________________
htthbthtcththshal[૨૫૯]
લેખક ૫. વિનયસમુદ્ર જ પાછળથી મહામહેાપાધ્યાય પદવી પામ્યા હાવા જોઈ એ. ઉપરોક્ત પ્રતનું લખાણ અને સંવત ૧૯૫૨ ની પુષ્પિકાએના લેખક પણ આ મહાપુરુષ જ હાવા જોઈ એ અનેમાં સંવત ગૂઢાક્ષરોમાં આપેલા છે. તેઓશ્રીએ સંવત ૧૬૮૮ થી ૧૭૦૧ ની વચ્ચેના કોઈ પણ સમયે રચેલુ. ભાજ વ્યાકરણ' કે જે કચ્છના મહારાવ ભારમલૈંછના કુંવર ભાજરાજની તુષ્ટિ માટે તેમની વિનતિથી રચ્યું હતું. વળી, સંવત ૧૭૦૨ ના કાર્તિક સુદ ૧૫ ને ગુરુવારે અનેકા નામમાળા' જેનું બીજું નામ ‘અનેકાર્થીરત્ન કોષ' છે, તેની રચના પણ તેએશ્રીએ કરી હતી.
અંતમાં, જે મહાપુરુષની જન્મ શતાબ્દી નિમિત્તે આ ગ્રંથ તૈયાર થયા છે, તે પુરુષના પેાતાના સંગ્રહની ઉત્તમેાત્તમ સુવણ કારી હસ્તપ્રત, કે જે સંવત ૧૫૫૮ માં પાટણમાં લખાઈ હતી અને સંવત ૧૬પર માં જામનગરનિવાસી ઉદાર અને પુણ્યવાન દાનેશ્વરી રાજસી શાહ તથા તેમના પુત્ર રામસી શાહે પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને પ્રેમભાવે જગતમાં જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર, તારા ઇત્યાદિ અસ્તિત્વ ધરાવે, ત્યાં સુધી તેનુ' ચિરકાળ વાંચન ચાલુ રહે અને ચતુવિધ સંઘ તેનાં દર્શન, અને શ્રવણને લાભ લે તેવી અંતઃકરણની મહેચ્છાપૂર્વક અણુ કરી હતી. તે હસ્તપ્રતનું ચતુર્વિધ સંઘ અને જગતના સંઘ અને જગતના કલાપ્રેમીએ લાભ લઈ શકે તેવી રીતે આ સ્મૃતિ ગ્રંથ પ્રકાશનની વ્યવસ્થા કરનાર મહાનુભાવા અને હાલમાં બિરાજમાન અચલગચ્છીય આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી તથા સાહિત્યપ્રેમી શ્રી કલાપ્રભસાગરજી ઇત્યાદિ લાભ લઈ શકે, તેવી રીતે જામનગરના અચલગચ્છના ઉપાશ્રયના સંગ્રહમાં આજ દિવસ સુધી ઉત્તમ રીતે રક્ષણ કરાયેલી આ ઉત્તમાત્તમ કલાસમૃદ્ધ દિવ્ય ગ્રંથરત્નનુ પ્રકાશન કરવા જો પ્રેરાશે તે। હું આ લેખ લખવાની સાÖકતા માની, અને સાથે સાથે આ કામાં જ્યારે મારી સેવાની અથવા સલાહની જરૂરિયાત ઉપસ્થિત થશે, ત્યારે તે વિના સ ંકોચે, નિસ્વાર્થ ભાવે આપીશ. આ પ્રતના સુંદર પ્રકાશનને પ્રકાશિત કરવા માટે ફક્ત એક લાખ રૂપિયાની આવશ્યકતા છે; અને આટલી રકમ મુંબઈના શ્રી અન તનાથજી દેરાસર ટ્રસ્ટ, જામનગરના અચલગચ્છીય ઉપાશ્રયનુ ટ્રસ્ટ ઇત્યાદિ ટ્રસ્ટો ધારે તેા અવચ કરી શકે.
આ રકમનેા વ્યય કરવાના નથી, પર ંતુ, આવા સુંદર પ્રકાશનની ચેાગ્ય કિંમત રાખીને, તેનું વિતરણ કરવાથી મૂળ રકમ તેના વ્યાજ સહિત ઉત્પન્ન થઈ શકે તેમ છે, એમ મારા વર્ષોંના જૈન કલા-સાહિત્ય પ્રકાશનના અનુભવ ઉપરથી કહું છું. આ લેખના વાંચનારાઓને શાસનદેવા આ અમૂલ્ય પ્રકાશનને પ્રકાશિત કરીને તેના મુખ્ય સંગ્રાહક શ્રેષ્ઠી રાયસી શાહ, શમસી શાહ અને અચલગચ્છાધિપતિ ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીનું નામ અમર કરવા પ્રેરણા આપે, એ જ અભ્યર્થના !
**
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org