SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ e ( 6 OUR શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ક્યાં ? – શ્રી રમણલાલ બબાભાઈ શાહ જેમ આપણે શ્રી યુગપ્રધાનોથી અપરિચિત છીએ, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ પણ આપણા માટે અપરિચિત છે. વળી શોધખેળ માટેના ઘણા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. તેમ જ આ તીર્થ માટે જુદાં જુદાં સ્થળો માટેનાં અનુમાને પણ થયેલાં છે. હિમાલયમાં આવેલા કૈલાસ શિખર માટે પણ અનુમાન થયેલું છે, પરંતુ કૈલાસ તથા એવરેસ્ટ આદિ શિખરનાં સંશોધન થઈ ગયાં છે અને ત્યાં અષ્ટાપદજી તીર્થ નથી તે નક્કર હકીક્ત છે. તેથી આ અષ્ટાપદજી ક્યાં છે તે માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આ તીર્થની શોધ કરતાં પહેલાં કેટલીક હકીક્તો સમજી લેવાની ખાસ જરૂર છે. (૧) ભારતવર્ષ અને ભરતક્ષેત્રની તુલના. (૨) હિમાલય અને હિમાવંત તેમ જ વિ ધ્યાચલ અને વૈતાઢય પર્વતની તુલના. કારણ એ છે કે, ભારત અને ભરતક્ષેત્ર તથા હિમાલય અને હિમવંત પર્વત વગેરે નામમાં સામ્ય હોવાને કારણે કેટલીક ગેરસમજૂતી ઘણા લાંબા સમયથી ચાલી આવેલી છે. ભરતક્ષેત્રના કુલ ૩૨,૦૦૦ દેશે પૈકીના ૨પા આર્ય દેશને આપણે કેટલાય સમયથી ભારતવર્ષમાં જ માનતા આવ્યા છીએ અને તેથી જ યુગપ્રધાનનું અસ્તિત્વ તથા શ્રી અષ્ટાપદજી આદિ તમામ મહાતીર્થો તથા તીર્થકરોની કલ્યાણક ભૂમિએ આપણે લગભગ ભારતવર્ષમાં જ માનીએ છીએ. અને આ કારણથી ગૂંચવાડો ઊભો થવાથી શાસ્ત્રસંમત કેટલીક હકીકતે પ્રત્યે અશ્રદ્ધા ઉપસ્થિત થવાના પ્રસંગે બને છે. હકીકતમાં, ભારતવર્ષ ઉત્તરથી દક્ષિણ લગભગ ૧,૯૦૦ માઈલ અને પૂર્વથી પશ્ચિમ લગભગ ૧,૮૦૦ માઈલવાળા પ્રદેશ છે, જયારે શાસ્ત્રસંમત ભરતક્ષેત્ર ઉત્તર સીમાએ ૧૪,૪૭૧ જન ૪૩૬૦૦ = પર૦ લાખ – આશરે ૫ કરોડ, ૨૦ લાખ માઈલ અને ઉત્તરથી દક્ષિણ પ૨૬ જન ૪૩૬૦૦ = ૧૮ લાખ, ૯૦ હજાર માઈલવાળું એક મોટું ક્ષેત્ર છે. હિમાલય પર્વત આશરે બે હજાર માઈલ લાંબે, ૫૦૦ માઈલથી પણ ઓછે પહેળે અને વધુમાં વધુ ૬ માઈલ (એવરેસ્ટ શિખર) જેટલે ઊંચે છે, જ્યારે હિમવંત પર્વત લગભગ ૧,૫૦૦ એજન ૪૩૬૦૦ = આશરે ૫ કરોડ માઈલ લાંબે, ૧,૦૫ર જન = ૩૬ લાખ માઈલ પહોળા અને ૧૦૦ જન = વા લાખ માઈલ ઊંચો છે. હિમાલયની ઉત્તરમાં તિબેટ, ચીન વગેરે દેશો આવેલા છે, જે કર્મભૂમિના દેશો છે, જયારે હિમવંત પર્વતની ઉત્તરે હિમવંત નામનું ક્ષેત્ર આવેલું છે અને તે અકર્મભૂમિનું ક્ષેત્ર છે. કરી શ્રી આર્ય કથાઘગોતમસ્મૃતિગ્રંથ DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy