________________
GAR
વહિ
પૂજ્ય આચાર્યશ્રીના છત્રીશ ગુણે
અને છત્રીશ છત્રોલી પદ્ય
– શાસ્ત્રી પ્રેમચંદ જગશી બોઆ પંચ પરમેષ્ટી મંત્રમાં આચાર્ય પદ ત્રીજા સ્થાને આવે છે. અરિહંત પદ અને સિદ્ધ પદ બાદ આચાર્યને નમસ્કાર કરવામાં આવે છે. સામાયિક લેતાં પણ નવકાર બાદ પ્રથમ સૂત્ર આચાર્ય પદનું આવે છે. એનું નામ છે પંચિંદિય સૂત્ર અથવા ગુરુસ્થાપનાજી. તેનું કારણ શું ?... .. .. .એ જ કે અરિહંત, સિદ્ધ, કેવળીની ગેરહાજરીમાં જૈન શાસનનું સુકાન આચાર્ય ભગવંતોએ સંભાળવાનું હોય છે. અરિહંતે, એ આચાર્ય ભગવંતને પોતાના વારસદાર તરીકે નીમી ગયા છે. ભવિ કે અજ્ઞાની આત્માઓને શ્રેયસ્કર માર્ગ અવિરતપણે દર્શાવતા રહે, તે માટે પ્રવતારક સમા આચાર્ય ભગવંત જંગમ તીર્થ સ્વરૂપે વિચરી રહ્યા છે. આચાર્ય ભગવંતો પર જિનશાસનની મોટી જવાબદારી રહેલી છે. જ્ઞાનીઓએ ફરમાવેલા આરાધ્ય પદની પગદંડીમાં કોઈ આરાધકને કાંટે ન વાગે, કોઈ પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય એવી કડક જવાબદારી આચાર્ય પદમાં રહેલી છે. આથી જ પંચ પરમેષ્ઠીમાં પ્રત્યેક સ્થાનમાં ગુણસંખ્યા પરત્વે આચાર્યપદમાં ગુણોની સંખ્યા વધુ છે. જેમ કે : ૧) અરિહંત૧૨, (૨) સિદ્ધ – ૮, (૩) આચાર્ય – ૩૬, (૪) ઉપાધ્યાય – ૨૫, (૫) સાધુ - ર૭. આ લેખમાં વિષયને અનુરુપ એવું ઓચાર્યના ૩૬ ગુણોનું વિવરણ કરવાનું છે.
વર્તમાન સમયે આચાર્ય સથાન સર્વ શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. સામાયિક, પ્રતિક્રમણ કે પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા, જિનમંદિર, અંજનશલાકા અને પ્રતિષ્ઠા જેવાં શુભ કાર્યો કરાવવાં, દીક્ષા-ગાદિ ક્રિયાઓ માટે, મતલબ કે જિનશાસનના પ્રત્યેક કાર્યમાં આચાર્યપદની આવશ્યકતા રહે છે. વળી શાસનનાં કાર્ય શુભ બને, શાસનની વૃદ્ધિ, સુખશાંતિ થાય તેની સતત કાળજી પણ આચાર્ય ભગવંતને રાખવી પડે છે.
આચાર્ય એટલે પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા ધર્મના નાયક તે વળી આ = મર્યાદાથી ચાર્ય - જેમની સેવા કરવી જોઈએ, તે આચાર્ય કહેવાય.
એ શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ ગી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org