________________
b
ad.
Ms.
.............
................
..............selesssssssssssss dogfosofessos/૧૩
જ્યારે અંદરને આત્મા શરીરમાંથી નીકળી જાય છે (મૃત્યુ થાય છે), ત્યાર પછી એ શરીર આવી કઈ ક્રિયા કરી શકતું નથી; તેથી નિશ્ચયથી શરીરમાં રહેનાર આત્મા જે પદાર્થ શરીરથી ભિન્ન છે જ, દૂધ અને પાણીની જેમ શરીરની સાથે એકમેક જેવો થઈને રહેલે આત્મા ઉપરથી, શરીરથી અલગ દેખાતા નથી. પરંતુ દૂધ અને પાણી મળેલાં હોય તેમાં . હંસ જે ચાંચ નાખે તે દૂધ અને પાણી અલગ દેખાઈ આવે છે. તેમ આત્મા અને શરીર પુદગલની અનેક જ્ઞાનની અને જડતાની બાબતે વિચારવારૂપ ચાંચ નાખવાથી આત્મા શરીરથી ભિન્ન છે, એવી સમજ આવે છે. આજે બનેલી વાતને બે ચાર માસ કે બે ચાર વર્ષ કે તેથી વધારે વખત પછી પણ સ્મરણમાં રાખનાર આ શરીર નથી, પણ શરીરમાં રહેલો આત્મા છે. ઊંઘમાં સ્વમ આવે, એ સ્વપને પ્રસંગ મહિનાઓ કે વર્ષો સુધી યાદ રહે. એ યાદ રાખનારો કેણુ છે? આત્મા જ છે. તેથી શરીરથી અલગ, શરીરમાં રહેલે એ આત્મા છે જ.
(૨) આત્મા નિત્ય છે કે આત્માને કયારે પણ નાશ થતો નથી. આ આત્મા કર્મથી દેવના, મનુષ્યના, તિયચના અને નારકીનાં શરીરને ધારણ કરે છે. આયુષ્ય પૂર્ણ થતાં, એ શરીરમાંથી એ જીવને જવું પડે છે. તેને લેકે “મૃત્યુ” કહે છે. વાસ્તવિક રીતે આત્માનું મૃત્યુ થતું નથી. શરીરથી આમાં છૂટો થાય છે અને બીજા શરીરને ધારણ કરે છે. આત્મા એ જ હોય છે. તે ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે, એટલે એક સ્વરૂપે નાશ પામે છે અને બીજા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આત્મા પર્યાયથી ભિન્ન ભિન્ન દેડ ધારણ કરતે, બદલાતે કે નાશ પામતે દેખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે આત્મા અચળ, અખંડ, અક્ષય, શાશ્વત, નિત્ય છે.
(૩) આત્મા કર્મ કર્તા છે : કર્મયુકત આત્મા કર્મથી પ્રાપ્ત થયેલાં મન, વચન અને કાયાના વેગથી, સતત, રાતદિવસ અનેક જાતની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. તે શરીરના સંબંધથી ખાય છે, પીએ છે, બેસે છે, સૂએ છે, ફરે છે, રમે છે, વિષયે સેવે છે, ધન સંપત્તિ મેળવવા રાતત પ્રવૃત્તિ કરે છે; કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, રેગ, શેક, રતિ, અતિથી અનેક જાતની પ્રવૃત્તિઓ કરે છે, તેથી આત્મામાં શુભાશુભ કર્માશ્રવ થાય છે. તેનાં શુભાશુભ ફળ આત્માને ભેગવવાં પડે છે. એ કર્મોને કર્તા આત્મા પોતે જ છે. તેથી આત્માને કર્મને કર્તા કહે છે. નિશ્ચયથી આત્મા પિતાના ગુણનો કર્તા છે.
(૪) આત્મા કમને ભકતા છેઃ આત્માએ પોતે કરેલાં કર્મોના ફળસ્વરૂપે મળતી નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિને અનેક વાર ભગવેલી છે અને ચારે
ધા
શ્રી આર્ય કયાામસ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org