હર્ષ કે ખેદ વ્યક્ત કરે. ઉપરોક્ત પાંચે ય ઇન્દ્રિયના વિષયોને વિષે અનાસક્ત રહી ક્ષમતા રાખે અને પાંચે ઈદ્રિને કાબુમાં રાખે, તે પાંચ ગુણ જાણવા.
નવ બ્રહ્મચર્યની વાડ : (૧) સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. (૨) આ સાથે નેહથી કે દ્વેષથી વાત ન કરે. [ ઉપાશ્રયમાં ગુરુવંદન કાજે પણ એ ગમે ત્યારે જવું ન જોઈએ. સ્ત્રીઓએ સામૂહિક ગુરુવંદન કરવું વગેરે) (૩) સ્ત્રી કે સાધ્વીજી જે આસને બેઠા હોય તે આસન પર બે ઘડી સુધી બેસે નહીં. [ તેમ આચાર્યશ્રીના આસન પર કોઈનાથી બેસાય નહિ.] (૪) રાગ કે દુદષ્ટિથી સ્ત્રીના અંગોપાંગ જુએ નહિ. સ્ત્રીને બારીક નજરે જુએ નહિ, મોહદષ્ટિ રાખે નહિ. (૫) સ્ત્રીપુરુષ સૂતાં હોય અથવા કામગની વિલાસી વાત કરતાં હોય ત્યાં ભીંતને આંતરે રહે નહિ. કામગની પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી પસાર થાય નહિ. (૬) અગાઉ ભગવેલા કામને, વિષયવિલાસને યાદ કરે નહિ. (૭) વિષયવાસનાને ઉત્તેજિત કરે એવાં સિનગ્ધ ભજન કરે નહિ. વિશેષ ઘી-તેલ-સાકર-ગેળવાળાં મધુર ભજન લે નહિ. (૮) નીરસ આહાર પણ અધિક પ્રમાણમાં કરે નહિ. અધિક આહારથી નિદ્રા-પ્રમાદ વધે. તેથી વિલાસી જીવનનું પોષણ થાય તેથી આચાર્યશ્રી મિતાહારી હોય છે. (૯) શરીરની શોભા કે દેહની ટાપટીપ કરે
BE પર શ્રી આર્ય ક યાણા ગૌણસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org