________________
aaauinunuaaaaaaaauuuuuuuuuuunawaaaaaaaaaaaaaaar
જાનબાઇબ્દ ૫ કચ્છ @@@@ ૨ સં. ૨૦૩૨ ની સાલ આવી અને બાડમેર (રાજસ્થાન) તરફના ચાતુમાસ પ્રવેશને અનુલક્ષીને
થતા ઉગ્રવિહારમાં સીદરી (જિલ્લો બાડમેર) નગરમાં આષાઢ સુદ-૨ (હાલ પ્રચલિત જન્મતિથિ) ના પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની ૪૦૦ મી જન્મતિથેિ ખૂબ જ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવી. અખંડ અઠ્ઠમ તપનો પ્રારંભ (ચાર માસ માટે) કરાવવામાં આવ્યું. તેમજ પૂ. અચલગચ્છાધિપતિ ગુરૂદેવશ્રીએ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ સ્મૃતિગ્રંથના સંપૂર્ણ સંપાદનની જવાબદારી મને સેંપી તે વખતનું મારું વાંચન અને અનુભવે ઘણું જ અલ્પ છતાં પૂ. ગુરુદેવશ્રીની કૃપાથી આ કાર્યમાં મને સફળતા મળશે જ ” એ આત્મવિશ્વાસથી આ ગ્રંથના સંપાદનની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો. પ્રથમ તે એમ જ કે માત્ર પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિના જીવન ચરિત્ર અંગે જ વિસ્તૃત લખાણું કરવાનું છે, એમ સમજી અચલગચ્છ અને પૂ. દાદાશ્રી અંગેની માહિતી એકત્રિત કરવા માંડે, અને વિશેષ માહિતીઓ મેળવવા વિદ્વાને સાથે પત્ર સંપર્ક સ્થાપિત કર્યો. પરિણામે ધીમે ધીમે સુંદર માહિતી પ્રાપ્ત થતી આવી.
બાડમેરના ચાતુમાસ બાદ પણ પૂ. ગુરૂદેવશ્રી આદિ અમે સૌ ઉગ્રવિહાર કરતા ધોરીમ્ના, સાર થરાદ, વાવ, ભાભર, રાધનપુર, શંખેશ્વર, માંડલ, ધાંગ્રધા થઈ કચ્છ આવ્યા. કચ્છ ગોધરાથી પણ સં. ૨૦૩૩ માં મહા સુદ-૫ ના શંત્રુજ્ય મહાતીર્થના ૪૨ દિવસના પગપાળા છરી પાલતા મહાસંઘનું મંગલ પ્રયાણ થયું. સંઘે નિવિનતાએ શત્રુજ્યતીથની યાત્રા કરી. અહીં મુંબઈના આગેવાનોની આગ્રહભરી વિનંતિથી અને પૂ. અચલગચ્છાધિપતિ ગુરૂ છે દેવશ્રીની આજ્ઞાથી અમારૂં ચાર ઠાણાનું (સાથે મુનિશ્રી મહાભદ્રસાગરજી, મુનિશ્રી છું પૂણભદ્રસાગરજી, મુનિશ્રી પુણ્યદયસાગરજી) ખૂબ જ મહિમા પૂર્વક મુંબઈ આવાગમન થયું. આમ રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈના વિહારો દરમ્યાન સામૈયા, મહોત્સવ અને પ્રવચનના કારણે તથા મુંબઈમાં ઘણું જ અવરજવર વિ. ના કારણે ઠીકઠીક સમયાભાવ વર્તાવા લાગ્યા.
મુંબઇમાં અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે પણ સંપાદન ચાલુ | મુંબઈમાં સં૨૦૩૩ નું પ્રથમ ચાતુમાસ પણ ઘાટકોપર મધે થયું ચાતુર્માસિક દૈનિક અને રવિવારીય જૈન રામાયણ અને સંસ્કૃતિના પ્રવચને, સર્વ પ્રથમ જૈનધાર્મિક જ્ઞાનસત્ર વિ. પ્રવૃત્તિઓ છતાં સ્થિરતાના કારણે સ્મૃતિગ્રંથનું કાર્ય આગળ હૈ ચાલ્યું. બીજે વરસે તે સંઘની અતિ આગ્રહભરી વિનંતિથી પૂ. અચલગચ્છાધિપતિ ગુરૂદેવશ્રી આદિ પણ કચ્છ-ગુજરાતમાં સ્થળે સ્થળે ખૂબ જ શાસન પ્રભાવના કરતા એતિહાસિક સામૈયા આગાશી તીર્થથી ઘાટકોપર છરી પાળતા સંઘ સાથે મુંબઈ પધાર્યા. બાદ ઘાટકોપર ચાતું– માસમાં અપાયેલ પ્રેરણાનુસાર કચ્છી સમાજમાં સર્વ પ્રથમવાર ૭૦ જેટલા સમૂહ વષીતપ પારણા તથા ૧૦૮ છેડના ભવ્ય ઉદ્યાપનને મહામહેત્સવ યાદગાર રીતે ઉજવાયે. બાદ પૂજ્યશ્રીનું ચાતુમાસ ઘાટકોપર થયું અને અમારું માટુંગા. ત્રીજે વરસે શ્રી ઉત્તરાધ્યયન શ્રી આચારાંગસૂત્રના ગોદ્વહન વિ. કારણે ગેરેગાંવ મધ્યે ચાતુમાસ થયું. અહીં વ્યાખ્યાન આદિ વિશેષ બાહ્ય પ્રવૃત્તિઓ ન હોઈ અભ્યાસ ઉપરાંત નૂતન શિષ્યને વાચના અને સંયમધમની ગ્ય તાલીમ તેમજ ચતુર્વિશતિ જિન સ્તોત્રાણિ, લિંગનિર્ણયગ્રંથ વિ. ગ્રંથનું સંશેધન ઉપરાંતમાં આ સ્મૃતિગ્રંથના સંપાદનનું પણ ઠીક ઠીક કાર્ય થઈ શકયું. એ વખતે પૂજ્યશ્રીનું ચાતુર્માસ ચીચબંદર થયું ત્યાર બાદ તે પૂ. ગુરુદેવશ્રીની સાથે જ અનુક્રમે મુલુંડ, માટુંગા અને મહાલક્ષ્મી (તીરૂપતિ એપાર્ટમેન્ટ) મધે ચાતુમાસો થયા. આ ચાતુમાસમાં પણ 2 સૂત્રોના યુગ પ્રવચનાદિ વિવિધ પ્રવૃત્તિઓ રહી જ. aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org