________________
કોઠારાનું ગગનચુંબી ભવ્ય જિનમંદિર
જેમની કીર્તિગાથા ઉચ્ચારી રહ્યું છે, તે કચ્છના શાહ સેદાગર શેઠ વેલ શાહ
– શ્રી જયભિખુ
[ ગુજરાત તથા સૌરાષ્ટ્રની સાથે સંબંધ ધરાવતે કચ્છ પ્રદેશ તેની શરવીર, દાનવીર તથા સાહસિક કચ્છી પ્રજાનાં શીય તથા સાહસની ગાથાઓ ગાઈ રહ્યો છે. તેમને અબડાસાને પ્રદેશ દશા ઓશવાળ વણિકોની જન્મભૂમિ. મુંબઈ કલકત્તા તથા દેશ-પરદેશના વ્યાપાર ખેડનારા એ સાહસિક વ્યાપારીઓએ કેવળ લ૯મી કમાઈ જાણી નથી, ખરચી પણ જાણી છે. ભક્તિ, ધર્મભાવના, પરોપકાર તથા પરમાર્થના કાર્યોમાં તે શાહ સોદાગરે એ લક્ષ્મીને પાણીની જેમ વાપરે છે. શેઠ નરશી નાથા, શેઠ નરશી કેશવજી જેવા નરરતનોએ ઉદારતા તેમ જ ધર્મભાવનાથી શ્રી સિદ્ધગિરિજી જેવાં તીર્થ સ્થળોમાં ભવ્ય ગગનચુંબી જિનાલય બંધાવી વિશાળ ધર્મશાળાઓ બંધાવી, પિતાની લક્ષ્મીને સફળ બનાવી છે. અબડાસામાં નળિયાના વિશાળ જિનમંદિરનાં દર્શન કરતાં શેઠ શ્રી નરશી નાથાની ઉદારતા, ધર્મશ્રદ્ધા તથા પ્રભુભક્તિને હાથ જોડવાનું દિલ થાય છે. આ જ રીતે કોઠારામાં ગગનચુંબી અને ભવ્ય, શ્રી સિદ્ધગિરિજી તીર્થની ટૂંક જેવું જિનમંદિર બંધાવવામાં જે ભાગ્યશાળી શાહ સોદાગરે પોતાની શ્રદ્ધા, સમર્પણ, સભાવ તથા ભક્તિભાવના તેમ જ આદમભોગનો ઉજવલ ઇતિહાસ સર્જ્યો છે, પૈસા ઉદારતાપૂર્વક હાથના મેલની જેમ ખર્ચો છે, તે શેઠ વેલ માલ શાહના જીવનની કહાણી ભવ્ય, હૃદયંગમ શૈલીમાં મહાગુજરાતના પ્રસિદ્ધ વાર્તા લેખક અહીં રજૂ કરે છે. ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા આ લેખ, તેના લેખકના સૌજન્ય ભાવને સ્વીકારવાપૂર્વક અને અહીં પ્રસિદ્ધ કરીએ છીએ.
- સંપાદક]
કચ્છ કોઠારાને એક કરો. વેલ એનું નામ. રૂપાળાં ને કાવ્યભર્યા નામનો એ યુગ જ નહિ. લેકનું ભણતર પણ સાવ સામાન્ય ! રળતર માટે તેઓ માને કે હૈયું અને હાથ બે વસ્તુ જોઈએ !
હૈયું એટલે હિંમત જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં હારવાની વાત નહિ. નિરાશ થવાની નિયત નહિ. કાયપણું તો પાસે ટુ કે જે ક્યાંથી?
એ આર્ય કયાણા ગૌતમસ્મૃતિ ગ્રંથ ઉE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org