________________
T૮]
રોકose Members
- dhakhadહકે
સૂરિ જેવા આચાર્ય ભગવંતની જેમ જેન શાસનને પ્રભાવ વધારે તે છડું વિદ્યામંત્રબલી પ્રભાવક જાણવા.
(૭) જૈન શાસ્ત્રનો અભ્યાસ કરી, અંજનાદિ યોગોને સિદ્ધ કરી, તેનાથી જૈન શાસનની પ્રભાવના કરે, તે શ્રી કાલિકાચાર્યની જેમ અંજનાદિ ગસિદ્ધ પ્રભાવક જાણવા.
(૮) જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી, સુવિશિષ્ટ કોટિની કવિત્વ શક્તિ કેળવી, વિવિધ પ્રકારનાં કાવ્ય રચી જૈન શાસનને પ્રભાવ વધારે, તે સિદ્ધસેન દિવાકરસૂરિની જેમ જૈન શાસનને પ્રભાવ વધારનાર એવા મહાકવિ પ્રભાવક જાણવા.
જ્યારે આવા પ્રભાવક ન થતા હોય ત્યારે મોટા યાત્રાસંઘે કઢાવવા, અને જિન મંદિરે, જિન પ્રતિમાઓ બનાવરાવી અંજનશલાકાઓ કરાવવી, પ્રતિષ્ઠા કરાવવી, ઉજમણુઓ કરાવવાં, જિતેંદ્રભક્તિ ઉત્સવે કરાવવા. આમ જિનશાસનને પ્રભાવ વધારનારાં કાર્યો સતત કરાવતાં રહી જેઓ જૈન શાસનનો પ્રભાવ વધારતા રહે છે, તેઓ પણ પ્રભાવક કહેવાય છે. આવા શાસન પ્રભાવક આચાર્યાદિ મુનિ ભગવંતે ખરેખર અનેક ધન્યવાદને પાત્ર છે.
૭. સમયત્વનાં પાંચ ભૂષણ પહેલું ભૂષણ-ધર્મક્રિયાઓમાં કુશળપણું. ત્રણ વખત જિનપૂજા કરવી, દેવ દર્શન, દેવ વંદન કરવાં, સતરભેદી આદિ અનેક પ્રકારની પૂજાઓ ભણાવવી, સામાયિક કરવા, બે ટંક પ્રતિકમણ કરવાં, પર્વ દિવસમાં પૌષધ કરવા, વિવિધ પ્રકારની આરાધના કરવી અને કરાવવી. આ અને આવી બીજી પણ જૈન ધર્મની ક્રિયાઓ કરવી, કરાવવી અને એ કરાવવામાં અત્યંત નિપુણતા, કુશળતા પ્રાપ્ત કરવી, તે સમ્યક્ત્વનું પહેલું ભૂષણ છે.
બીજુ ભૂષણ - તીર્થ સેવા. જે તારે તે તીર્થ કહેવાય. તેવા તીર્થની યાત્રા કરવી, કરાવવી; તીર્થસ્વરૂપ એવાં સાધુ અને સાધ્વી, પ્રવચન અને ચતુવિધ જૈન સંઘ તેની સેવા કરવી, કરાવવી; અને જૈન આગમ વગેરે પર પ્રેમ રાખી તેની સેવા કરવી એ તીર્થ સેવારૂપ બીજુ ભૂષણ છે.
(૩) ત્રીજુ ભૂષણ-જૈન દેવગુરુની ભક્તિ. આ જગતમાં અરિહંત પરમાત્મા જેવા કોઈ તારક દેવ નથી અને એ જિનેશ્વર દેના કહેલા સાધુના માર્ગે ચાલનારા મહાવ્રતધારી જેવા બીજા કોઈ તારક ગુરુઓ નથી, એવી શ્રદ્ધા રાખી, જિનેશ્વર દેનાં દેરાસરો બંધાવી, જિન પ્રતિમાઓનું નિર્માણ કરાવી, પ્રતિષ્ઠા કરાવવી, જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ: જિનાલય માટે જિન પૂજાભકિત માટે ઉપયોગી એવાં કાર્યો કરવાં, ઉપયોગી એવી વસ્તુઓ જિનાલયમાં આપવી. જિન પૂજા અત્યંત ભક્તિપૂર્વક કરવી, બીજાને પૂજા કરવામાં
કઈ આર્ય કાયાધગૌતમસ્મૃતિગ્રંથ હિટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org