________________
વિધિ પક્ષ ગચ્છીય નવ મરણે
- પ્રો. હીરાલાલ ર. કાપડીઆ M. A.
[ સ્મરણ : સંજ્ઞા, સંખ્યા ઈત્યાદિ ” નામને મારો લેખ “ આત્માનંદ પ્રકાશ' (પુ. ૭. અંક ૯) માં પ્રસિદ્ધ થયાને ૨૬ વર્ષ વીતી ગયાં. આજે એક રીતે એ જ વિષયને ભક્તિ સાહિત્ય અંગેના આ લેખ લખવા હું પ્રવૃત્ત થયો છું. મૂર્તિપૂજક તાંબરેના વિવિધ ગરોમાંથી આજે તે ચાર જ ગ૭ વિદ્યિમાન છે. (૧) ખરતર (૨) વિધિ પક્ષ યાને અંચલ (૩) તપા (૪) પાશ્વ (પાયચંદ્ર). આ પૈકી ખરતર અને તપા ગ૭નાં સ્મરણો વિષે કેટલુંક મેં ઉપર્યુકત લેખમાં લખ્યું, ત્યારે વિધિ પક્ષ અને પાર્ધચંદ્ર ગ૭ વિષે યથાયોગ્ય પસ્તાના અભાવે લખ્યું ન હતું. અદ્યાપિ પાર્ધચંદ્ર ગ૭ના શ્રાવકોના પ્રતિક્રમણોમાં સૂત્રો જેવું પણ પુસ્તક મારા જેવામાં આવ્યું નથી. એ ગચ્છની પણ સ્મરણને લગતી કોઈ કૃતિ છે કે નહિ, તે પણ જાણવામાં નથી.
* જિન રત્ન કોશ” (વિ. ૧, પૃ. ૨૦૯) માં “નવ સ્મરણ” નામની એક કૃતિની નોંધ છે. એના પર “ અભય દેવ' નામની કોઈ વ્યક્તિની વૃત્તિ છે. એ બને પૈકી પ્રથમની હાથપોથી લીંબડી અને સુરતના ભંડારમાં છે અને બીજી પંજાબમાં. મૂળ અને વૃત્તિ પૈકી એકે વિષે મને વિશેષ માહિતી નથી. આ અંગે કેઈ સાક્ષર સહદય આ દિશામાં પ્રકાશ પાડે તેવી મારી સાદર વિજ્ઞપ્તિ છે.
– કર્તા ]
મરણો તપાગચ્છીય નવ સ્મરણો નીચે પ્રમાણે છે :
૧. નવકાર ૨. ઉવસગ્ગહર ૩. સંતિકર (મુનિ સુંદરસૂરિ કૃત) ૪. તિજયે પહત્ત (માનદેવસૂરિ કૃત ?) પ. નમિઉણ (માનતુંગસૂરિ કૃત) ૬. અજિયસંતિ (નંદીષેણ કૃત) ૭. ભક્તામર (માનતુંગસૂરિ કૃત) ૮. કલ્યાણ મંદિર (સિદ્ધસેન દિવાકર કૃત) ૯. બૃહસ્થાનિત (વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ?)
આ પૈકીના સ્મરણ ૧, ૩, ૬ અને હ્નો પ્રતિક્રમણમાં ઉપયોગ કરાય છે.
ગ)S
આર્ય કદયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org