________________
$p[•••••••••••••••••••••••••••••••••••• - •••••••.............[...«guf-
s
esses cool•••••si[s[ssessesses_el•••••
[૨
૩
]
ગાનુયોગ અગાઉ આપણે આ જ લેખમાં ગુજરાતના બે સુલતાન અહમદશાહ અને કુબુદ્દીન શાહના સમયમાં અને તે પહેલાં ઈસ્વી સનના પંદરમા સૈકાથી કલ્પસૂત્રો અને કાલક કથાઓની સુંદર મૂલ્યવાન સચિત્ર પ્રતો સોનાની શાહીથી લખાવવી અને ચીતરાવવી શરૂ થઈ ત્યારથી જ અંચલગચ્છાચાર્યોએ આ જૈનાશિત કળાને ઉત્તેજન આપવા–અપાવવાનું શરૂ કર્યાની વિગત આ જ લેખમાં આપી ગયા છીએ. તે ઉપરાંત મુગલ કળાની શરૂઆતથી બાદશાહ અકબરના રાજત્વ કાળથી પણ અંચલગચ્છીય શ્રમણોએ કલ્પસૂત્ર અને કલક કથાની હસ્તપ્રત ઉપરાંત “સંગ્રહણી સૂત્રો અને ક્ષેત્રસમાસ” જેવાં પ્રકરણ સૂત્રોની હસ્તપ્રતોમાં સુંદર ચિત્રાત્મક વિષયોને સમાવી લેવા માટે શ્રી અંચલગચ્છીય શ્રેષ્ઠીઓને પ્રેરણા આપીને મુગલ સમયમાં જૈનશ્ચિત કળાને આશ્રય આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે. - ઉપરોક્ત હસ્તપ્રતમાં શરૂઆતમાં શ્રી લિમા સાધુ ગણિને નામે લેખ કર્યો છે. આ પ્રતના પહેલા પાનામાં ભગવાન મહાવીરનું ચિત્ર છે અને તે ઉપરાંત દ્વીપ, સમુદ્રો, નદીઓ, જાંબુ વૃક્ષ, ચૈત્ય વગેરેના બીજા સુંદર કલામય ૨૨ ચિત્રો આ પ્રતમાં આપવામાં આવેલાં છે. સંગવશાત્ અહીં ચિત્રો આપી શકાયાં નથી.
અંચલગચ્છાધિપતિ શ્રી ધર્મભૂતિ સૂરિજીનો જન્મ ખંભાત શહેરમાં શ્રેષ્ઠી હંસરાજનાં ભાય હાંસલદેની કૃક્ષિથી સંવત ૧૫૮૫ ના પોષ સુદી ૮ ના થયે હતું. તેઓશ્રીનું સંસારીપણાનું નામ “ધર્મદાસ’ હતું. તેઓશ્રીને અંચલગચ્છીય પાટ પરંપરામાં થઈ ગયેલા ગુણ નિધાનસૂરિએ તેમના માતાપિતાની સંમતિથી ધામધૂમપૂર્વક સંવત ૧૫૯૯ માં ખંભાતમાં દીક્ષા આપી હતી. દીક્ષા આપતી વખતે તેઓશ્રીનું નામ “ધર્મદાસ” જ રાખ્યું હતું, પરંતુ વડી દીક્ષા વખતે જ તેઓશ્રીનું નામ “ધર્મમૂતિ પાડવામાં આવ્યું હતું. સંવત ૧૬૦૨ માં અમદાવાદમાં તેઓશ્રીને આચાર્ય પદ અને ગચ્છનાયકની પદવી આપવામાં આવી હતી. સંવત ૧૬૭૧ માં પાટણ શહેરમાં ૮૬ વર્ષની ઉંમરે તેઓશ્રીનો સ્વર્ગવાસ થયે હતે. (“અંચલગચ્છ દિગ્દર્શન'માં પાના ૩૪૮ થી ૩૮૮ માં ખૂબ વિસ્તારથી તેઓશ્રીનાં ધર્મકૃત્યની વિગત આપવામાં આવેલી છે.)
(૬) હાલમાં ખેડાની પાસે આવેલા માતર ગામમાં વિક્રમ સંવત ૧૬૪૦ ના અષાડ સુદ ૧૫ ને રવિવારે ઉપરોક્ત અંચલગચ્છીય પૂજ્ય શ્રી ધર્મ મૂર્તિસૂરિજીના સમયમાં શ્રી સંગ્રહણી સૂત્રની સુંદર ચિત્રોથી વિભૂષિત કરેલી હસ્તપ્રત કે જેના ૩૩ માં પાના ઉપર આ પ્રત ચતરનાર ચિત્રકાર ગાવિંદનું નામ લખેલું છે. આ વ્રત હાલમાં અમદાવાદમાં આવેલા શેઠ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરમાં આગમ દિવાકર સ્વ. પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. આ પ્રતનાં પાનાં ૩૯ છે. અને તેને યાદી નંબર ૨૬૮૬
મા શ્રી આર્ય કયાણામસ્મૃતિગ્રંથ કઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org