________________
ssad ste............so sisteststes •••••.testivists.essess.od...aspossistakesle kioskolso slow lose & s lesje s[૧]
જિન પ્રતિમાઓ, જિન મંદિરોને વિનય, (૭) જેન સિદ્ધાંત, જૈન શાસ્ત્રોને વિનય, (૮) દશ પ્રકારના જૈન સાધુધર્મને વિનય, (૯) જૈન શાસનના અંગભૂત ચતુવિધ શ્રી જૈન સંઘન, પ્રવચન-તીર્થને વિનય, (૧૦) સમ્યત્વને વિનય એટલે સમ્યકત્વધારી ભવ્યાત્માઓને અને સભ્યત્વ ગુણ તથા તેને પમાડનારાં, ખીલવનારાં સાધનને વિનય.
આ દશ પ્રકારને વિનય આ રીતના પાંચ પ્રકારે કરે : (૧) ભકિતથી એટલે બહારની સેવા કરવાથી, (૨) બહુમાનથી એટલે હાર્દિક પ્રેમથી, (૩) ગુણસ્તુતિથી એટલે એમના ગુણગાન કરવાથી, (૪) અવગુણ ઢાંકવાથી, (એટલે જે સમયે એમને અમુક અવગુણ ન ઢાંકીએ તો શાસનને ભારે નુકસાન થાય કે જૈન ધર્મની હેલના થાય તેવા વખતે તેવા અવગુણને ઢાંકવો એમ સમજવું) (૫) આશાતના ન કરવી, અપમાન ન કરવું.
ઉપર જણાવેલા અરિહંતાદિ દશનો ભકિત-બહુમાન વગેરે પાંચ પ્રકારે વિનય કરે. એ દશનો જે વિનય કરે છે, તેને સમ્યકત્વ હોય છે અથવા તેને તે પ્રાપ્ત થાય છે અને તેનું સમ્યક્ત્વ નિર્મળ બને છે. ધર્મનું મૂળ વિનય છે. તેથી આ દશને વિનય કરવામાં સતત ઉદ્યમશીલ રહેવું જોઈએ.
૪. ત્રણ પ્રકારની શુદ્ધિ (૧) મન શુદ્ધિ, (૨) વચન શુદ્ધિ, (૩) કાયા શુદ્ધિ.
૧. મન શુદ્ધિ : આ જગતમાં કઈ સાચા તારક હોય છે તે જિનેશ્વર દે છે. અને જૈન મત છે. એટલે જિનેશ્વર દે તથા જૈન શાસન, જૈન શાસ્ત્ર, અરિહંત પરમાત્માનો ઉપદેશ તથા એ ઉપદેશને ઝીલનારા, પાળનારા, ઉપદેશનારા જૈન ગુરુઓ તથા જૈન ધર્મ જ તારક છે. બીજા ડુબાડી દેનારા છે એવો જે મનને મક્કમ નિર્ણય હોય તેને મન શુદ્ધિ કહેવાય.
- ૨. વચન શુદ્ધિ : જે કાર્ય જિનેશ્વર દેવેની ભક્તિથી ન થાય તે બીજાથી ન જ થાય. એ રીતે વચનથી બોલાતું હોય, તેને વચન શુદ્ધિ કહેવાય.
૩. કાયા શુદ્ધિ : જિનેશ્વર દેવ સિવાયના દેવને નમાવવા માટે કઈ છેદ હોય, ભેદતે હોય, કષ્ટ આપતો હોય અને અસહ્ય વેદનાઓ કરી દેતા હોય તે પણ જે તારક તરીકે જિનેશ્વર દેવ, જૈન તીર્થો કે જેન ગુરુઓ સિવાય બીજાને નમતું નથી તેની તે કાયા શુદ્ધિ કહેવાય.
પ. સભ્યત્વનાં પાંચ દૂષણો (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિશ્યામતિઓપરંપાખંડીઓની પ્રશંસા, (૫) મિથ્યામતિઓ-પપાખંડીઓનો પરિચય અર્થાત સંગ. આ પાંચ દૂષણે
ની શ્રઆર્ય કરયાણાગતિ સ્મૃતિગ્રંથ 25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org