________________
a
fts fastest
fest head slashdeeds.fe affed salesfoddesses.wordp. hod
1]
દીક્ષા લીધી, તે પહેલાં ચાર વરસથી આજ સુધી ઓછામાં ઓછું એકાસણાનું વ્રત ચાલુ છે. દરરોજ પંચ પરમેષ્ઠિના ૧૦૮ ખમાસમણ આપે છે. ગચ્છની વિશાળ જવાબદારીઓ હાલ તેઓશ્રી સંભાળી રહ્યા છે. ગચ્છને અભ્યદય કરવાની દિશામાં તેમણે સુંદર પુરુષાર્થ દાખવ્યો છે. સં. ૨૦૧૭ માં મેરાઉમાં “આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના તેમને સદુપદેશથી થઈ છે. જૈન ધર્મના તત્વજ્ઞાન, આચાર, શ્રદ્ધા અને ધાર્મિક શિક્ષક, પંડિત તૈયાર કરવા, પ્રાચીન જૈન શાના જુદા જુદા વિષયોનાં જ્ઞાન ઉત્પન્ન કરવા તેમ જ સાધુ–સાવીઓને પણ ધાર્મિક શિક્ષણ આપવાના ઉદેશથી આ સંસ્થા સ્થાપવામાં આવી છે. વગર લવાજમે કાયમ ૪૦ થી ૫૦ છાત્રો તેમાં તાલીમ લઈ રહ્યા છે. કચ્છ નાગલપુરમાં સ્વતંત્ર પોતાની માલિકીની વિશાળ જગ્યા ખરીદી, હાલ આ સંસ્થા ત્યાં ખસેડવામાં આવી છે. કન્યાઓ પણ ધાર્મિક શિક્ષણ પામી આદર્શ મહિલા અને શ્રાવિકા બને એ ઉદ્દેશથી કચ્છ મેરાઉ મધ્યે એ જ સ્થાને “આર્ય કલ્યાણ--ગૌતમ નીતિ શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના કરાવી છે. હવે તેમાં વિધવાઓ અને ત્યક્તા બહેનોને પણ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. ધાર્મિક ક્ષેત્રે :
કચ્છમાં હંસવિજય નામના એક સાધુ ધર્મ અને ગ૭ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, તેથી તેમના દિલને ખૂબ રંજ થયે. સં. ૨૦૧૦ માં મુંબઈમાં સ્થપાયેલ “શ્રી અચલગ૭ ઉત્કર્ષ સંઘ સમિતિ”ને આ વાતની તેમણે જાણ કરી અને કંઈક સક્રિય કાર્યવાહી કરવા પૂજ્ય આચાર્યશ્રીએ પ્રેરણું આપતાં મજકુર સંઘ સમિતિએ સં. ૨૦૨૪ માં પૂ. આ. ગુણસાગરસૂરિના અધ્યક્ષપણે તેઓશ્રીની નિશ્રામાં “અખિલ ભારત અચલગચ્છ અધિવેશન” ભર્યું હતું, જેમાં મુંબઈ, કચ્છ, હાલાર, ગુજરાત, રાજસ્થાન, દેશાવર આદિ સ્થળોએથી લગભગ ૨૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધે હતો. આ ત્રણ દિવસના અધિવેશનમાં ગછના ઉત્કર્ષ માટે ઉપાય છે તેને અમલ કરવા નિર્ણ લેવામાં આવ્યા હતા, અને “શ્રી અખિલ ભારત વિધિપક્ષ (અચલગચ્છ) તાંબર જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. તેમના ઉપદેશથી અબડાસાની પંચતીથીને છરી સંઘ કાઢવામાં આવેલ તથા દેઢિયાથી ભધિરને સંઘ કાઢવામાં આવે, ત્યારે તેમને તીર્થ પ્રભાવક અને “અચલગચ્છાધિપતિ'ની પદવીથી વિભૂષિત કરવામાં આવેલા. સં. ૨૦૩૨ નું ચાતુર્માસ બાડમેર (રાજસ્થાન) કર્યું. ચાર સે વરસો બાદ ત્યાં ગચ્છાધિપતિનું ચાતુમસ થતાં ત્યાંના સંઘમાં ખૂબ ઉત્સાહ અને ગ૭ તથા ધર્મપ્રેમ પ્રગટ. અનેક ધાર્મિક અનુષ્ઠાન થયાં અને પૂજય આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી બંધાવવામાં આવેલ
મશીઆર્ય કયાણામસ્મૃતિગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org