________________
120
edastada todos
dedostoodedostadassaste testostertaseste sa deste destacadadostosa casadastab
toodetestosteste to destacadadestedad
ડે. ભોગીલાલ સાંડેસરા, પંડિત અભયચંદ ભ. ગાંધી, પં. જયંતીલાલ જાદવજી, પં. અમૃતલાલ
લેત આદિ વિદ્વાનોએ પણ બનતી ગ્ય મદદ કરી. પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી મ. સા. તથા પૂજ્ય મુનિશ્રી ધર્મસાગરજી મ. સાહેબે સંપાદિત કરેલ અંચલગચ્છની મોટી પટ્ટાવલિ સમેત ગ્રંથ મુખ્ય સહાયક બન્યા. પરિણામે “અંચલગચ્છ દિગ્દર્શન' જેવા ગચ્છની યશગાથા ગાતા અમૂલ્ય ગ્રંથ માટે સૌ નિમિત્તરૂપ બન્યા, તે બદલ આપણે એ સૌના ખૂબ અણુ છીએ. ૫. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી નેમસાગરસૂરિજીની ઇચ્છાને માન આપી આ ગ્રંથ સમાજસેવિકા, કેડાય આશ્રમવાળાં વિષી સ્વ. બહેનશ્રી રણબાઈ હીરજી છેડા (નળિયાવાળા)ને અર્પણ કરવામાં આવ્યું હતું.
(ગ્રંથકારના પાફકથનમાંથી) (૧) અંચલગચ્છ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના સર્વત્યાગના મહામૂલા ધર્મસંદેશને ચેગમ પ્રસારિત કરી, તેમના આધ્યાત્મિક સંસ્કૃતિધ્વજને ઉન્નત રાખવામાં, તીર્થકરેએ પ્રરૂપેલા માર્ગને અનુરૂપ સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરવામાં, શિલ્પ અને સ્થાપત્યના સર્જનકાર્યમાં કે તેના પુનરુત્થાનમાં, જ્ઞાન અને વિજ્ઞાનને પોષણ આપવામાં અને તેના સંવર્ધનમાં ભગીરથ પ્રયાસો કરી પિતાનો વિશિષ્ટ હિસ્સો પૂરાવ્યો છે. આ ગચ્છની સર્વમુખી અને પ્રતિભાસંપન્ન કારકીર્દિની યાચિત ધ વિના જૈન શાસનને ઈતિહાસ નિઃશંક રીતે અપૂર્ણ જ ગણાય.
જૈન શ્વેતાંબર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે, તે સ્વરૂપના નિર્માણમાં અંચલગચ્છના શ્રમણે – શ્રાવકોને ઉલ્લેખનીય હિસ્સો છે. વિદ્યમાન ત્રણ મુખ્ય ગચ્છમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતરગચ્છ પછી આ ગચ્છનું સ્થાન હેઈને સ્વાભાવિક રીતે જ જૈન શાસનના પ્રાચીન ઇતિહાસને ઘણો મોટો ભાગ આ ગચ્છને ઇતિહાસ જ રેકે છે. સુદીર્ઘ પ્રણાલિકાઓ, આચરણાઓ અને વિચારધારાઓથી આ ગચ્છનો ઈતિહાસ સંપૂરિત ોિઈને, તે જૈન સમાજના સાંસ્કૃતિક ઈતિહાસની પણ ગરજ સારે છે.
(૪) આર્ય રક્ષિતસૂરિ જેવા મહાન તપસ્વીઓ, જયસિંહસૂરિ જેવા અઠંગ ઉપદેશકે, ધર્મઘોષસૂરિ જેવા જીવનદર્શી વિચારકે, મહેન્દ્રસૂરિ જેવા ખેલદિલ શાસનસેવકે, ભુવનતગસૂરિ અને મેસતુંગસૂરિ જેવા મંત્રવાદીઓ, જયશેખરસૂરિ અને માણિક્યસુંદરસૂરિ જેવા સાહિત્યકાર, જયકીતિસૂરિ અને જયકેસરીસૂરિ જેવા પ્રતિષ્ઠાપક, કલ્યાણસાગરસૂરિ અને વિદ્યાસાગરસૂરિ જેવા ધુરંધર આચાર્યો, મુક્તિસાગરસૂરિ અને રત્નસાગરસૂરિ જેવા પ્રભાવકે માત્ર અંચલગચ્છના જ નહીં, સમગ્ર જૈન શાસનના તિરે છે. તેમનાં પ્રશસ્ત કર્યો
20શ્રી આર્ય કયાહાગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org