________________
[૨૦] espect to studepostpossessed.eeeeeeeeeeee-નક નાનક બિરાજમાન કરી અને સ્વામિવાત્સલ્યમાં પોતાની લાજ રાખવા પ્રભુને પ્રાર્થના કરી. મેઘણુ શાહ શ્રાવકની ધા (ફરિયાદ) શ્રી પાર્શ્વનાથજી દાદાના અધિષ્ઠાયક દેવે તરત જ સાંભળી. રસોઈ તો વધી એટલું જ નહિ, હવાડામાં ભરેલું ઘી ગમે તેટલું વપરાયું, છતાં ખૂટયું જ નહિ. આવેલ શ્રાવક સંઘે એ ભજન કર્યા પછી આ બનાવ જાશે, ત્યારે તેઓ ખૂબ વિસ્મિત થયા. આથી સંઘને ઘતના કલ્લેલથી (તરંગથી) કલોલ (આનંદ) કરાવ્યો, તેથી શ્રી પાર્શ્વનાથજીનું નામ તે દિનથી “ઘતકલેલ પાર્શ્વનાથ પાડવામાં આવ્યું. આ ભગવાનને અદ્દભુત મહિમા વર્ણવતાં પંડિત શ્રી રત્નકુશલજીએ ગાયું છે:
ઘતકલ જિસેસર જે નર પૂજિસઈ, તસ ઘરિ વૃતકલ્લોલ;
ધણુ, કણ, કંચણ, કાપડ, કામિની, પુત્ર સું રે કરસઈ તે રંગલેલ.
ઉપરોક્ત જ્ઞાતિમિલનને ઉત્સવ સુથરીમાં વિ. સં. ૧૬૭૫ ની આસપાસ થયો હતો, એ અહેવાલ મળે છે. સંવત ૧૭૨૧ માં પરમપૂજય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરજી મહારાજના ઉપદેશથી સમસ્ત સંઘે શ્રી મેઘજી ઉડીને શ્રી ઘટકલ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા શ્રી સંઘને સોંપી દેવાની વિનંતિ કરી. શ્રી ઉડી આજીએ આ વિનતિ માન્ય રાખી. તેથી શ્રી સંઘે ત્વરિત પણે નવા જિનાલય માટે રકમ એકઠી કરવાની શરૂઆત કરી દીધી. છતાં ઠેઠ સં. ૧૮૮૩ માં નૂતન જિનાલયની શિલારોપણ વિધિ સંપન્ન થઈ. વિ. સં. ૧૮૯૬ માં વૈશાખ સુદી ૭ ને દિવસે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ રીતે શ્રી સુથરી જૈન સંઘ અનંત ઉપકારી, પરમ પ્રભાવક, ચમત્કારિક, શ્રી ઘતકલેલ પાર્શ્વનાથ દાદાનાં દર્શન, સેવાપૂજા અને ભક્તિ કરવાને ભાગ્યશાળી બન્યો. ત્યારપછી તો ઉત્તરોત્તર જ્ઞાની મહાપુરુષોનાં ચોમાસાં આ ગામમાં શરૂ થયાં અને જ્ઞાનની સરિતા વહેવા લાગી. પરમારા ધ્યપાદ, પ્રાતઃસ્મરણય, વિધિપક્ષમંડન, અચલગચ્છીય મુનિમંડલોગ્રેસર સ્વ. દાદાસાહેબ ગૌતમસાગરજી મહારાજ સાહેબે પણ શ્રી સુથરી જૈન સંઘની વિનંતિથી વર્ષો સુધી સ. ૨૦૦૭ પર્યત સ્થિરવાસ રહીને સંઘમાં ધર્મ જાગૃતિની જાતને જવલંત રાખી.
પરમ પૂજ્ય આચાર્યશ્રી દાનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્યરત્ન શાંતમૂર્તિ, બાલબ્રહ્મચારી પૂજ્યયાદ આચાર્ય દેવ શ્રી નેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને સં. ૨૦૧૨ ના વિશાખ સુદ ૩ ના દિવસે આચાર્ય પદવી આપવાને લાભ શ્રી સુથરી જૈન સંઘને મળ્યો હતો.
[ શ્રી સુથરી કે ન સંઘ દ્વારા પ્રકાશિત ૬ શ્રી દાન-મ-કલ્યાણમાળા ' માંથી સાભાર.]
કાર
શ્રી આર્ય કયાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org