________________
assesswledge. .lost solstiltsfessode
dishse bedstem foll
owme
1
(૧૨) સં. ૧૫૨૭ થી સં. ૧૫૩૨ પર્યત શ્રી જયકેસરસૂરિ વિહાર પ્રદેશ આ પ્રમાણે હતે. કેટડા ગામ, લેલાડા ગામ, પાટણ. (પ. ર૯૫).
(૧૩) સં. ૧૫૨૭માં શ્રી જયકે સરસૂરિના ઉપદેશથી લેલાડાના રહીશ ભલા શેઠે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (પ. ર૬૯)
(૧૪) સં ૧૪૫રમાં લેલાડા નગરમાં એશવંશીય પડાઈયા ગેત્રીય સમરશીએ શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ કરાવ્યો. (જે અદ્યાપિ વિદ્યમાન છે. મૂળ નાયકજી પણ એ જ શ્રી શાંતિનાથ ભગવાન છે.) આ જ શેઠ શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી એક લાખ રૂપિયા ખચી શત્રુ જ્યની યાત્રા કરી. સં. ૧૫૦૮માં જયકેસરસૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ જિનબિંબ કરાવી બાડમેરમાં પ્રતિષ્ઠા કરાવી. (આમ લોલાડામાંના શ્રી શાંતિનાથ ભગવાન તથા બાડમેરમાંના શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવનાર શેઠ સમરશી છે.)
(૧૫) વાવ વિદ્યાવલભગણિએ સં. ૧૫૯૪માં માગસર સુદ તેરસ, ગુરુવારે લેલાડા ગામમાં રહીને અrદ્વત્રિત કરવાની પ્રત લખી. જુઓ : સં. ૧૬૧૪ વરે માતા-પુરિ ત્રયોદર કુદवासरे लोलाडागामे अचलगछे वा. विद्यावल्लभगणिजी लिखितम् । (पृ. ३४१)
(૧૬) યુગપ્રધાન શ્રી કલ્યાણસાગરસૂરિજી દાદા :
લોલાડા નગરમાં જ્ઞાતિય કોઠારી વંશીય શ્રેષ્ઠી નાનિંગભાર્યા નામિલદેવી કુખે, સં. ૧૬૩૩ના અષાઢ સુદી ૨, ગુરુવાર, આદ્રા નક્ષત્ર, સૂર્યાદિ ઘડી ૩૯૯ (૫–૫૦ કલાકે) શ્રી કોડનકુમારને (પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરિજી દાદાને) જન્મ થયો.
આમ લેલાડા ગામ ભૂતકાળમાં નરવીરો અને સૂરિસમ્રાટની જન્મભૂમિ હોવાનું બહુમાન ધરાવે છે. અંચલગચ્છના અનેક આચાર્યોની વિહારભૂમિ હતી. અનેક નામાંકિત આચાર્યોએ અહીં ચાતુર્માસે કરેલાં છે. અને કેટલીયે ચમત્કારિક કૃતિઓની રચના અહીં સ્થિરતા કરીને કરેલી છે. આમ છતાં નોંધપાત્ર દુઃખદ હકીકત એ છે કે, છેલ્લાં વર્ષોમાં અંચલગચ્છનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ તરફથી કલ્યાણસાગરસૂરિ દાદાની આ જન્મભૂમિ પ્રત્યે ઘેર ઉપેક્ષા સેવવામાં આવી છે. અત્યંત શોચનીય હકીકત તો એ છે કે, શ્રી કલ્યાણસાગરસૂરિ દાદાનું કોઈ સ્મારક તેમના આ જન્મભૂમિના ગામે નથી.
પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિ દાદાના સ્મારકરૂપે એક ગુરુમંદિર, એક ઉપાશ્રય લેલાડી ગામમાં કરાવવાની ખાસ જરૂર છે. સ્થાનિક જૈન સંઘ તરફથી આર્થિક સંકડામણને લીધે આ સ્મારક થઈ શકે તેમ નથી. તેથી અંચલગચ્છના પૂજ્ય સાધુ-સાધ્વીજીઓને તથા અચલગચ્છના શ્રાવક-શ્રાવિકા ભાઈ–બહેનેને યુગપ્રધાન દાદાનાં કાર્યો અનુરૂપ એક બે ભવ્ય સ્મારકે લેલાડા ગામે કરાવવાની વિનંતિ સાથે વિરમું છું.
મન ગ્રી આર્ય કયાઘગૌતમસ્મૃતિગ્રંથ, કાDિE.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org