SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ . .....so closed...Mocerosistakesodessessessociadosedecessodessessed પરંતુ, જરા ઊંડાણથી વિચારવાથી આ તથ્ય સમજી શકાશે કે, આ તે આપણું રોજના અનુભવમાં આવવાવાળી વાત છે. કોણ નથી જાણતું કે, એક જ વ્યક્તિમાં પિતાના પિતાની દષ્ટિથી પુત્રત્વ, પુત્રની દૃષ્ટિથી પિતૃત્વ, ભાઈની અપેક્ષાથી ભાતૃત્વ, છાત્રની દૃષ્ટિથી અધ્યાપક અને અધ્યાપકની દૃષ્ટિથી છાત્રત્વ આદિ પરસપરમાં વિરુદ્ધ ધર્મો પ્રાપ્ત થાય છે. હા! વિરોધને પ્રશ્ન ઊઠાવ ત્યારે જ ઉચિત કહી શકાય, જ્યાં એક જ અપેક્ષાથી, એક પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોનું નિરૂપણ કરવામાં આવે. પદાર્થમાં દ્રવ્યની દૃષ્ટિથી નિત્યત્વ, પર્યાયની દૃષ્ટિની અનિત્યત્વ, પોતાના સ્વરૂપની દૃષ્ટિથી સત્વ અને પરસ્વરૂપની દષ્ટિથી અસત્વ સ્વીકાર કરાય છે. આથી અનેકાંતના સિદ્ધાંતને વિરોધમૂલક બતાવવું તે પિતાની અજ્ઞાનતાને પરિચય આપ્યા બરાબર છે. અનેકાંતની ઉપયોગિતા અને જેન તત્ત્વજ્ઞાનનો મૂળ આધાર : જ્યાં સુધી મનુષ્ય પોતાના જ વિચારોને અથવા મંતવ્યને સર્વથા ઠીક સમજતું રહે છે, પોતાની જ વાતને પરમ સત્ય માનતો રહે છે, ત્યાં સુધી તેમાં બીજાના દષ્ટિકોણને સમજવાની દષ્ટિ કે ઉદારતા નથી આવતાં અને તે “કૂવાને દેડકે” બની રહે છે. હકીકતમાં તે પિતાને સાચે અને બીજાને સર્વથા મિથ્યાવાદી સમજી બેઠે હેાય છે. આજે એક જ કુટુંબમાં કલહ કલેશે છે ! સાર્વજનિક જીવનમાં ક્રૂરતા છે! ધાર્મિક ક્ષેત્રમાં “હું” “તું” “મારા તારાની બોલાબોલી છે. આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ઊંડી તાણુતાણ છે. આ બધું અનેકાંતના દષ્ટિકોણને ન અપનાવવાનું કારણ છે. આમ અનેકાંતવાદ જૈન સંસ્કૃતિના તત્વજ્ઞાનને મૂળાધાર છે. એ સહેજે સમજી શકાય તેમ છે. જેમ પ્રકાશ આવતાં જ અંધકાર અદશ્ય થઈ જાય છે, તેવી જ રીતે અનેકાંતને આલાપ માનસમાં આવતાં વેંત જ કલહ દ્વેષ, વૈષમ્ય, કાલુષ્ય, સંકુચિત વૃતિ અને સંઘર્ષ સર્વે શાંત થઈ જાય છે અને શાંતિ અને સમન્વયનું મધુરું વાતાવરણ વૃદ્ધિ પામતું જાય છે. એકમેકમાં વિરોધ અને સંઘર્ષાત્મક હઠાગ્રહરૂપ વિષને વિદાય આપી, અવિરોધ શાંતિ સહઅસ્તિત્વના આ અમૃતવર્ષમાં જ અનેકાંતવાદની સર્વોપરી ઉપયોગિતા સિદ્ધ જ છે. ઉપસંહાર : - જૈન સંસ્કૃતિમાં જે કંઈ પશુ વાત કહેવામાં આવી છે, તે અનેકાંતાત્મક વિચાર અને રવાદ્વાદની ભાષામાં કહેવામાં આવી છે. કોટિ કોટિ વંદન છે અનેકાંત દષ્ટિ આપનાર સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને અને પરમ ગીતાર્થ આચાર્ય ભગવંતોને ! શ્રી આર્ય કથાઘગોતHસ્મૃતિગ્રંથ 7DS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy