________________
T120
.
ઈ
ઈ.df «નમle fast
d
est so letsfew hold slices as
આમન્યાઓ આપી. પછી રત્નસાગરજી આદિ સઘળા પરિવારને એકઠો કરી સર્વેને જણાવ્યું : “કલ્યાણસાગરસૂરિની આજ્ઞામાં રહેવું.” સહુએ ગુરુનું વચન કબૂલ્યું. ત્યાર બાદ પાંચ દિવસનું અનશન કરીને સમાધિપૂર્વક પંચપરમેષ્ઠીનું શુભ ધ્યાન ધરતા કોઈ પણ જાતની વ્યાધિ વિના સં. ૧૯૭૦ ના ચૈત્ર સુદ ૧૫ ના પ્રભાતે સ્વર્ગે સિધાવ્યા.
કલ્યાણસાગરસૂરિ:
લોલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના નાનીંગશા કેડારીનાં ભાર્યા નામિલદેની કુખે સં. ૧૬૩૩ માં કેડનકુમારનો જન્મ થયે. સં. ૧૬૪૨ માં ધોળકામાં દીક્ષા લીધી. સં. ૧૬૭૦ માં અમદાવાદમાં આચાર્યપદ અને સં. ૧૬૭૦ માં પાટણમાં ગઝેશપદ પામ્યા. સં. ૧૬૭૨ માં ઉદેપુરમાં યુગપ્રધાનપદ મળ્યું. સં. ૧૭૧૮ માં ભુજમાં સ્વર્ગવાસી થયા.
(૧૬૨૦) મહારાવ ભારમલના સમાગમ પછી આચાર્યશ્રીએ સં. ૧૯૫૫ થી સં. ૧૯૬૭ સુધીના ચાતુર્માસ કચ્છનાં વિવિધ ગામમાં કર્યા. આ સમય દરમ્યાન ૭૫ સાધુઓ તથા ૧ર૭ સાધ્વીઓને દીક્ષા આપી તથા ૧૩ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
એમની કારકિર્દીમાં આગ્રાના કુંવરપાલ–સેનપાલ શ્રેષ્ઠિઓએ બંધાવેલ જિનમંદિર અંગે સમ્રાટ જહાંગીરને ચમત્કાર બતાવી, જિનમંદિર સલામત રાખ્યાં. આ બંધુઓએ સમેતશિખરનો સંઘ કાઢવ્યો અને એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જામનગરના શ્રેષ્ઠિ રાયશી શાહે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી સં. ૧૬૬૫ માં પાલીતણાને સંઘ કાઢયો. અને ગિરિરાજ ઉપર મંદિર બંધાવ્યાં, તેની પ્રતિષ્ઠા કરાવી. જામનગરમાં સં. ૧૬૬૮ માં રાયશી અને નેણશી શાહે બંધાવેલાં જિનમંદિરની ભૂમિનું ખાતમૂહર્ત કરાવ્યું. સં. ૧૬૭૫ માં બાવન જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ચૌમુખ દહેરીમાં શ્રી સહસ્ત્રફણા પાનાથ તેમ જ અન્ય ૩૭૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ગેડી પાર્શ્વનાથન સંઘ નીકળે. તેમના ઉપદેશથી ભદ્રેશ્વરથી વર્ધમાન-પદમશી શાહ બધાએ પાલીતાણનો સંઘ કાઢ. ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું તથા જામનગરમાં ૫૦૧ જિનબિંબોની અંજન વિધિ બાદ શાંતિનાથને મૂળનાયકે સ્થાપી બાવન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી.
(૧૯૨૧) કલ્યાણસાગરસૂરિ પણ મેતુંગસૂરિની જેમ જહાંગીર બાદશાહ, ભારમલ આદિ અનેક નૃપતિ પ્રતિબોધક તરીકે જૈન ઇતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. તેમણે અનેક થેનું નિર્માણ કરેલું અને અનેક પ્રતિષ્ઠા કરાવી.
રોજ ની શી આર્ય કયાણાગામ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org