________________
LJI AT I was a
એ જ અરસામાં કવિ-ચક્રવતી શ્રી જયશેખરસૂરિના કોઈ અજ્ઞાત શિષ્ય ગુરુ સ્તુતિ રૂપે રચેલ હોય એમ કલ્પી શકાય છે. શ્રી જયશેખરસૂરિ અચલગચ્છના શ્રી મહેન્દ્રભસૂરિજીના શિષ્ય હતા. ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ગણાતા શ્રી જયશેખરસૂરિનું સ્થાન જેના ચાર્યોમાં પણ અગ્રગણ્ય છે. શ્રી જયશેખરરિજીએ પ્રાકૃત–સંસ્કૃત-ગુજરાતીના ગદ્યપદ્ય સાહિત્યમાં વિવિધ પ્રકારનો ફાળો આપ્યો છે. મુનિશેખરસૂરિ, મંત્રપ્રભાવક શ્રી મેરૂંગસૂરિ, શ્રી માનતુંગ ગણી આદિ એમતા ગુરુભ્રાતા હતા. એમના શિષ્યોમાં શ્રી ધમશેખરસૂરિજી આદિ પણ સારા ગ્રંથકાર હતા. શ્રી જયશેખરસૂરિજીના ગ્રંથ વિષે લખવા જઈએ તે એક વિસ્તૃત લેખ તૈયાર થાય તેમ છે. પણ વિશેષ ન લખતાં એમના મોટા ગ્રંથોને જ માત્ર અહીં નિર્દેશ કરું છું : (૧) શ્રી જૈનકુમાર સંભવ મહાકાવ્ય (સંસ્કૃતમાં) (૨) ધમિલ ચરિત્ર પદ્ય (સંસ્કૃતમાં) (૩) ઉપદેશ ચિંતામણિ પ્રાકૃત ૪૫૦ ગાથા પ્રમાણ, ૧૨ હજાર લોક પ્રમાણુ પજ્ઞ
ટીકા અવસુરી (૪) પ્રબંધ ચિંતામણિ (સંસ્કૃત-પદ્ય) (૫) આત્માવબોધ કુલક (૬) નળ દમયંતી ચરિત્ર (સંસ્કૃત-પદ્ય) (૭) ત્રિભુવન દીપક પ્રબંધ (ગુજર પદ્ય) જે કૃતિથી આકર્ષાઈને વિદ્વાનોએ એમને ગુજરના આદ્યકવિ તરીકે નવાજ્યા છે. સિવાય ફા વિનતિ સ્તુતિ રૂપ કાવ્યો, સ્તુતિઓ (સંસ્કૃતમાં) આદિ નાની મોટી મળી પચાસ ઉપરાંત કૃતિઓને આંક થઈ જવા પામે છે.
[ જયશેખરસૂરિજી કૃત ફાગુ કાવ્ય પણું પ્રકાશમાં આવ્યાં છે, તે માટે જુઓ. “પ્રાચીન ફાગુ સંગ્રહ સંપાદક : ભેગીલાલ જ. સાંડેસરા |
એવી જ રીતે એ જ અરસામાં પૃથ્વીચંદ્ર ચરિત્ર અપરના વાગુવિલાસ ગુર્જર ગદ્યાત્મક ગ્રંથથી પ્રસિદ્ધિ પામેલા શ્રી માણિકથસુંદરસૂરિના શ્રી જયશેખરસૂરિ વિદ્યાગુરુ હતા. શ્રી મણિમયસુંદરસૂરિએ પણ “શ્રી નેમીશ્વર ચરિત્ર ફાગબદ્ધ રચેલ છે. [ જુઓ. શ્રી આત્માનંદજી શતાબ્દી ગ્રંથ”]
આ રયિતા કોણ હશે એ એક પ્રશ્ન છે. કેઈ આધાર મળે તે વિશેષ ખ્યાલ આપી શકાય. આ કૃતિઓને અંતે પ્રત પુસ્તિકા પણ આપેલ છે. જે પ્રત પરથી લખાઈ છે, તે મૂળ પ્રત શોધવી અતિ આવશ્યક છે. આ કૃતિઓનું જે પ્રેત પરથી સંશોધન થયું છે, તે પ્રતમાં લહિયાની કેટલીક ભૂલે પષ્ટ જણાઈ આવે છે. તે પણ બનતી મહેનત સુધારવા પ્રયત્ન કરેલ છે.
જની ગુજરાતીનાં બે સુંદર કાવ્યનું આ પ્રકાશન તે વિષયના અભ્યાસીઓને તથા ઈતિહાસ ગવે કોને ઉપયોગી થઈ પડશે, એવી આશા સાથે વિરમું છું ! – સંપાદક)
ઝીં શ્રી આર્ય ક યાણામસ્મૃતિગ્રંથ છે
*
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org