________________
વીશા શ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવળી
– મુનિ શ્રી યંતવિજ્યજી
[ આ વંશાવળી, કેઇ વહીવંચા( કુળગુરુ-કનગર )ની કોઈ પ્રાચીન વહી ઉપરથી સંગૃહીત કરવામાં આવી હોય તેમ જણાય છે. જેમ શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, પ્રાચીન અતિહાસિક ગ્રંથો અને ભાટ-ચારણોની કવિતાઓ વગેરે ઈતિહાસનાં સાધન છે, તેમ વહીવંચાઓની પ્રાચીન વહીઓ પણ એક ખરેખરુ' ઇતિહાસનું સાધન છે. ભાટ-ચારણ વગેરે કવિઓ અને ગ્રંથકાર કરતા પણ આવી વંશાવળીઓમાંથી જે ઈતિહાસ મળે તે ભલે થડે હોય, પરંતુ તે વિશેષ વિશ્વાસપાત્ર માની શકાય; કારણ કે ભાટ-ચારણ કે કવિએ જેના ઉપર સંતુષ્ટ હોય અથવા તેઓ જેના આશ્રિત હોય. તેની પ્રશંસા કરતા કરતા એટલા આગળ વધી જાય છે કે, તેની મર્યાદા પણ રહેતી નથી; જ્યારે વહીવંચાઓનું તે માત્ર તેમના યજમાનોની વંશપરંપરામાં થતાં આવતાં માણસોનાં નામે જ લખીને સાચવી રાખવાનું કામ હોવાથી તેમજ લેખક – કળગર અને યજમાન કે જેના સંબંધી હકીકત લખાઈ હૈય છે, તે બંને લગભગ સમકાલીન જ હોવાથી આવી વહીઓમાંથી છૂટછવા મળી આવતા ઈતિહાસ બિલકુલ સાચો હોવાનું માની શકાય તેમ છે. વળી લેખક કે વાચકના દોષને બાદ કરતાં આવી વહીઓની અંદર લખેલા સંવતે કે મિતિઓ પણ લગભગ બરાબર સાચી હોય છે, કારણ કે તે બધું તે તે કાળમાં થયેલા વહીવંચાઓએ પ્રાયઃ પિતાની હયાતીમાં જ દેખેલું કે થયેલું હોય તે પ્રમાણે લખેલું હોય છે. ગ્રંથકારો કે કવિઓની જેમ ઘણાં વર્ષો પહેલાં થઈ ગયેલી વાતને વહીમાં લખવાનો પ્રસંગ વહીવંચાઓને બહુ જ ઓછો આવે છે, માટે વહીવંચાઓની પ્રાચીન વહીઓને ઈતિહાસનું એક ખરેખર અંગ માનવામાં કશે પણ વાંધો હોય તેમ હું માની શકતા નથી.
જો કે આવી વંશાવળીઓમાં કુટુંબપરંપરાનાં નામ સિવાય બીજો ઈતિહાસ એ છો મળે એ એ વાત ખરી, પરંતુ આમાં પણ દેશ, ગામ, રાજા, આચાર્યો, મુનિઓ વિગેરેનાં નામો ઉપરાંત અમુક અમુક શ્રાવક-શ્રાવિકાઓએ કરેલાં શુભ કાર્યો – જેવાં કે મંદિર બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થોના સંઘ કાઢયા, દીક્ષા લીધી વગેરે બાબતોમાંથી કેટલીક બાબતે તે સંવત તથા ભિતિ સાથે મળી આવે છે અને તે લગભગ વિશેષ વિશ્વાસપાત્ર હોય છે. તે સિવાય તે તે દેશ-કાળના રીત – રિવાજો, પુનલગ્ન કે આંતરજાતીય લગ્ન સંબંધી હકીકત, યુદ્ધ, દેશ – ગામ ભાંગ્યા કે વસ્યાં સંબંધીની હકીકત તથા રાજકીય વિગતે પણ આવી વંશાવળીઓમાંથી મળી આવે છે. વાચકોને ખાત્રી થાય તેટલા માટે એવી એક વંશાવળી નમૂના દાખલ અહીં આપવાનું ઉચિત ધાર્યું છે.
તે વંશાવળી આ પ્રમાણે છેઃ
માં શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org