________________
Sષ્ટ્રય
શ્રી કલ્યાણસાગરસૂરિજીની કૃપાસના
–શ્રી હીરાલાલ ર. કાપડીઆ ઉપલબ્ધ સાહિત્ય જોતાં કલ્યાણસાગરસૂરિએ રચેલી ઓછામાં ઓછી ૩૨ કૃતિઓ આજે મળે છે. આ એમના ઉપલબ્ધ કૃતિકલાપને આપણે બે વર્ગમાં વિભક્ત કરી શકીએ. આ બત્રીશ કૃતિઓમાં કેટલીક સંસ્કૃત કૃતિઓ છે અને કેટલીક ગુજરાતી કૃતિઓ છે. હિંદીમાં કે પ્રાકૃતમાં એમણે કઈ રચના કરી હોય, તે પણ હાલ એકે હિંદી રચના કે પ્રાકૃતની રચના આપણને ઉપલબ્ધ નથી થઈ.
મિશ્રસિં : આને મિશ્રર્જિનિય તેમ જ ઢિનિર્ણય પણ કહે છે. એમાં એક કરતાં વધારે લિંગનાં અર્થાત નર, નારી અને નાન્યતર જાતિનાં સંસ્કૃત નામની સૂચિ છે. આમ આ વ્યાકરણના વિષયની કૃતિ છે. આ કૃતિ કલ્યાણસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૧૭૦૬ માં પોતાના શિષ્ય વિનયસાગરને માટે સંસ્કૃતમાં રચી છે. આ કૃતિને ઉલેખ ઉદયસાગરે વિ. સં. ૧૧૦૪ માં રચેલી સ્નાત્ર પંચાશિકામાં ‘શિવસિંધુ તરીકે કરેલ છે.
મિશ્રન્ટિંરા વિવરણ : “અંચલગચ્છ દિગ્દર્શન'(પૃ. ૪૫૨) માં આ વિવરણ પજ્ઞહોવાનું સૂચવાયું છે. સાથે સાથે કહ્યું છે કે, “જુઓ' ડો. બુહલરનો છઠ્ઠો રિપોર્ટ (પૃ. ૭૬૨).” આ રિપોર્ટને ઉલેખ “જિનરત્નકોશ” (પૃ. ૩૧૦) માં લીધે છેપણ તેમાં વિવરણનો ઉલ્લેખ નથી.
(૧) તેઓશ્રી વિ. સં. ૧૬૭૦ થી ૧૯૯૦ સુધી જીવ્યા હોવાનો ઉલ્લેખ “જિનરત્નકોશ” (પૃ. ૩૧૦) પર છે, તે બ્રાન્ડ છે.
(૨) જિનરત્નકેશમાં શિવનું નામ વિનીતસાગર છે.
(૩) પ્રસ્તુત કૃતિના પ્રણેતા સંબંધી જૈન ગ્રંથાવલિ (પૃ. ૩૧૧) માં અપાયેલી માહિતી પણ યથાર્થ નથી. - ૧. ઓછામાં ઓછી ૩૨ કૃતિઓ કહેવાનું કારણ એ છે કે, જિનસ્તોત્ર તરીકે દર્શાવાયેલી કૃતિઓમાં કેટલાં તેત્રો છે, તે જાણવામાં આવ્યું નથી.
મ શ્રી આર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ 2D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org