SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ thssastesslesslolossessessesses Mated solve stofocessfe sssssssssssssssssssssssssssssb[૪૧] વ્યકિતઓએ પણ ઉપરોક્ત શુભ નિમિત્તેમાંનું કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં પાછી પાની નથી કરી. પૂજયપાદ શ્રીમાન દેવર્ધિગણિ ક્ષમાશમણે ગ્રંથલેખનને આરંભ કરાવ્યો ત્યારે અને તે પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યકિતઓએ વિશાળ જ્ઞાનંડારોની સ્થાપના કરી છે. એનું સંપૂર્ણ સંશોધન કરવું અશકય છે, પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાને તથા આચાર્ય શ્રી હેમચંદ્ર કૃત સવા લાખ લોકપ્રમાણુ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખવી તેના અભ્યાસીઓને દેશ પરદેશમાં ભેટ મોકલાવ્યા ઉલ્લેખ “પ્રભાવક ચરિત્ર” તથા “કુમારપાલપ્રબંધ'માં છે. મહારાજા કુમારપાળને માટે પણ કુમારપાલપ્રબંધાદિમાં એકવીશ જ્ઞાનભંડાર સ્થાપ્યાને તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથે અને આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત “ગશાસ્ત્ર, “વીતરાગસ્તવની હાથથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની બેંધ છે. મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગૅદ્રગથ્વીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારે લખાવ્યાની નેંધ જિનહર્ષ ગણિકૃત ‘વસ્તુપાલચરિત્ર', ‘ઉપદેશ તરંગિણી’ આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મંત્રી પેથડ શાહ તપગચ્છીય આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે આગમ શ્રવણ કરતાં “ભગવતીસૂત્રમાં આવતા “વીરગૌતમ' નામની સેનાનાણથી પૂજા કરી, તે એકઠા થયેલા દ્રવ્યથી પુસ્તક લખાવી ભરુચ આદિ સાત સ્થાનમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થમાં, ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણા શાહે, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબારનિવાસી સં. ભીમનાં પૌત્ર કાલુએ, આગમગચ્છીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકરત્નસૂરિના ઉપદેશથી પેથડ શાહ, મંડલીક તથા પર્વતકાન્હાએ નવીન ગ્રંથ લખાવી જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડે જ્ઞાન ભંડાર ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણું શીર્ણ–વિશીર્ણ થઈ ગયા અને ઘણું માલિકીના મોહમાં કે અજ્ઞાનતાથી ઉધઈના મુખમાં અદશ્ય થયા કે જીર્ણ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઈને ચાટી જવાથી અથવા તે બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલ પાથલના સમયમાં એકબીજા પુસ્તકોનાં પાનાંઓથી ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા એમ શીઆર્ય કયા ગોમ સ્મૃતિગ્રંથ, કી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy