SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની સુપ્રસિદ્ધ પંચતોથના મુખ્ય તીર્થ સુથરીનો સંક્ષિપ્ત ઈતિહાસ વિક્રમના પંદરમા સૈકામાં પખેરાજ નામના સ્થળે લેક ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ ખેતી વગેરે ઉધમ કરી નિર્વાહ ચલાવતા હતા. નબળા પડેલા ચાવડા અને જતો પાસેથી ગરજાએ (ગિઝનીના મુસલમાનોએ) રાજ્ય લઈ લીધા બાદ પખેરાજના સ્થળે જે ગામ તેમણે વસાવ્યું, તેનું નામ “સુથરી” પાડયું. તે સમયમાં શ્રી કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી આ તરફ આવીને ખેતીવાડીનો ધંધો કરતી થઈ. પૈસાપાત્ર લેકે પણ સાથે હોઈને સુથરીને વિકાસ ઝડપી થયો. કૂવા, તળાવે, હવાડાઓ ઈત્યાદિ જાહેર વસ્તીને લાભકર્તા કાર્યો પણ થવાં લાગ્યાં. રાજયકર્તા ગરજ નબળા પડતાં કોઠારાના જાગીરદાર જાડેજા ભારાજી રાજકર્તા બન્યા. ભારાજીને નવ કુંવરો હતા. તેમાં પ્રથમ હરધોરજી સુથરીને ટીંબે બેઠા. સગાએ ધાતડ, ખેંગારજીએ ખુઅડો, માલાજી અને મિઠાજીએ લઠેડી, બાંભડીઆ, વઢ તથા જખડીઓ વગેરે ગામ વસાવ્યાં. કૃષ્ણજી અને કુંભાજીએ હાલાર વસાવ્યું અને હોથાજી કરડી જઈને રહ્યા. આમ વિક્રમ સંવતના સોળમા સૈકામાં હરધોરજીના હાથમાં સુથરીની જાગીર હતી. પરમ પ્રભાવિક શ્રી ઘનકલેલ પાર્શ્વનાથનું તીર્થ સુથરી : (સ્થાપના : સં. ૧૮૯૬). આ મહાન તીર્થની સ્થાપનાનો ટૂંક ઈતિહાસ અહીં આપવાનું ઉચિત ગણાશે. અબડાસાની પંચતીથમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ઘતકલેલ પાર્શ્વનાથ સ્વામી ભગવાનના પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલા બિંબેમાંનું છે. હાલાર પ્રદેશમાં આવેલ છીકારી ગામમાં એ પ્રતિમાજીને અચલગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠિત કરેલા છીકારી ગામથી સુથરી ગામમાં થયેલ સ્થાન પરિવર્તન વિષે નીચેની વિશ્વસનીય આખ્યાયિકા પ્રચલિત છે ? | વિક્રમના સોળમા સૈકામાં સુથરી ગામમાં અંચલગચ્છના ગોરજી શેખર શાખાવાળા ધરમચંદજીએ પિતાની શાળામાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજીને સ્થાપ્યાં હતાં. દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારી હોઈ ને શુભ પ્રસંગોએ દેવપૂજન માટે એ GS શ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy