________________
[૮૬]ha
*************************************************************
પ્રત્યેક વસ્તુના રૂપમાં સત્ જ થઈ જાય, તે વિશ્વપટ પર કોઈ વ્યવસ્થા જ ન રહે, એક જ વસ્તુ સČરૂપ થઈ જાય. અનેકાંતવાદ સંશયવાદ નથીઃ
અનેકાંતના સબધમાં અજૈન જગતમાં કેટલીયે બ્રાન્તિએ ફેલાયેલી છે. કેટલાક નુ માનવુ છે કે, અનેકાંતવાદ એ સંશયવાદ છે. કિંતુ, જૈન દર્શનના દૃષ્ટિબિંદુએ આ સત્યથી પર છે, સત્યથી હજાર માઈલો દૂરની વાત છે. સંશય તે તેને કહેવાય છે કે, જે કોઈ પણ વાતને નિણૅય ન પામી શકે. અંધારામાં કોઈ વસ્તુ પડી છે, તેને જોઈ ને વિચાર આવે કે આ દેરડું હશે કે સાપ ! એમ કેઈ નિશ્ચય પ્રાપ્ત નથી થતા. કઈ વસ્તુ નિશ્ચયાત્મક રૂપથી ન સમજાય તે તે સંશય'નું સ્વરૂપ છે. પરંતુ અનેકાંતવાદમાં તા કાઈ સંશય જેવી સ્થિતિ છે જ નહિ, તે તે સંશયના મૂળચ્છેદ કરાવવાવાળા નિશ્રિતવાદ છે.
અનેકાંતવાદીને સર્વ ધર્મો સમન્વય એક જુદી કાટીને હોય છે. તે સત્યને સત્ય અને અસત્યને અસત્ય રૂપમાં દેખે છે, માને છે અને અસત્યને ત્યાગ અને સત્યના સ્વીકાર કરવા માટે સતત ઉદ્યમશીલ રહે છે. અસત્યનેા પક્ષ ન કરવા અને સત્ય પ્રતિ સદા જાગૃત રહેવુ' એ જ અનેકાંતવાદીની સાચી તટસ્થ અને મધ્યસ્થ દૃષ્ટિ છે. સત્યઅસત્યમાં કોઈ વિવેક ન કરવા, તે મધ્યસ્થ દૃષ્ટિ નથી, પણ અજ્ઞાન ષ્ટિ છે, જડ ષ્ટિ છે. અનેકાંત સિદ્ધાંતને માનવાવાળી વ્યક્તિને મધ્યસ્થ ભાવ એક અલગ પ્રકારને જ હાય છે. જેની સ્પષ્ટતા નિમ્ન શ્લકમાં આપણે જાઈ શકીએ છીએ :
' तत्रापि न द्वेषः कार्यो, विषयस्तु यत्नतो मृग्धः । तस्यापि च सदूयन सर्वम या प्रवचनादन्यत्न ||
[ પેાકાત ૧૬-૧૨ ] ~ અન્ય શાસ્ત્રો પ્રતિદ્વેષ કરવા ઉચિત નથી, કિંતુ તે જે વાતા કરે છે, તેની પ્રયત્નપૂર્વક શોધ કરવી જોઇએ. તેમાં જે સત્ય વચન છે તે દ્વાદશાંગી રૂપ પ્રવચનથી ભિન્ન નથી. મુખ્ય સારાંશ એ છે કે, જૈન દનના પ્રાણુ અનેકાંતવાદ અસત પક્ષોને સમન્વય નથી સાધતા. આનાથી તે જીવનમાર્ગીમાં અંધસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. ફક્ત સાપેક્ષા અને તથ્યાંશેાના સમન્વય જ · અનેકાંત ’છે. શુ' એક જ વસ્તુમાં વિરોધી ધમ રહી શકે ?
એક જ પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સત્ પણ છે અને અસત્ પણુ છે, એક પણ છે અને અનેક પણ છે. જૈન ધર્માંના મેરુમણ અનેકાંતવાદના આવા જ આઘાષ છે. નિત્યત્વ-અનિત્યત્વ, સત્ય-અસત્વ, એકત્વ-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધ એક જ પદાર્થીમાં કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થઈ શકે છે.
૯ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org