________________
ક8.4
4 vie.
ન.
l*dlesl»»l»l»l-slsess.ssld..tfs.sslessed oldest blesse.desel•
••••••••••••••[
9]
પિતા માલુ શાને પુત્રની ચિંતા હતી. એના મામાને પત્ર આવ્યો કે, વેલાને હવે દુકાન કરી આપવી છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી ! ખેતીના તે જગ નહોતા ને નોકરી ગમતી નહતી !
પિતા માલુ શાએ રૂપિયા એક હજારની હૂંડી મોકલી. મામાએ માંડવી બંદર પર, કાળા બજારમાં વેલાને કાથીની દુકાન કરી આપી.
કાથીને વેપાર ! સામાન્ય માણસને એનું કંઈ મહત્વ ન લાગે, પણ સામાન્યમાંથી વિશિષ્ટતામાં પ્રવેશનાર આ લેકે હતા. નીસરણીના એકએક પગથિયે ઊતર ચઢનારા હતા. પહેલે વર્ષે રૂપિયા સો ની કમાણી કરી.
વેલે અ વેપારી થઈ ગયે ! પણ એની નજર સામે અનંત જળરાશિભર્યો સાગર નર્તતે હતા. એ તરંગો પર સફર ખેડતાં વહાણે એના દષ્ટિપથને આવરી લેતાં. દુકાનમાં બે વેલે જાણે વહાણની લાંબી સફર ખેડવાના દીવાસ્વપ્ન માણ.
વેલાએ ધંધાને વિસ્તાર કર્યો. કાથીના બદલે વહાણનાં દોરડાંનો વેપાર વધાર્યો. કમાણ વધી. મા-બાપને સંતાપ આપનાર સુપુત્રે માતાપિતાને તીર્થયાત્રા કરાવવા માંડી.
માતાપિતા વેલાને પરાક્રમી નીવડેલે જોઈ રાજી થયાં. વેલાઓ હવે મલબારથી માલ મંગાવીને વેચવા માંડે, વહાણના મોટા રસ્તાઓને વેપાર આરંભે.
આ ધંધામાં મોટા મોટા વહાણવટીઓ સાથે પિછાન થઈ. દેશ પરદેશની વાતે એની પાસેથી સાંભળવા મળી !
વેલાના પરાક્રમનો ઘડો થનગની રહ્યો. એ કલ્પનાની પાંખે ઊડવા લાગ્યા, ને પરદેશે ને બજારમાં ધૂમ વેપાર જમાવવા લાગ્યા.
અલકાસમ કરીને બસરાના એક વહાણવટી સાવે વેલા શાને પિછાન થઈ. એ વખતે વહાણે ઘણાં ફરતાં, પણ એમાં સાચાં વેપારી વહાણ ક્યાં, અને ચાંચિયાગીરી કરનારા વહાણ કયાં, એની તપાસ મુશ્કેલ હતી.
લેકે વેલા શાને ડરાવતા : “જે જે ભલા માણસ ! લાખના બાર હજાર ન કરતે. એના કરતાં આ થડાને શાંતિભર્યો ધંધે શું ખોટો છે ?”
પણ જેની નસમાં સાહસ છે, એ નરકેસરીએ કદી આવી વાતેથી નરમ પડતા નથી. એમના પરાક્રમને એથી પાંખ ફૂટે છે.
આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ કઈES
SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org